ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો!
મજામાં હશો. ૨૬ તારીખ જાન્યુઆરીને ૨૦૨૩ ગણતંત્ર દિવસ કે પછી રિપબ્લિક ડે તરીકે આપણે આખા વિશ્ર્વમાં શ્રદ્ધા સાથે દરેક ભારતીયોએ ઉજવ્યો. અને ભારતમાં તો ફિલ્મી સિતારાઓથી માંડી અને નાના નાના મઢુલીઓમાં કે હાઈવેની સ્લમમાં રહેતાં બાળકોએ પણ ઝંડા વેચી વેચી અને ખૂબ મજાની રિપબ્લિક ડેની ઉજવણી કરી.
મારી એક મિત્રએ અને મેં, ભેગા મળીને ૭૪ ઝંડા એકતાના પ્રતીક રૂપે કાગળના જે ધ્વજ બનાવ્યા હતા એ અમે ખરીદી અને એ જ નાનાં બાળકોને બીજી જગ્યાએ જઈને એ પ્રતિક રૂપ ધ્વજ અમે ગિફ્ટ કર્યા. ભેટ આપ્યા. ઘણીવાર શું થતું હોય છે કે આપણે પંદર રૂપિયાનું કે દસ રૂપિયાનું છે. લઈને રિસ્પેક્ટ સાથે રાખતા હોઇએ છીએ. ફોર સ્યોર, પણ ઘણીવાર એ નાનાં નાનાં બાળકોને એમનાં માતા-પિતા એ ૧૦ રૂપિયા, ૧૫ રૂપિયાનો ધ્વજ નથી અપાવી શકતાં.
અને એમાં પણ એટલા બધા ઊર્જાવાન દેશભક્તો જન્મેલા હોય છે. તો એ બહુ જ સુંદર ફિલિંગ હોય છે. કે ૧૦ રૂપિયાની વસ્તુ પણ જો કોઈને આપણે આપીએ અને એ ત્રણ રંગ અને ચોથું અશોક ચક્ર એ આપણને કોઈ સારી પ્રેરણા આપે તેનાથી વધુ શું?
મેં આ વખતે કોઈ જ સોશિયલ મીડિયા માટે ફોટા ન પાડ્યા કે ના પાડવા દીધા. ((એ તંત્ર હજી ગળે ઉતારી રહી છું. મને એ હજી બહુ સમજાતુ નથી. હાહાહાહા) હું આખું રિપબ્લિક ડેના ઇન્સ્પિરેશનમાં આવીને મારું સોશિયલ મીડિયા આખું ચેન્જ કરી રહી છું. અને ભણી રહી છું. જેમ સ્વચ્છ ભારત એમ સ્વચ્છ સોશિયલ મીડિયા. હાહાહા. અને સ્વચ્છ ઈન્ટરનેટ અને સ્વચ્છ ઓનલાઇન વર્ક પણ મારી અત્યારે એક પ્રાયોરિટી થઈ
ગઈ છે.
કારણ કે એ વિભાગમાં પણ એટલી બધી અટપટી વસ્તુઓ હોય છે કે આપણને એમ થાય કે ભાઇ મુકોને. પણ આપણું કામ ૫૦ પરસેન્ટ હવે ઇન્ટરનેટના કારણે થાય છે. માટે મારે પણ એને એડેપ્ટ કરવું જ રહ્યું, અપનાવવું જ રહ્યું. અને કામ કરવું જ રહ્યું. માટે મથુ પણ છું, પણ પોતાનો અવકાશ અને પોતાનો શાંતિ મેળવી પણ લઉં છું. ઇન્ટરનેટથી દૂર રહીને સોશિયલ મીડિયાથી દૂર રહીને પણ આ વખતે જે મેં તમને કહ્યું કે ૭૪મો આપણો ગણતંત્ર દિવસ અને મેં ૭૪ નાનકડા નાનકડા (બજેટમાં રહીને) ધ્વજ ગિફ્ટ કર્યા. અને એમાંથી ૧૦ જણની જ, પણ એટલી એમની જે આંખો ચમકી ત્યારે મને લાગ્યું કે હે ભગવાન મને કોઈના જ ક્ધફર્મેશનની કે લાઈકની જરૂર નથી.
હા મારી ૨૬ જાન્યુઆરી ખૂબ સુંદર રીતે ઉજવાઇ. કારણ આપણે જે દિવસ ઊજવવાનો ઉત્સવ શરૂ કર્યો છે. એ મિત્રો એ દિવસનો ભાવાર્થ, એ દિવસની શ્રદ્ધા, આ દેશને ચલાવવા માટેનો ફાળો સમજવા માટેની એ પ્રવૃત્તિ હોય છે.
અંગ્રેજીમાં કહે ને. એઝે જેશ્ર્વર. એઝ રિસ્પેક્ટ. એ ભાવનાને સમજીને આપણે એ દિવસે આપણું કર્મ કરીએ, તો ખરેખર કહું છું મિત્રો કોઈને જોવાની જરૂર નથી હોતી. મજા આવી જાય છે.
સાચું કહું, જેમ અપણાં વડીલો અને આ દેશમાં ઘણા બધા એવા સુંદર મજાના મધ્યમ વર્ગીય ઘરો છે. જે ખરેખર આજે પણ સવાર સવારમાં દૂરદર્શન દિલ્હીનું પ્રસારણ જોવા બેસી જાય છે. (મારા પિતાજી અને વડીલોતો ખાસ).
પ્રધાન મંત્રાલયનાં ભાષણો… (બીજી બધી વિવિધ ચેનલો તો છે જ, હું કલાકાર તરીકે કોઈને ઓછી ન આંકી શકું પણ)
જે દૂરદર્શન પ્રોગ્રામ સવાર સવારમાં જોવાની મજા આવે! આખા ભારતે અને આખા ભારતના દરેક રાજ્યની પ્રગતિ અને ડેવલપમેન્ટ માટે શું શું કર્યું છે. એની ઝાંખી જોવાની અને સમુચ્ચ ભારતની પ્રગતિની દિશા કઈ તરફ જઈ રહી છે. જોવાની ઝાંખીઓ અને એ સાંસ્કૃતિક પ્રોગ્રામો અને પ્રસારણ દિલ્હી દૂરદર્શનનું પ્રસારણ જોવાની જે મજા આવે સાહેબ.
મિત્રો વડીલો કહે છે એમ જીવનમાં માણસોએ અમુક કર્મ પોતાના સુખ ને સમજણ માટે કરવા જોઈએ. આ મારો તમને ૨૬ જાન્યુઆરીની ગણતંત્ર દિવસની ગિફ્ટ તરીકે એક નોટ. કે જેમ અમુક વસ્તુ આપણે લઈને તિજોરીમાં મૂકી દેતા હોય છે. હોઈએ છીએ. એમ આપણાં અમુક કામો કરીને, આપણે ગુઙ લકની તિજોરીમાં મૂકી દેવા જોઈએ. ભગવાનના તિજોરીમાં. કે પ્રભુ મેં આ તારા વિશ્ર્વમાં આ જીવનમાં જન્મ લઈને કર્યું. હવે તું એને સમજ. અને બધાનું ભલુ કરો. કારણકે ‘શેરિંગ ઇસ કેરિંગ’.
“બને એટલું લોકોને આપતી રહેજે, ખુશ રહીશ. ધનવાન અને ગરીબ, ન કોઈ હતું, ન કોઈ છે. આ કાગળના કમાલને કે એની છેતરપિંડીને જો તું અમીર અને ગરીબ સમજીશ, તો એ મિથ્યા મથામણ છે. આ ગોલ્ડન વર્ડ્સ બાય સ્મ્રુતિ મહેતા’ મારી મમ્મી, મને કહે. કે ભારતીય સંસ્ક્રુતિ અદભુત છે. દરેક વાતને એક શ્રધાનો આધાર છે. ભક્તિનો આધાર છે. અને જીવનમાં સાચી શ્રધ્ધા અને લાગણીના આશીર્વાદનો સાથ મળીજાયતો જીવનમાં આધાર રહે છે. એક રીતનો વિશ્ર્વાસ વધીજાય છે. પાછો કેવો વિશ્ર્વાસ, માતાનો અને અત્યારેતો સુંદર સંગમ. ‘વસંત પંચમી’. ‘માં સરસ્વતી’ના આશીર્વાદનો સમય. કહું છુંને, કે કુદરત પોતાના સંજોગ બનાવીને મનુષ્ય જાતિને, પ્રાણને કે પ્રકૃતિને જીવંત રાખવા કે મઠારવા દરેકે દરેક પ્રયત્ન અવિરત પણે કરેજ છે. આપણે એને સમજવાનો સમય કાઢવો પડે. બંગાળ, ઓરિસ્સામાં, ગુજરાતમાં, અહીંયાં મુંબઈમાં. વિદ્યાને વરનાર મનમાં સરસ્વતીની ભક્તિ મેં જોઈ છે.
સરસ્વતી પૂજા થાય છે એની લોકોમાં જે સકારાત્મક એનર્જી રેલમછેલ થતી હોય છે. આ હાહાહા. ભોગ મળે, પ્રસાદ મળે, આશીર્વાદ મળે એની જે મીઠાશ છે.
મિત્રો ભારતીય સંસ્કૃતિ સમજાવે છે કે દરેક વસ્તુની, વિદ્યા, માતા અને વિશ્ર્વની તમે પૂજા કરો. તમારા લાગતા વળગતા બધા માટે. દેશ માટે. અને જ્યારે આખા દેશનું ગણતંત્ર કરવાનું હોય. આખા દેશનો વહીવટ ચલાવવાનો હોય. તો મિત્રો એમના આશીર્વાદતો લેવા જ પડે. હવે એક સિક્રેટ છે. કે કદાચ સરસ્વતી પૂજાના દિવસે તમારાથી પૂજા ન થઈ હોય. તો કાંઈ
વાંધો નહીં.
આ વાંચ્યા પછી તરત સ્નાન કરીને સફેદ કપડાં પહેરીને કુમકુમ ચંદન હળદર લગાડીને ચોખા લઈને એક સુંદર મજાની પોથી લઈને કલમ લઈને બેસી જાવ. દીવો કરીને માતાની પૂજા કરી દો. જે મિનિટે તમે અક્ષર લખશો, એ મિનિટે તમને માતા આશીર્વાદ આપવા માંડશે. વિદ્યાદાની, શારદે! જગત જનની શારદે, જ્ઞાનદે, બુદ્ધિ દે, શુદ્ધિ દે. માતા સરસ્વતી દરેક વ્યક્તિને ખૂબ સમજણ આપે. આવનાર દિવસો સૌ માટે સુઘડતા સમજણ તથા સુખ લાવે. હે મા સરસ્વતિ તમને પ્રણામ.