WR એ વિવિધ ફિલ્મ ઉદ્યોગો, ટીવી સિરિયલો, જાહેરાતો અને OTT પ્લેટફોર્મ્સ માટે પણ અત્યંત લોકપ્રિય મૂવી ડેસ્ટિનેશન છે. ચર્ચગેટમાં રેલવેના ભવ્ય હેરિટેજ હેડક્વાર્ટરથી લઈને તેના સ્વચ્છ, મનોહર સ્ટેશનો સુધી, વેસ્ટર્ન રેલ્વે (WR) સંભવિત શૂટ સ્થળોથી ભરેલું છે જે ફિલ્મ નિર્માતાઓ માટે અનુકૂળ અને શ્રેષ્ઠ અનુકુળ વિકલ્પો છે.આ નાણાકીય વર્ષમાં, પશ્ચિમ રેલ્વેએ ફિલ્મના શૂટિંગ માટે તેના વિવિધ પરિસર અને રેલ કોચ ઓફર કરીને રૂ.1.64 કરોડથી વધુની કમાણી કરી છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં WR એ રૂ 67 લાખની કમાણી કરી હતી, જ્યારે વર્ષ 2019-20માં તે એક કરોડ હતી અને 2018-19 દરમિયાન, તે રૂ 1.31 કરોડ કરતાં વધુ હતી. જ્યારે રોગચાળાને કારણે 2020-2021માં આવકમાં સમજી શકાય તેવો ઘટાડો થયો હતો, ત્યારે 2022 માં શૂટ થયેલ ફિલ્મ અને કમર્શિયલનો ઉછાળો સૂચવે છે કે રેલવે ક્યારેય તેનું આકર્ષણ ગુમાવશે નહીં.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સમગ્ર પશ્ચિમ રેલવેમાં અલગ-અલગ સ્થળોએ 20 થી વધુ ફિલ્મનું શૂટિંગ કરવા આવ્યું હતું, જેમાં ફીચર ફિલ્મો, વેબ સિરીઝ ટીવી કોમર્શિયલ જાહેરાતો, સામાજિક જાગૃતિની દસ્તાવેજી ફિલ્મો, સિરિયલો વગેરે નો સમાવેશ થાય છે. WRમાં લંચ બોક્સ, હીરોપંતી 2, ગબ્બર ઈઝ બેક, એરલિફ્ટ, પેડમેન, રા.વન, ફેન્ટમ, એક વિલન રિટર્ન્સ, યે જવાની હી દીવાની, રાધે, લક્ષ્મી બોમ્બ જેવી ઘણી આઇકોનિક અને બ્લોકબસ્ટર ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે. કાઇ પો છે, આત્મા, ઘાયલ રીટર્ન, કમીને, હીરોપંતી, હોલિડે, થુપાકી (તમિલ ફિલ્મ), ડી-ડે, શેરશાહ, બેલ બોટમ, OMG 2 સહિત ગુજરાતી ફિલ્મો કચ્છ એક્સપ્રેસ અને લોચા લાપસી, મરાઠી ફિલ્મ આપડી થાપડી. ઘણી વેબ સિરીઝ જેમ કે એક્સ-રે, અભય 2, બ્રેથ ઇન ધ શેડોઝ, ડોંગરી ટુ દુબઇ વગેરે અને KBC પ્રોમો પણ WRના લોકેશન પર શૂટિંગ કરવામાં આવ્યું હતું.

મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ સ્ટેશન, ચર્ચગેટ હેડક્વાર્ટર અને સ્ટેશન બિલ્ડિંગ, ગોરેગાંવ સ્ટેશન, જોગેશ્વરી (યાર્ડ), લોઅર પરેલ વર્કશોપ, કાંદિવલી અને વિરાર કારશેડ, કેલવે રોડ, પારડી રેલવે સ્ટેશન, કાલાકુંડ રેલવે સ્ટેશન, પાતાલપાની રેલવે સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ અને વલસાડ વચ્ચે ચાલતી ટ્રેન અને ગોરેગાંવ ખાતે EMU ટ્રેનનું શૂટિંગ જેવા અનેક સ્થળો તો જનમાનસમાં કંડારાઇ ગયા છે.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ફિલ્મના શૂટિંગ માટે અનુકૂળ સુવિધાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. મેલ/એક્સપ્રેસ ટ્રેનોને પૂરા પાડતા લાંબા પ્લેટફોર્મ ધરાવતું આ સ્ટેશન ટ્રેનની મુસાફરીને લગતા દ્રશ્યો શૂટ કરવા માટે યોગ્ય સ્થાન છે. આ સ્ટેશનને રાત્રિના કલાકો દરમિયાન શૂટિંગ કરવાનો વધારાનો ફાયદો છે. તેમાં તમામ શૂટિંગ વાહનોના પાર્કિંગ માટે પર્યાપ્ત પાર્કિંગની સુવિધા પણ છે. બોડી ગાર્ડ, ફટા પોસ્ટર નિકલા હીરો, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, જઝબા, યે જવાની હૈ દીવાની, હોલિડે, તમિલ ફિલ્મ ‘થુપકી’ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોનું શૂટિંગ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર થયું છે.

પશ્ચિમ રેલવેના ગોરેગાંવ સ્ટેશન પર લોકલ ટ્રેનો તેમજ મેલ એક્સપ્રેસ ટ્રેન સાથે શૂટિંગ કરવાની સુવિધા છે. આ સ્ટેશનનું લાંબુ પ્લેટફોર્મ દ્રશ્યની જરૂરિયાત અને માંગ પ્રમાણે સેટ બનાવવા માટે ફાયદાકારક છે. આ સ્ટેશન રાત્રીના કલાકો દરમિયાન શૂટને પણ સક્ષમ કરે છે અને સમયની ઘણી રાહત આપે છે. જોગેશ્વરી યાર્ડ (AT) પણ ફિલ્મના શૂટિંગ માટે અનુકૂળ સ્થળ છે. આ સ્થાનની મુખ્ય યુએસપી મેલ/એક્સપ્રેસ ટ્રેનો સાથે ગુડ્સ ટ્રેન સાથે શૂટ કરવાની શક્યતા છે. WR પર અન્ય લોકપ્રિય સ્થાન ચર્ચગેટ સ્ટેશનની ઉપરની વહીવટી ઇમારત છે. એરલિફ્ટ, ગબ્બર ઈઝ બેક, ફેન્ટમ, લંચબોક્સ, ડી-ડે વગેરે ફિલ્મોનું શૂટિંગ અહીં થયું હતું. આ સ્થાન સરકારી ઑફિસના સેટ-અપનો તૈયાર સેટ પ્રદાન કરે છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોડક્શન હાઉસને કોઈપણ મુશ્કેલી વિના પરવાનગી આપવાની પહેલથી પશ્ચિમ રેલ્વેને ફિલ્મ શૂટમાંથી રેકોર્ડ કમાણી કરવામાં સક્ષમ બનાવવામાં આવી છે. શૂટિંગની પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેણે ફિલ્મ અને ટીવી કંપનીઓને પબ્લિક રિલેશન્સ મેન્યુઅલ મુજબ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી પરવાનગી મેળવવા માટે સક્ષમ બનાવ્યું છે.
આમ પશ્ચિમ રેલવે વિવિધ ફિલ્મ ઉદ્યોગો, ટેલિવિઝન સિરિયલો, જાહેરાતો અને OTT પ્લેટફોર્મ માટે પણ અત્યંત લોકપ્રિય મૂવી ડેસ્ટિનેશન છે.