(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રનાં રાજકારણમાં એનસીપીના નેતા અજિત પવારના ભાજપમાં જોડાવવા અંગેના અહેવાલો મુદ્દે અજિત પવારે એ બાબતને અફવા ગણાવી હતી પણ પરોક્ષ રીતે શિવસેના (ઉદ્વવ ઠાકરે જૂથ)નાં નેતા પર પ્રહાર કર્યા હતા. હવે એના મુદ્દે રોષે ભરાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મેં સામનામાં લખ્યું તેના કારણે એનસીપીમાં ભાજપનું ઓપરેશન લોટસ ફેલ ગયું હતું અને મેં સાચું લખ્યું તો તેનાથી અજિત પવાર શા માટે નારાજ થાય છે?
આજે મીડિયાને સંબોધતા સંજય રાઉતે કહ્યું હતુ કે આજે ભાજપ ઇડી મારફત એનસીપીના નેતા પર દબાણ લાવી રહી છે અને ભાજપના દબાવને વશમાં થઈને અમુક નેતા એનસીપીને તોડવામાં વ્યસ્ત છે. પણ જ્યારે શિવસેના તૂટી હતી ત્યારે અજિત પવાર અને તેમની પાર્ટી તો ઘણી બધી દલીલો કરતા હતા. આજે હું મારા પક્ષ વતીથી બોલું છું તો પછી શા માટે તમને ખરાબ લાગે છે? સંજય રાઉતે કહ્યું હતુ કે હું મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારનો ચોકીદાર છું અને મારી જવાબદારી એમાં સામેલ તમામ પાર્ટીને સાથે રાખવાની છે.
શિવસેનાના સામનામાં સંજય રાઉતે લખ્યું હતું કે હું સામનામાં લખતો રહીશ અને હું કોઈના બાપથી પણ ડરતો નથી. અહી એ વાત કરીએ કે એનસીપીના અને વિપક્ષનાં નેતા અજિત પવાર ભાજપમાં જોડવવા મુદ્દે રાઉતે ‘સામના’ના તંત્રી લેખમાં અજિત પવારની ટીકા કરી હતી. આ લેખમાં એમ લખવામાં આવ્યું હતું કે અજિત પાવર અને અન્ય નેતા પર ઇડી મારફત તપાસ અને જેલમાં લઈ જવાનો ભાજપ ડર ઊભો કરી રહ્યું છે. જરદેશ્વર સાકર કારખાના કૌભાડમાં અજિત પવારનું નામ આવ્યું નથી એ દબાણનું રાજકારણ છે.
મંગળવારે અજિત પવારે ભાજપમાં જોડાવવા ની વાતને અફવા ગણાવીને કહ્યું હતું કે અન્ય પક્ષના લોકો એનસીપીના પ્રવકતા બનવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમણે પોતાના પક્ષની વાત કરે. જોકે આ વાતથી સંજય રાઉત અજિત પવાર પર ભડક્યા હતા.