ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી 211 ઉમેદવારો કરોડપતિ છે. આ તબક્કામાં સરેરાશ દરેક ઉમેદવાર પાસે રૂ. 2.88 કરોડની સંપત્તિ છે. 125 ઉમેદવારો એવા પણ છે જેમની પાસે 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની સંપત્તિ છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોમાંથી 211 કરોડપતિ છે. આમાંથી મોટાભાગના 89 ટકા ભાજપના ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 73% અને આમ આદમી પાર્ટીના 38% ઉમેદવારો એવા છે કે જેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. છેલ્લી વખત એટલે કે 2017માં ભાજપના 85%, કોંગ્રેસના 70% અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 67% ઉમેદવારો કરોડપતિ હોવાનું જાણવા મળ્યું હતું.