વિશેષ -રાજેશ યાજ્ઞિક
ગુરુઓ કે ભી ગુરુ હૈ, શિવ હૈ મૂલાધાર, મનવાંછિત પૂરિત કરે, શિવ કી શક્તિ અપાર,
શિવ આત્મા કે અધીશ્ર્વર, શિવ ઊર્જા કે મૂલ, શિવ પરાત્પર બ્રહ્મ હૈ, શિવ હૈં જગત આધાર.
ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવ છે, ગુરુઓના પણ ગુરુ છે. શિવ ભક્તિનો આધાર છે. શક્તિ સ્વયં જેને વર્યા હોય તેની અપાર શક્તિની તો આપણે કલ્પના જ કરવી
રહી.
નાગાધિરાજ હિમાલયમાં કૈલાસના શિખરથી લઈને દક્ષિણે સમુદ્ર તટ સુધી ભારત શિવમય છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. આમ તો ભગવાન શિવના ઘણા જ્યોતિર્લિંગ છે, પરંતુ બાર જ્યોતિર્લિંગ અપાર પ્રસિદ્ધિ ધરાવે છે.
ઘણાને એ નહીં ખબર હોય કે આ બધા જ્યોતિર્લિંગ એ સ્થાનો ઉપર બન્યા છે જેનું કોઈને કોઈ ખગોળીય અથવા જ્યોતિષની દ્રષ્ટિએ મહત્ત્વ હોય.
જેમકે, મહાલેશ્ર્વર કર્ક રેખા ઉપર સ્થિત છે અને ત્યાં સંપૂર્ણ ધરતીનો સમય નિર્ધારિત થાય છે. તેવી રીતે, બાર જ્યોતિર્લિંગનો બાર રાશિઓ સાથે પણ ગહન સંબંધ છે. ચાલો, જાણીએ.
મેષ
सुताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसंख्यै ः।
श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि ॥
આ રાશિના સ્વામી રામેશ્ર્વર જ્યોતિર્લિંગ છે. મેષ રાશિ સૂર્યની ઉચ્ચ રાશિ છે અને સૌરમાસનો પ્રથમ માસ પણ છે. રામેશ્ર્વરને સૂર્યનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. સૂર્યનું આપણા જીવનમાં ખુબ મહત્ત્વ છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતા યુગમાં સૂર્યવંશી રાજા રામે કરી હતી. સૂર્ય આપણા આત્મા, યશ, માન-સમ્માન, પદ ઔર જીવન ઊર્જાનું પ્રતીક છે.
મંત્ર: उँ नमः शिवाय नमो रामेश्वराय
વૃષભ
सौराष्ट्रदेशे विशदेडतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।
भक्तिप्रदानाय कृपावतीर्ण तं सोमनाथ शरणं प्रपद्ये ॥
વૃષભ રાશિ વાળાઓએ ભગવાન સોમનાથની અર્ચના કરવી જોઈએ. વૃષભ રાશિ ચંદ્રની રાશિ છે. ચંદ્રને સોમ પણ કહે છે. અહીં ચંદ્ર તેની ઉચ્ચ અવસ્થામાં હોય છે. કહેવાય છે કે સોમનાથ જ્યોતિર્લિંની સ્થાપના સતયુગમાં ચંદ્ર દેવે કરી હતી. ચંદ્ર આપણા મન, સુખ, માતા અને સારા આરોગ્યનો કારક છે.
મંત્ર: उँ नमः शिवाय नमो सोमनाथाय
મિથુન
याम्ये सदंगे नगरेतिडरम्ये विभूषितांगम् विविधैश्व भोगैः।
सद्धक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये ॥
જેમનો જન્મ મિથુન રાશિમાં હોય તેમણે નાગેશ્ર્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ, જે ગુજરાતના દ્વારકામાં સ્થાપિત છે. નાગેશ્વરને નાગોના રાજા કહ્યા છે.
આ રાશિ ક્ધયા અને રાહુની રાશિ
છે. આ રાશિને રાહુ માટે ઉચ્ચનો ગણાયો છે. રાહુ રહસ્ય, શક્તિ અને પરાક્રમ
વધારે છે.
મંત્ર:ૐउँ नमः शिवाय नमो नागेश्वराय
કર્ક
कावेरिकानर्मदयोः पवित्रे समागमें सज्जनतारणाय ।
सदैव मान्धातृपुरे वसन्तमोंकारमीशं शिवमेकमीडे ॥
કર્ક રાશિનો સંબંધ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. આ જ્યોતિર્લિંગ નર્મદા તટે માન્ધાતા અને શિવપુરી નામના દ્વીપ પર સ્થિત છે. કર્ક ચંદ્રની રાશિ છે. આ રાશિ બૃહસ્પતિનું ઉચ્ચ સ્થાન છે. ઓમકારેશ્ર્વરને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવ્યું છે. આ જ્યોતિર્લિંગ û ના નાદથી ઉત્પન્ન છે. બૃહસ્પતિ આપણા જીવનમાં ગુરુના આશીર્વાદ, આયુ, જ્ઞાન અને સૌભાગ્ય આપે છે.
મંત્ર: ઈૐ नमः शिवाय नमो ओम्कारेश्वराय
સિંહ
इलापुरे रम्यविशालकेडस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यम् ।
वन्दे महेदारतरं स्वभावं धृष्णेश्वराख्यं शरणं प्रपद्ये ॥
આ રાશિના લોકોએ ઔરંગાબાદ સ્થિત ગિરિશનેશ્ર્વર જ્યોતિર્લિંગ, જેને ઘૃષ્ણેશ્ર્વર પણ કહેવાય છે, તેની પૂજા કરવી જોઈએ. તેમની પૂજાથી પાપોનો નાશ થાય છે. આ તપસ્વીઓના રાજાના નામ ઉપર છે. આ સૂર્યનું સ્થાન છે.
મંત્ર: नमः शिवाय नमो धुशनेश्वराय
ક્ધયા
श्रीशैलशृंगे विबुधातिसंगे तुलाद्रितुंगेडपि मुदा वसन्तम् ।
तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम ॥
આ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આરાધના કરવી જોઈએ, જે આંધ્રપ્રદેશમાં સ્થિત છે. આ બુધના ગ્રહનું ઉચ્ચ સ્થાન છે. બુધનો ગ્રહ આપણા જીવનમાં નોકરી અને વ્યાપાર સાથે આપણી બુદ્ધિ અને વાણીને પણ સંચાલિત કરે છે.
મંત્ર: ઈૐ नमः शिवाय नमो मल्लिकार्जुनाय
તુલા
अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् ।
अकालमृत्योःपरिरक्षणार्थ वन्दे महाकालमहासुरेशम ् ॥
આ રાશિમાં જન્મેલા જાતકોએ મહાકાલેશ્ર્વર જ્યોતિર્લિંગને પોતાના આરાધ્ય બનાવવા જોઈએ. આ જ્યોતિર્લિંગનું સ્થાન અવંતિકા અર્થાત્ ઉજૈનમાં છે. આ સ્થાન શનિદેવનું ઉચ્ચ સ્થાન છે, જેઓ કાળના સંચાલક છે. અહીં આપણને ન્યાય અને જ્ઞાન સાથે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં દેવતાઓ પણ કાળના વશમાં રહે છે.
મંત્ર: ઈૐ नमः शिवाय नमो कालेश्वराय
વૃશ્ર્ચિક
पूर्वोेतरे प्रज्वलिकानिधाने सदा बसन्तं गिरिजासमेतम् ।
सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि॥
આ રાશિના જાતકોનો સંબંધ ઝારખંડ રાજ્યમાં સ્થાપિત બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સાથે છે. અહીં આવીને શારીરિક અને માનસિક રોગોનું નિદાન થાય છે. કુંડલિનીના ઉથ્થાન માટે આ જ્યોતિર્લિંગની આરાધના આવશ્યક છે.
મંત્ર: ઈૐ नमः शिवाय वैद्य्नाथाय
ધનુ
सानन्दमानन्दवने बसन्तमानन्दकन्दं हतपापवृन्दम् ।
वाराणसीनाथमनाथनाथ श्रीविश्वनाथं शरणं प्रपद्ये ॥
વિશ્ર્વના પ્રાચીનતમ નગર વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્ર્વનાથ જ્યોતિર્લિંગ ધનુ રાશિના જાતકોના સ્વામી છે. આ કેતુનું ઉચ્ચ સ્થાન છે. અહીં આત્માને મુક્તિ મળે છે. અહીં આવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મંત્ર: ઈૐ नमः शिवाय नमो विश्वनाथाय
મકર
यं डाकिनीशाकिनिकासमाजे निषेव्यमाणं पिशिताशनैश्व ।
सदैव भीमादिपदप्रसिद्धं तं शंकरं भक्तहिलं नमामि ॥
મહારાષ્ટ્રના પુણે શહેરથી લગભગ સો કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત પર આસનસ્થ છે ભીમાશંકર અથવા મોટેશ્ર્વર જ્યોતિર્લિંગ આ મંગળનું ઉચ્ચ સ્થાન છે. મંગળ આપણા જીવનમાં પરાક્રમ, શૌર્ય અને અભય પ્રદાન કરનાર ગ્રહ છે અને જીવનને મંગલમય બનાવે છે.
મંત્ર: ઈૐ नमः शिवाय नमो भीमशंकराय
કુંભ
महाद्रिपाखश्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रै ः।
सुरासुरैर्यक्षमहोरगाधै ः केदारमीशं शिवमेकमीडे ॥
હિમાલયના ધવલ શિખરોની વચ્ચે અલખ જગાવીને મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત છે. આ રાહુ અને શનિનું સ્થાન છે જે જીવનમાંથી અંધકાર દૂર કરી દુવિધાનો અંત લાવે છે. અયોગ્ય કર્મોથી અંધકારમય જીવનને પ્રકાશ તરફ લઇ જવા આ રાશિના લોકોએ કેદારનાથની આરાધના કરવી જોઈએ.
મંત્ર: नमः शिवाय नमो केदारनाथाय
મીન
सह्याद्रिशीर्षे विमले वसन्त गोदावरीतीरपवित्रदेशे ।
सदर्शनात् पातकमाशु नाशं प्रयाति तं त्रयम्बकमीशमीडे ॥
નાસિક જિલ્લામાં ગોદાવરી નદીના પવિત્ર તટ પાસે ત્ર્યંબકેશ્ર્વર જ્યોતિર્લિંગ દર્શન આપે છે. આ શુક્રનું ઉચ્ચ સ્થાન છે. મૃત્યુંજય મંત્ર આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે.
આ શિવજીના ત્રિનેત્રનું સ્થાન છે. અસાધ્ય રોગોથી લડવા આ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે. અહીં સર્વ દોષથી મુક્તિ મળે છે અને જાતક જીવન-મરણના ચક્રથી મુક્તિ પામે છે. માટે આ રાશિના જાતકોએ ત્ર્યંબકેશ્ર્વરના ચરણે પોતાની પૂજા અર્પણ કરવી.
મંત્ર: नमः शिवाय नमो त्रयम्बकेश्वराय