દિલ ચાહતા -પાર્થ દવે
માલૈ ટમ ટમ, મંજારા ટમ ટમ
માથુ અડિક્કા, મંગલા ટમ ટમ
ઓલે ટમ ટમ, ઓદિકુ ટમ ટમ
ઓંગી થટ્ટીકમ ઓથિગ ટમ ટમ
આ શબ્દો સાંભળેલા સાંભળેલા લાગે છે?! માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, શિલ્પા શેટ્ટીથી કરીને અઢળક સેલિબ્રિટિઝ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કથિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ ગીતના હૂક સ્ટેપ પર નાચી
ચૂક્યા છે.
‘ટમ ટમ’ ગીત ઉપર ઇન્સ્ટાગ્રામની રિલ્સ
બની રહી છે. આ ગીત ક્યાંથી આવ્યું? કઈ
ફિલ્મનું છે?
૨૦૨૧માં રિલીઝ થયેલી, તમિળ ભાષી ફિલ્મ ‘એનીમી’ ફિલ્મનું આ ગીત છે. વાયરલ થયા બાદ આ ગીતને યુટ્યુબ ઉપર ૩૩ કરોડ લોકો જોઈ ચૂક્યા છે.
ગીતમાં તમિળ સ્ટાર વિશાલ અને મૃણાલિની રવિ દ્રશ્યમાન થાય છે. ફિલ્મમાં નાયક અને નાયિકાની સગાઈ છે. પારિવારિક ફંક્શન છે. ત્યારે આ ગીત આવે છે.
‘ટમ ટમ’ એટલે ઢોલ વાગવાનો અવાજ.
હિન્દી કે ગુજરાતીમાં જે ‘ઢમ ઢમ ઢમ ઢોલ બાજે’ કહે છે તે!
તમિળ ભાષાના શબ્દો સ્વભાવિક છે કે, આપણને ન સમજાય, પણ આ ગીત વાયરલ થવાનું કારણ તેની કેચી ધૂન છે.
આ ધૂન રચનારા સંગીકારનું નામ થપન એસ. છે, જેમણે અલ્લુ અર્જૂનની ‘અલા વૈકુંઠુપુરમુલો’નું સંગીત આપ્યું છે.
‘આલા રે આલા સિમ્બા આલા’ની ધૂન પણ તેમણે જ બનાવી હતી. આમ પણ દક્ષિણ ભારતીય ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક દાદુ હોય છે, તેમાં નવાઈ નથી..
——————
ફિલ્મોમાં સાઈડ રોલ ભજવવા કરતાં ટીવી પર લીડ રોલ કરવાનું પસંદ કરે છે શ્રેણુ પરીખ
‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘એક ભ્રમ સર્વગુણ સંપન્ન’ જેવા ટીવી શોથી ઘરઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શ્રેણુ પરીખને પોતાની અભિનય પ્રતિભાના કારણે મજબૂત રોલ ઓફર થઈ રહ્યા છે. મૂળ ગુજરાતી શ્રેણુ પરીખ હાલ ‘મૈત્રી કી ઉલઝન’ નામનો શો કરી રહી છે, જેમાં તેની સાથે ઝાન ખાન, નમિશ તનેજા અને ભાવિકા ચૌધરી જેવા કલાકારો છે. દર્શકો લાંબા સમય બાદ શ્રેણુને ઓન-સ્ક્રીન જોવા માટે ઉત્સાહિત છે. મોટાભાગના ટીવી કલાકારોનું સપનું હોય છે કે તેઓ ફિલ્મોમાં જરૂરથી કામ કરે, પરંતુ ટીવી પર પોપ્યુલર શ્રેણુ પરીખ આ અંગે થોડો જુદો મત ધરાવે છે. અભિનેત્રીએ તાજેતરમાં જણાવ્યું છે કે, તે ફિલ્મોમાં સાઈડ રોલ કરવા કરતાં ટીવી પર લીડ રોલમાં દેખાવાનું વધુ પસંદ કરશે. ઉલ્લેખનીય છે કે, શ્રેણુ પરીખ મજબૂત હોય તેવા પાત્રો પર જ પસંદગી ઉતારે છે. અભિનેત્રી કહે છે કે, ‘મેં કંઈક યોગ્ય જ કર્યું હશે, સારું ક્ધટેન્ટ પસંદ કર્યું હશે એટલે હજુ પણ મને મારી ચોઈસના રોલ ઑફર થઈ રહ્યા છે. તો લીડ કેરેક્ટર ઓફર થવા એ મારા માટે ઍડ-ઓન છે. હું ખુદને નસીબદાર માનું છું કે કામ અંગે મને ક્યારેય કોઈ મુશ્કેલી નથી થઈ. મેં મારી શરતો પર કામ કર્યું છે અને તેનું ફળ પણ મળી રહ્યું છે.’
શ્રેણુનું માનવું છે કે, તેનું ફોકસ હાલ ટીવી જ છે. વર્તમાન શો ‘મૈત્રી…’ તેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તેવું અભિનેત્રીનું કહેવું છે.
———————-
આ વખતે મારા પર કોમેડી નહીં થાય, હું જોક ક્રેક કરીશ!: તાપસી પન્નૂ
દિલમોહન સિંહ પન્નૂ અને રિમલજીતની દીકરી તાપસી માટે ૨૦૨૩નું વર્ષ ખાસ રહેવાનું છે. બેબી, પિંક, નામ શબાના, ધ ગાઝી અટેક, મુલ્ક, સાંડ કી આંખ અને થપ્પડ જેવી ફિલ્મો કરી ચૂકેલી તાપસી પન્નૂની આ વર્ષે બે ફિલ્મો રિલીઝ થશે અને બંને કોમેડી ઝોનરની.
એક ફિલ્મનું નામ ‘વો લડકી હૈ કહાં’ છે. અર્શદ સૈયદ દિગ્દર્શિત આ ફિલ્મમાં તાપસી પન્નુ સાથે પ્રતીક ગાંધી અને પ્રતીક બબ્બર જોવા મળવાના છે. આ ઇન્વેસ્ટિગેશન કોમેડી ફિલ્મ છે. તેના વિશે વાત કરતા તાપસીએ કહ્યું હતું કે, ‘વો લડકી હૈ કહાં’ આઉટ ઍન્ડ આઉટ કોમેડી ફિલ્મ છે. પહેલીવાર હું એવી કોમેડી ફિલ્મ
કરવા જઈ રહી છું, જેમાં મારા ઉપર
જોક ન થતા હોય! આમાં હું પોતે જોક ક્રેક કરીશ.’ તાપસીની બીજી ફિલ્મનું નામ ‘ડંકી’ છે, જે ‘૩ ઇડિઅટ્સ’ અને ‘મુન્નાભાઈ…’ બનાવનારા રાજકુમાર હિરાણી દિગ્દર્શિત છે. ‘ડંકી’માં
તાપસી, શાહરુખ ખાન સાથે જોવા મળવાની છે.
તાપસી પન્નૂએ ‘જૂડવા ૨’ જેવી હંબગ કોમેડી ફિલ્મો કરી છે, પણ આ બેઉ ફિલ્મ અલગ છે. તે કહે છે કે, સામાન્ય રીતે કોમેડી ફિલ્મોમાં અભિનેત્રીનું કામ ગ્લેમરમાં ઉમેરો કરવાનું હોય છે, પરંતુ આ બન્ને ફિલ્મમાં તેવું નથી. આ ફિલ્મમાં મારા પાત્રનું પણ મહત્ત્વ છે.’ઉ