નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ દ્વારા ચીનની પરિસ્થિતિ ચિંતાજનક છે અને તેની કથળેલી તબીબી વ્યવસ્થાને પગલે ચીનને મદદ પૂરી પાડવામાં આવશે. હૂના વડાંએ ચીની અધિકારીઓની મુલાકાત લીધી હતી અને આ સમસ્યા વિશે ચર્ચા કરી હતી. દુનિયાભરમાં કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. પણ અત્યારે ચીનમાં પરિસ્થતિ ખૂબ જ ગંભીર છે અને ત્યાં રોજે કોરોનાના કેસ અને તેને કારણે થનારા મૃત્યુનું પ્રમાણ પણ ચિંતાજનક છે. પરિણામે હૂના વડાએ ચીન પાસેથી તેમને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મંગાવ્યો છે. એટલું જ નહીં પણ ચીનને આ મુશ્કેલીમાંથી બહાર લાવવામાં શક્ય બને એટલી મદદ કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું. હાલમાં ચીનમાં સતત વકરી રહેલા કોરોના અને તેના કેસને લગતા વીડિયો તેમ જ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાના વધી રહેલા ઉપદ્રવને ધ્યાનમાં લેતાં વેક્સીનેશન ડ્રાઇવ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ચીનમાં રોજ કોરોનાનાં લાખો દર્દીઓની નોંધ થાય છે. ચીનમાં શાંઘાઈ અને બીજિંગ જેવા મોટા શહેરો ઝડપથી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.