Homeદેશ વિદેશપશ્ચિમ બંગાળ: સગીરા સાથે બળાત્કાર બાદ હત્યા, પોલીસ લાશને ઢસડીને લઇ જતી...

પશ્ચિમ બંગાળ: સગીરા સાથે બળાત્કાર બાદ હત્યા, પોલીસ લાશને ઢસડીને લઇ જતી જોવા મળી

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલિયાગંજમાં એક સગીર બાળકી પર કથિત રીતે બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી. જેને લઈને સ્થાનિક પ્રશાસનથી નારાજ લોકોએ વિરોધ શરૂ કર્યો હતો જે બાદ હિંસા ફાટી નીકળી છે. તનાવપૂર્ણ માહોલ વચ્ચે પોલીસકર્મીઓ સગીરાના મૃતદેહ ઢસડીને લઇ જતા જોવા મળે છે. જેની ચારે તરફથી નિંદા થઇ રહી છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કરી વિડીયો શેર કર્યો છે.

“>

આ ઘટના અંગે સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, સગીરા ગુરુવાર સાંજથી ગુમ હતી. સગીરા ગુરુવારે સાંજે ઘરેથી ટ્યુશન જવા નીકળી હતી. તેના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આખી રાત શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. બાદમાં શુક્રવારે સવારે સ્થાનિક લોકોએ તેનો મૃતદેહ નહેરમાં તરતો જોયો.
ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ સાથે સ્થાનિક લોકોએ મૃતદેહને રસ્તા પર રાખી વિરોધ શરૂ કર્યો હતો. પોલીસકર્મીઓ મૃતદેહનો કબજો લેવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થયું. સ્થાનિક લોકોએ રસ્તા પર ટાયરો સળગાવી વાહનવ્યવહારમાં રોકી દીધો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.
આ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારમાં વધારાના સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે.
ભાજપે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર સત્ય છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્ય બીજેપીના વડા અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદારે આજે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પોલીસ ઘટનાની તપાસ કરવામાં અસમર્થ હોવાનો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -