ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
ટીપે ટીપે સરોવર ભરાય અને બુંદ જો બન ગઈ મોતી જેવી કહેવતો નગણ્ય કદ ધરાવતા પાણીના ટીપાની અગણિત તાકાત દર્શાવે છે. કદને આધારે કિંમત ન આંકી શકાય એ કીડીની તાકાત દર્શાવે છે. એ જ રીતે ભાષામાં ટપકા જેવડું દેખાતું અનુસ્વાર અર્થમાં ગજબનાક ફેરફાર કરી શકવાની તાકાત ધરાવે છે. તમે અખંડ વસ્તુ કે સળંગ સમયની વાત લખવા માગતા હો, પણ અનુસ્વારની ગેરહાજરી અનર્થ સર્જી શકે છે. એટલે રાઈના દાણા જેવડા દેખાતા ટપકા કે અનુસ્વારની પહાડ જેવડી તાકાતની અવગણના કરવી નહીં. કેટલાક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થઈ જશે. ભગવાન સમક્ષ આખુ ફળ ધરવું જોઈએ એમ જો તમે લખ્યું હોય તો તમે મોટી ભૂલ કરો છો, કારણ કે આખું એટલે ઉંદર અથવા ડુક્કર એવો અર્થ થાય છે. એટલે ભગવાન સમક્ષ આખું ફળ ધરવું જોઈએ એમ લખવું જોઈએ. આખું એટલે અખંડ, પૂરું કે ભાંગ્યા વગરનું એવો અર્થ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ: આ કામ મારુ નથી, હું નહીં કરું. ઊડતી નજરે ખરું લાગતું આ વાક્ય ખોટો અર્થ સમજાવે છે. મારુના અનેક અર્થ પૈકી એક અર્થ છે પ્રેમી અથવા પ્રિયતમ. અમુક કોમના લોકોની અટક પણ મારુ હોય છે. હકીકતમાં વાક્ય હોવું જોઈએ કે આ કામ મારું નથી, હું નહીં કરું. મારુ પર અનુસ્વાર લાગવાથી મારું બને અને એનો અર્થ પોતાનું, બોલનાર ધણીનું, છઠ્ઠી વિભક્તિનું એક વચન એવો થાય છે. મહેમાન જતા રહ્યા પછી હવે ઘર સૂનુ સૂનુ લાગે છે. તમે કહેશો કે આ વાક્યમાં શું ભૂલ છે? તો જાણી લ્યો કે અનુસ્વાર વિનાનું સૂનુ એટલે પુત્ર કે દીકરો. અહીં તો સંતાનની નહીં પણ સૂનું એટલે ખાલી ખાલી, સહવાસ વિનાની એકલતાના અનુભવની વાત છે. એટલે મહેમાન જતા રહ્યા પછી હવે ઘર સૂનું સૂનું લાગે છે એમ લખવું જોઈએ. માં – બાપની સેવા ઈશ્વરના દર્શન કરતા ચડી જાય. પહેલી નજરે બરાબર લાગતું આ વાક્ય અનુસ્વારની હાજરીથી ગોટાળો સર્જે છે. માં એટલે અંદર અથવા માંહે. પરવાનગી વગર કોઈના દિલમાં ઘૂસવામાં વાંધો નહીં, ઘરમાં ન ઘૂસાય. દિલમાં એટલે દિલની અંદર અને ઘરમાં એટલે ઘરની અંદર. મા – બાપની સેવા ઈશ્ર્વરના દર્શન કરતા ચડી જાય એ સાચું વાક્ય છે સમજાયું ને! હા, હિન્દીમાં માતુશ્રી માટે અનુસ્વાર સાથે માં લખાય છે. આજનું છેલ્લું ઉદાહરણ છે સુધીરને કાર્યકર્તા તરીકે સારુ કામ કરવાનો શિરપાવ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ સારુ એ ચોથી વિભક્તિનો પ્રત્યય છે જેનો અર્થ ને માટે, વાસ્તે એવો થાય છે. આ ઘર તમે કોને સારુ ખરીદ્યું? મતલબ કે કોને માટે લીધું એ અર્થ થાય છે. એટલે સુધીરને કાર્યકર્તા તરીકે સારું કામ કરવાનો શિરપાવ મળ્યો એમ વાક્ય હોવું જોઈએ. સારું એટલે સુંદર, શુભ, ભલું એવો અર્થ છે. અનુસ્વારની ગેરહાજરીથી કેવો અનર્થ થાય છે એ સમજાયું ને! માટે ઝબાન સંભાલ કે.
——–
TONGUE PROVERBS
આજે અંગ્રેજીમાંTONGUE PROVERBS વિશે માહિતગાર થઈએ. મોઢું સિવાઈ જાય કે શું બોલવું એ ખબર ન હોય ત્યારેCat Got Your Tongue કહેવાય છે. Why are you not replying? Has cat got your tongue? તું કેમ કંઈ બોલતો નથી? મોઢામાં મગ ભર્યા છે? શું કહેવું એ નથી સમજાતું? A Tongue In Cheek આ રૂઢિપ્રયોગ બે અર્થમાં વપરાય છે. એક અર્થ ગંભીરતાથી રમૂજી કે વિનોદી વાત કરવી. બીજો અર્થ જે વધુ પ્રચલિત છે એ અનુસાર કટાક્ષમાં કહેવું. ગુજરાતીમાં દાઢમાં બોલવું પ્રયોગ છે જ ને.Speaker gave a tongue in cheek speech about the current economic condition of the country. દેશની આર્થિક પરિસ્થિતિ વિશે વક્તાએ કટાક્ષયુક્ત ભાષણ કર્યું. એક પ્રચલિત પર્શિયન કહેવત છે With a sweet tongue and kindness, you can drag an elephant by a hair. મીઠી જબાન અને દયાભાવ રાખવાથી કોઈ પણ મુશ્કેલ કામ આસાનીથી થઈ જાય એવો એનો ભાવાર્થ છે. The wise person has long ears and a short tongue કહેવતમાં માનવીય સ્વભાવની લાક્ષણિકતા નજરે પડે છે. ઝાઝું સાંભળે અને ખપ પૂરતું બોલે એ શાણા માણસનું લક્ષણ છે એવો કહેવતનો ભાવાર્થ છે. Loose tongues are worse than wicked hands કહેવતમાં જીભ કેવા અનર્થ કરી શકે એની વાત છે. Loose tongues એટલે બેફામ બોલવું કે વિચાર્યા વગર બોલવું. હાથેથી થયેલા દુષ્કર્મ કરતા અવળવાણી વધુ વિનાશકારી હોય છે. હવે જીભ પર કાબૂ રાખવાના મીઠાં ફળની બે કહેવતો જોઈએTeach your tongue to say I don’t know instead of to make up something. મતલબ કે મનઘડંત વાત ઉપજાવી કાઢવાને બદલે ‘મને ખબર નથી’ કહેતા શીખવું જોઈએ. વાત પૂરેપૂરી જાણ્યા વિના કલ્પનાના ઘોડા દોડાવી ન બોલવું એવો એનો ભાવાર્થ છે. Let a fool hold his tongue and he will pass for a sage. મતલબ કે અક્કલનો ઓથમીર પણ જો જીભ પર કાબૂ રાખે તો એ સંતમાં ખપી જાય. તમારી વાણી તમારી ઓળખ બની જાય છે.
———
आकाशाच्या म्हणी
आकाश या शब्दसाठी गगन, अंबर, व्योम, नभ, तरांगण, अंतरिक्ष,
अंतराळ, आभाळ वगेरे समानार्थी शब्द आहेत। या शब्दाने म्हणीत
चांगला जम बसवलं आहे.. આકાશ માટે ગગન, અંબર, વ્યોમ, નભ, તારાંગણ, અંતરિક્ષ, અંતરાળ, આભાળ વગેરે સમાનાર્થી શબ્દો છે. આ શબ્દો કહેવતોમાં પણ સારા ગોઠવાઈ ગયા છે. આજે આકાશની કેટલીક કહેવતો જાણીએ. પહેલી કહેવત છે आकाशाला गवसणी घालणे. ગવસણી એટલે ખોળું, ઓશીકાને કે ગાદલાને ચડાવવામાં આવતું કવર. આકાશને ચાદર ઓઢાડવા જેવી વાત થઈ. મતલબ કે અશક્ય બાબત શક્ય કરી બતાવવાની કોશિશ કરવી.सता मिळाल्यावर दोन वर्षात सर्वाना परवडणारा सारख्या घर देऊ असं
सांगून राजकीय उमेदवाराने जणू आकाशाला गवसणी घातली સત્તા મળતા બે જ વર્ષમાં સૌ કોઈને પરવડે એવા ઘર બનાવી આપશું એવું કહી રાજકીય ઉમેદવારે અસંભવ વાત સંભવ હોવાનો જાણે દાવો કર્યો. आकाश दोन बोट उरणे એટલે ફુલાઈને ફાળકો થઈ જવું. परिक्षेत मिळालेले अनपेक्षित गुण पाहून वेदांतला जणू स्वर्ग दोन बोटंच
उरला होता. પરીક્ષામાં ધાર્યા કરતાં વધુ માર્ક મળવાથી વેદાંત ફૂલીને ફાળકો થઈ ગયો.आकाशाची कुन्हाड कोसळणे કહેવતમાં કુર્હાડ એટલે કુહાડી અને કોસળણે એટલે તૂટી પડવું, ભાંગી પડવું. अचानक बाबा वारल्याने परिवारची अवस्था आकाशाची कुन्हाड कोसळणे
सारखी झाली। અચાનક પિતાશ્રીનું અવસાન થવાથી પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું. आकाशाला घेरा घालणे હાસ્યાસ્પદ લાગી શકે, પણ મોટી ઊથલપાથલ કરવી એ એનો ભાવાર્થ છે. शेअर बाजारात काही वेळा आकाशाला घेरा घालणे सारखी अवस्था असते. શેરબજારમાં ક્યારેક મોટી ઊથલપાથલ જોવા મળતી
હોય છે.
——–
कहावत की कहानी
દરેક ભાષામાં એવી કહેવતો અને રૂઢિપ્રયોગ હોય છે જે કોઈ કથા કે ઘટનાને કારણે અસ્તિત્વમાં આવી હોય. એ સંદર્ભમાં એક ઉદાહરણ જોઈએ. कहते हैं कि भरी दुपहरी में जब बहुत तेज धूप पड रही हो. तभी चील
अंडा देती है और अंडा छोडते वक्त चिल्लाती है। इसलिए तेज धूप या
गर्मी को ‘चील-चिल्लाती’ धूप या गरमी कहते होंगे। यह
‘चील-चिल्लाती’ पद ‘चिलचिलाती’ बन गया ह એવું કહેવાય છે કે ભર બપોરે જ્યારે કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે ચીલ એટલે કે સમડી ઈંડાં મૂકતી વખતે બૂમાબૂમ કરતી હોય છે જે હિન્દીમાં चिल्लात વે કહેવાય છે. એટલે બપોરની કાળઝાળ ગરમી ‘चील-चिल्लाती’ धूप या गरमीતરીકે ઓળખાતી હશે. કાળક્રમે
‘चील-चिल्लाती’ पद ‘चिलचिलाती તરીકે ઓળખાતી હશે. કાળક્રમે ‘ખબિ-રુખલ્બળટિ’ ક્ષડ ‘રુખબરુખબળટિ’ બની ગયું હોવું જોઈએ. કોઈ વ્યક્તિ ગણતરીમાં જ ન લેવાતી હોય, એનો ભાવ કોઈ ન પૂછતું હોય એને માટેतीन में न तेरह में. न सेर भर सुतली में, न करवा भर राई में કહેવત છે. એની પાછળની કથા એવી છે કે જૂના જમાનાની એક નાચનારીએ ચાહકોનું વર્ગીકરણ કર્યું હતું. પહેલી શ્રેણીમાં ત્રણ વ્યક્તિ હતી જેના માટે એને અપાર સ્નેહ હતો. પછી તેર હતા અને એની પછી એવા લોકો હતા જેમને સૂતળીમાં ગાંઠ બાંધી યાદ રાખતી. સૌથી છેલ્લે સાધારણ લોકો હતા જેના નામનો એક એક રાઈનો દાણો એ માટીના વાસણમાં નાખતી. એક વાર કોઈ વ્યક્તિ આવી ચડી અને તેણે કહ્યું કે પહેલા એ નિયમિત આવતો અને બહુ ધન આપતો. જોકે નાચનારી એને ઓળખી ન શકી અને પોતાના નોકરને ઓળખવા કહ્યું ત્યારે નોકરે જવાબમાં तीन में न तेरह में, न सेर भर सुतली में. न करवा भर राई में કહી એનો એકડો જ કાઢી નાખ્યો.