દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી બિકીની પહેરીને મેટ્રોમાં મુસાફરી કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે અને આ મામલે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આવો જ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં અન્ય એક છોકરી ખૂબ જ નાના કપડામાં મુસાફરી કરી રહી છે. ચોતરફ પ્રતિસાદ બાદ હવે દિલ્હી મેટ્રો દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે.
There is something bizarre going on in Delhi Metro – What is this madness 🫥 pic.twitter.com/L2SHigb29h
— Hotstuff ™ 🇮🇳 (@Hotstuffvibe) April 2, 2023
દિલ્હી મેટ્રોથી જે યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ રિધમ ચન્ના છે. રિધમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તેને મૉડલ અને અભિનેત્રી જણાવવામાં આવી છે. તેની પ્રોફાઇલ પર આવી ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.
આ મામલે દિલ્હી મેટ્રોએ સોમવારે એક નિવેદનમાં કહ્યું, “DMRC અપેક્ષા રાખે છે કે તેના મુસાફરો તમામ સામાજિક શિષ્ટાચાર અને પ્રોટોકોલનું પાલન કરે, જે સમાજમાં સ્વીકાર્ય છે.” દિલ્હી મેટ્રોના નિવેદન અનુસાર, ‘મુસાફરોએ આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ અથવા અન્ય મુસાફરોની સંવેદનાઓને ઠેસ પહોંચે તેવા ડ્રેસ પહેરવા જોઈએ નહીં. દિલ્હી મેટ્રોએ કહ્યું કે ડીએમઆરસીના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એક્ટ કલમ 59 હેઠળ આવું અશિષ્ટ વર્તન સજાપાત્ર અપરાધ છે.
“અમે અમારા તમામ મુસાફરોને મેટ્રો જેવી સાર્વજનિક પરિવહન વ્યવસ્થામાં મુસાફરી કરતી વખતે સામાજિક શિષ્ટાચાર જાળવી રાખવા વિનંતી કરીએ છીએ. જો કે, મુસાફરી કરતી વખતે કપડાંની પસંદગી જેવા મુદ્દાઓ એ વ્યક્તિગત મુદ્દો છે અને મુસાફરો તેમનું વર્તન શિષ્ટાચારભર્યું રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
દિલ્હી મેટ્રોની સ્પષ્ટતા બાદ આપણે આશા રાખીએ કે મૉડલ અને અભિનેત્રી રિધમ ચન્ના તેના વર્તનમાં સુધારો કરે.