Homeસ્પેશિયલ ફિચર્સજ્યારે સુનીલ ગાવસ્કરે માંગ્યો ધોનીનો ઓટોગ્રાફ....

જ્યારે સુનીલ ગાવસ્કરે માંગ્યો ધોનીનો ઓટોગ્રાફ….

14મી મેના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 61મી મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ ઈનિંગમાં ધોનીની એન્ટ્રી છેલ્લી ઓવરમાં થઈ હતી અને એની સાથે જ સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠયા હતા.

જોકે, કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેની આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. પણ ફેન્સ માટે સિઝનની છેલ્લી હોમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે યાદગાર બનાવી હતી અને આ મેચ વધારે યાદગાર એટલા માટે થઈ ગઈ હતી કે ગાવસ્કરે આ મેચમાં કંઈક એવું કર્યું હતું કે જે જોઈને ક્રિકેટપ્રેમીઓમાં આનંદની લહેર જોવા મળી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આખા સ્ટેડિયમમાં ફરીને ફેન્સનો આભાર માન્યો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે ધોની પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. આ સાંભળી એક સમયે ધોની ખુદ પણ દંગ રહી ગયો હતો. સુનિલ ગાવસ્કરના કહેવા પર એમએસ ધોનીએ તેમની દિલની નજીક શર્ટ પર ઓટોગ્રાફ કર્યો હતો. અને તેમને ભેટી પડયો હતો. બે દિગ્ગજોને એક ફ્રેમમાં જોઈ ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થયા હતા.

ચેન્નઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈની ટીમે હાર સાથે ઘર આંગણેથી પોતાની વિદાય લીધી હતી. આ સાથે જ હવે ધોનીની ટીમની ચેન્નાઈથી વિદાયની ચર્ચા શરુ થઈ હતી. ધોનીના ઘૂંટણમાં ઈજા હોવા છતા તે આ સિઝનમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચ બાદ ચેન્નાઈના ફેન્સના આભાર માનવા તે આખા સ્ટેડિયમમાં ફર્યો હતો. ચેન્નાઈના ટીમના ખેલાડીઓએ ફેન્સ માટે આ સમય યાદગાર બનાવવા તેમના તરફ ગિફ્ટ પણ ફેંકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર આઈપીએલ 2023ની 61મી મેચ રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સની શરુઆત સામાન્ય રહી હતી. 20 ઓવરના અંતે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 6 વિકેટના નુકશાન સાથે 144 રનનો સ્કોર કર્યો હતો.

145 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની શરુઆત ખરાબ રહી હતી. પણ અંતે રિંકૂ અને નીતીશ રાણાની 99 રનની પાર્ટનરશિપને કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સે જિત મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -