લોકપ્રિય કમ્યુનિકેશન એપ્લિકેશન વો્ટસએપ ટૂંક સમયમાં જ તેની ડિઝાઇન બદલવાની તૈયારી કરી રહ્યું છે. મળી રહેલાં એક ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, મેટા WhatsAppને ફરીથી ડિઝાઈન કરવા જઈ રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર, WhatsAppના ઈન્ટરફેસમાં આ પરિવર્તન જોવા મળશે. અને એને કારણે યુઝર્સને ચેટિંગ, કોલિંગ અને કોમ્યુનિટી જેવા ફીચર્સ એક્સેસ કરવામાં સરળતા રહેશે.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર હાલમાં કંપની બોટમ નેવિગેશન બાર પર કામ કરી રહી છે. જે WhatsAppના એન્ડ્રોઇડ વર્ઝન માટે લાવવામાં આવી રહ્યું છે. એ એકઝેક્ટલી iOS વર્ઝન જેવું જ છે. આ બોટમ નેવિગેશન બારને કારણે યૂઝર્સ માટે વિવિધ એપ્લિકેશનો વચ્ચે નેવિગેટ કરવાનું સરળ બનાવશે. નવા ફેરફારમાં ચેટ, કોલ અને કોમ્યુનિટીઝ અને સ્ટેટસ જેવા ટેબને સૌથી નીચે મૂકી શકાશે. એવું માનવામાં આવે છે કે આનાથી યુઝર્સને વોટ્સએપના અલગ-અલગ સેક્શનમાં પહેલાં કરતા વધુ સરળતા રહેશે. હાલમાં આ તમામ ટેબ WhatsAppના ઉપરના ભાગમાં આપવામાં આવ્યા છે.
વર્તમાન સમયમાં દિવસોમાં ઘણા લોકો ટેબ અથવા મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે, જેના કારણે એક ટેબથી બીજા પર સ્વિચ કરવું મુશ્કેલ બને છે. રિપોર્ટ અનુસાર, આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી, જેને આખરે WhatsApp દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપના ઈન્ટરફેસમાં થયેલા ફેરફારને લઈને ઘણા સ્ક્રીન શોટ બહાર પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ WhatsApp દ્વારા ચેટ હાઈડ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ પર્સનલ ચેટને છુપાવી શકે છે. ચેટની મીડિયા ફાઇલો છુપાવી શકાશે જે તમારી ગેલેરીમાં સંગ્રહિત થશે નહીં. આવી સ્થિતિમાં, કોઈ તમારી વ્યક્તિગત ચેટ્સ અને ફાઇલોને ઍક્સેસ કરી શકશે નહીં.
8401885822