ટોપ-5માં બે ભારતીય ખેલાડી
IPLરમત દરેક લોકોને અને ખાસ કરીને યુવાનોને ખૂબ જ પસંદ આવી રહી છે. આઈપીએલની આ સિઝનમાં કોણે સૌથી લાંબી સિક્સ ફટકારી કે કયો ખેલાડી સૌથી વધુ સિક્સરની રેસમાં આગળ છે અને કયા ખેલાડીને ઓરેન્જ કેપ મેળવી કે પર્પલ કેપ મેળવી એવી દરેક વાતો પર દરેક દર્શકની નજર રહે છે. પરંતુ આ સમયે ચાહકો ઘણીવાર ચોગ્ગા ગણવાનું ભૂલી જાય છે. જોકે, તેનું એક મોટું કારણ એ પણ છે કે છગ્ગા કરતાં અનેકગણા વધુ ચોગ્ગા ફટકારવામાં આવે છે. IPL 2023માં કયા ખેલાડીએ સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા અને ટોપમાં કોણ છે? એ આપણે જાણીએ
IPL 2023માં અત્યાર સુધી સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલના નામે છે. આ અનકેપ્ડ ખેલાડીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 74 ચોગ્ગા ફટકાર્યા છે. તે જ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સના ડેવોન કોનવેનું નામ પણ એક ઇનિંગમાં સૌથી વધુ ચોગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. બંને ખેલાડીઓના નામે એક ઇનિંગમાં સૌથી વધુ 16-16 ચોગ્ગા મારવાનો રેકોર્ડ છે.
સીઝન-16માં સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં CSKનો કોનવે બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં કુલ 58 ચોગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ડેવિડ વોર્નરનું નામ છે જેણે IPL 2023માં અત્યાર સુધી 57 ચોગ્ગા ફટકાર્યા છે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ છે જેણે 52 ચોગ્ગા ફટકાર્યા છે. પાંચમા નંબરે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલનું નામ આવે છે જેણે IPL 2023માં 49 ચોગ્ગા ફટકાર્યા છે.
આ યાદીમાં ટોપ-5માં બે ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ અને એક અનકેપ્ડ ખેલાડી યશસ્વી જયસ્વાલ છે. યશસ્વી જયસ્વાલ વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે IPL બાદ ભારત તરફથી રમશે.
IPLમાં કુલ 10 ટીમો રમી રહી છે. 21મી મે બાદ 4 ટીમ પ્લેઓફમાં પહોંચી જશે જ્યારે અન્ય 6 ટીમોનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ જશે. આઈપીએલમાં અત્યાર સુધી 61 મેચ રમાઈ છે, દરેક મેચ સાથે પ્લેઓફની લડાઈ વધુ રોમાંચક બની રહી છે.