(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમરેલવેમાં શનિવાર મધરાતથી રવિવાર વહેલી સવાર સુધી વિરાર-વૈતરણા સેકશનમાં બ્રિજ નંબર ૮૮માં સ્લેબ નાંખવાનું કામ હાથ ધરવા માટે બ્લોક લેવામાં આવ્યો હતો, તેને પગલે અમુક ટ્રેનોને રેગ્યુલેટ કરવામાં આવી છે, તો અમુક ટ્રેન રદ કરવામાં આવી છે. વિરાર-સંજાણ વચ્ચે દોડતી ૦૯૦૮૯ પેસેન્જર ટ્રેન રવિવારે રદ કરવામાં આવી છે. એ સાથે જ દહાણુ રોડ અને ચર્ચગેટ વચ્ચે દોડનારી ટ્રેન નંબર ૯૩૨૦૦૨ લોકલ ટ્રેનને અંધેરી સુધી જ દોડાવવામાં આવશે. તો ટ્રેન નંબર ૯૩૦૦૪ દહાણુ રોડ-અંધેરી લોકલ ટ્રેનને ચર્ચગેટ સુધી દોડાવવામાં આવશે. વિરાર-વૈતરણા વચ્ચેના બ્લોકને કારણે ઉત્તર ભારતથી મુંબઈ આવનારી ૨૧ મેલ/એકસપ્રેસ ટ્રેનો મોડે પડશે.