હાથીએ જંગલનું વિશાળકાય પ્રાણી છે અને એ ખૂબ જ શાંત સ્વભાવના તેમ જ અન્ય પ્રાણીઓની સરખામણીએ પ્રેમાળ અને હળી-મળીને રહેવા માટે જાણીતા છે. પરંતુ જ્યારે આ વિશાળકાય પ્રાણી ગુસ્સે ભરાય છે તો ભલભલાના ધોતિયા ઢીલા કરી નાખે છે. હવે તમે વિચારો કે જ્યારે એક હાથી જ બીજા હાથી સાથે બાથ ભીડીની લડવા ઉતરે ત્યારે શું નજારો હશે? આજે આપણે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરવાના છીએ. આ વીડિયોમાં બે હાથીઓ વચ્ચેની લડાઈ કેદ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં જોવા મળે છે કે બે હાથીઓ સામસામે ઉભા છે અને થોડી જ વારમાં તેઓ ધીમે ધીમે એકબીજા પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગે છે. જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ બંને વચ્ચેની આ લડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગે છે. આ વીડિયો કોઈ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે શૂટ કર્યો છે. લડાઈ દરમિયાન, બંને હાથીઓને એકબીજાના દાંતમાં દાંત ફસાવતા પણ આ વીડિયોમાં જોઈ શકાય છે.
ટ્વિટર પર વિડિયો શેર કરતાં, IFS અધિકારી બડોલાએ કેપ્શનમાં લખ્યું હતું કે “ટાઈટન્સની અથડામણ!”. આ વીડિયો પર પુષ્કળ કમેન્ટ્સ આવી રહી છે. લોકોએ આ વીડિયોને ખૂબ જ અવિશ્વસનીય અને દુર્લભ ગણાવ્યો હતો અને આ વીડિયોને જોઈને દરેક જણ દંગ રહી જાય છે.
Clash of Titans !!
VC: WA forward @rameshpandeyifs @susantananda3 pic.twitter.com/CSD71uBHYV— Saket Badola IFS (@Saket_Badola) May 4, 2023
વીડિયોની નીચે એકથી એક ચઢિયાતી કમેન્ટ વાંચવા મળી રહી છે. જેમાં કેટલાક નેટીઝન્સ તો આ બે હાથીઓ વચ્ચેની લડાઈ પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક દેખાયા હતા તો વળી કેટલાક યુઝર્સે એવી કમેન્ટ પણ કરી હતી કે તેમણે ક્યારેય હાથીઓને આ રીતે એકબીજા સાથે લડતા જોયા નથી.