Homeટોપ ન્યૂઝWhatsApp યુઝર્સને લીલા લહેર, આવશે નવા ફીચર્સ

WhatsApp યુઝર્સને લીલા લહેર, આવશે નવા ફીચર્સ

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે અવારનવાર ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે નવા ફિચર્સ લાવતું રહે છે. મેટા વોટ્સએપ પર ટૂંક સમયમાં પાંચ નવા ફીચર લોન્ચ કરી શકે છે, જેનાથી યુઝર્સને ફાયદો થશે. ભારત વોટ્સએપ માટે સૌથી મોટુ માર્કેટ છે. દેશના 48 કરોડ યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. હવે ઈંસ્ટેંટ મેસેજિંગ સર્વિસના અપકમિંગ ફીચર્સમાં યુઝર્સ આપત્તિજનક કન્ટેન્ટને બ્લર કરી શકશે.

વોટ્સએપ પર પોતાની સાથે કરી શકાશે ચેટ
જો તમારા પાસે કોઈ એવા મેસેજ છે ફક્ત પોતાની પાસે જ રાખવા માગો છો તો આ ફીચર તમારા માટે છે. વોટ્સએપ હવે યુઝર્સને પોતાની સાથે ચેટ કરવાની સુવિધા આપશે. આ ફીચરની મદદથી તમે પોતાને રિમાઈન્ડર મોકલી શરો છો.

આપત્તિજનક કન્ટેન્ટને બ્લર કરી શકાશે
જો કોઈ આપત્તિજનક મીડિયા ફાઈવ આવે ત્યારે આ ફીચરના માધ્યમથી તમે ઓબ્જેક્ટને બ્લર કરી શકશો. આ ઉપરાંત કોઈ બીજી વ્યક્તી આપત્તિનજક ફોટો કે વીડિયોને જોઈ શકશે નહીં.

કોઈપણ કન્ટેટને ટાઈટલ સાથે કરી શકાશે ફોરવર્ડ
આ ફીચર યુઝર્સને કેપ્શન સાથે મીડિયા ફાઈલ સેન્ડ કરવાની સુવિધા આપશે. અત્યાર સુધી એક વાર ફક્ત મીડિયા ફાઈલ જ સેન્ડ થતી હતી. કેપ્શન માટે તેમને ફરીથી મેસેજ કરવો પડતો હતો. તેથી આ નવું ફીચર યુઝર્સને સારી સુવિધા આપશે.

ડેસ્કટોપ પર ઓટોમેટિક મીડિયા ડાઉનલોડનું મળશે ઓપ્શન
વોટ્સએપ ડેસ્કટોપ યુઝર્સ આ ફીચરનો લાંબા સમયથી ઈંતેજાર કરી રહ્યા છે. આવું ફીચર રોલઆઉટ કરવામાં આવે તો WhatsApp Desktop પર મીડિયા ફાઈલ આપોઆપ ડાઉનલોડ થઈ જશે. અત્યાર સુધી યુઝર્સ મેન્યુઅલી ડાઉનલોડ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -