Homeઆપણું ગુજરાતવિટામિન બી-12ની ઉણપ અને આરઓ વોટરનું શું છે કનેક્શન?

વિટામિન બી-12ની ઉણપ અને આરઓ વોટરનું શું છે કનેક્શન?

છેલ્લા અમુક વર્ષોથી વિટામિન બી-12ની ઉણપ સામન્ય થઈ ગઈ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મોટા ભાગના દરદીઓમાં આ ઉણપ જોવા મળી રહી છે. વિટામિન બી-12 ઓછું થવાના કારણોમાં પાણી મુખ્ય માનવામાં આવે છે. રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) વોટર આ માટે જવાબદાર હોવાના દાવા ઘણીવાર થાય છે. આ વાત સાચી છે છે નહીં અને વિટામિન-બી-12ની ઉણપ અને આરઓ વોટરને કનેક્શન છે કે નહી તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે. ભારતમાં વેસ્ટર્ન ટેરટયરી કેર સેન્ટર ખાતે કરવામાં આવેલા 250 જણા પરના સંશોધન કરવામાં આવ્યું હતું. આ 250ની જાતિ, ખાણીપીણી, દૂધ પીવાની ટેવ, ડેરી પ્રોડ્ક્ટ, આરઓ વોટરનો ઉપયોગ અને વિટામિન બી-12નું સ્તર એકઠું કરવામાં આવ્યું હતું.
આમાંથી 70 જણને એટલે કે 28 ટકામાં વિટામિન બી-12ની ઉણપ હતી. આમાંથી 50.6 ટકા લોકો આરઓ વોટર ઉપયોગમાં લેતા હતા. જ્યારે 17 ટકા એવા પણ હતા જેઓ અન્ય પાણી વાપરતા હતા, પરંતુ તેમનામાં પણ વિટામિન બી-12ની કમી જણાઈ હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર આરઓ પ્રક્રિયાથી મળતા પાણી અને વિટામિન-બી-12ની ખામીને સીધો સંબંધ છે, પરંતુ આ સંશોધનને વધારે તથ્યો સાથે જોડી મોટા પ્રમાણમાં કર્યા બાદ જ કોઈ પરિણામ પર પહોંચી શકાય છે.
શુદ્ધ અને આરોગ્યવર્ધક પાણી વિકસતા દેશોની જરૂરત છે અને આ માટે આરઓ વોટરનો ઉપયોગ બહોળો થાય છે. પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહધાતુ અને ખનિજતત્વો, ક્ષાર પાણીમાંથી નીકળી જાય છે. આ પાણી પીવા માટે શુદ્ધ છે, પરંતુ આરોગ્યની દષ્ટિએ અમુક સમસ્યાઓ નોતરતી હોવાનું ડોક્ટરો અને સંશોધકો કહે છે.
વિટમિન બી-12ની ખામી મોટે ભાગે શાકાહારી જીવનશૈલી સાથે જીવતા લોકોમાં વધારે જોવા મળે છે. દૂધ અને ડેરી પ્રોડક્સનું સેવન ઓછું કરવાથી વિટામિન બી-12 ઘટવાની સંભાવના રહે છે. અગાઉ લોકો જાગૃત ન હતા, પરંતુ હવે લોકો સામેથી પરિક્ષણ કરાવે છે. ડેમેન્શિયા, અચાનક વજન ઉતરી જવું, ખૂબ ખંજવાળ આવવી, મેક્રોસાયટીક એનિમિયા (લોહીને લગતો રોગ કે વિકાર)નબળાઈ વગેરે જેવી ઘણી બીમારીને નોતરે છે. આ સંશોધનને સ્વીકારવામાં આવ્યું છે, તેવી માહિતી મળી છે. આયુર્વેદના જણાવ્યા અનુસાર સૌથી સારું કે આરોગ્યવર્ધક પાણી નળમાંથી આવે તે હોય છે. આ પાણીને ઉકાળી અથવા તેમાં ફટકળી ફેરવી પીવાથી જરૂરી મિનરલ શરીરને મળે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -