નવી દિલ્હીઃ પહેલાં રોટી, કપડાં ઔર મકાન આ ત્રણ વસ્તુઓ માણસની મૂળભૂત જરૂરિયાત હતી, પરંતુ બદલાતા સમયની સાથે હવે તેમાં એક ચોથી જરૂિયાત જોડાઈ ગઈ છે મોબાઈલ. 5-6 વર્ષના બાળકથી લઈને 70 80 વર્ષના વૃદ્ધ પાસે પણ હવે મોબાઇલ હોય છે અને તેઓ છૂટથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. આવું જ એક મહત્વનું કોમ્યુનિકેશનનું માધ્યમ એટલે વોટસએપ. વોટ્સએપે હાલમાં તેના યુઝર્સ માટે એક ઇમ્પોર્ટન્ટ ફીચર લોન્ચ કર્યું છે, જેમાં તેમને ભૂલથી ડિલીટ થઇ ગયેલા મેસેજને પાછા મેળવવા માટે 5 સેકન્ડની એક વિન્ડો આપવામાં આવશે. ઘણી વખત મેસેજ મોકલાવી દીધા પછી તેમાં ભૂલ હોવાનો ખ્યાલ આવે છે. આપણે ઉતાવળમાં મેસેજ ડિલીટ ફોર ઓલ પર ટિક કરવાને બદલે ડિલીટ ફોર મીનો ઓપ્શન પસંદ કરી નાખીએ છીએ. આવા સંજોગમાં આ મેસેજ તમારા માટે તો ડિલીટ થઈ જાય છે પણ સામેવાળાને એ મેસેજ વંચાય છે. બસ તમારી આ ભૂલને જ સુધારવા માટે વોટ્સએપ હવે તમને 5 સેકન્ડની વિન્ડો આપે છે જેથી તમે મેસેજ પાછો અન્ડુ કરીને ડિલીટ ફોર ઓલનો ઓપ્શન પસંદ કરી શકો છો.2017માં વોટસએપ દ્વારા ડિલીટ ફોર એવરીવનનું ફિચર લોન્ચ કર્યું હતું. જેમાં મેસેજ ડિલીટ કરવા યુઝર્સને 7 મિનીટની વિન્ડો આપવામાં આવી હતી, પણ હવે આ વિન્ડો 60 મિનીટ કરવામાં આવી છે.