60 વર્ષીય વ્યક્તિએ બેવર્ષ સુધી પાળતું શ્વાન પર બળાત્કાર ગુજાર્યો
પ. બંગાળમાંથી એક શરમજનક ઘટના જાણવા મળી છે, જે વાંચીને આપણને સહેજે એવો સવાલ થાય કે આ તો માણસ છે કે હેવાન. પ. બંગાળના દક્ષિણ પરગણા જિલ્લામાં એક 60 વર્ષીય વ્યક્તિએ માનવતાની લગભગ તમામ હદો પાર કરી નાખી હતી અને લગભગ બે વર્ષ સુધી તેના પાલતુ શ્વાન પર બળાત્કાર કર્યો હતો. જ્યારે આજુબાજુના લોકોને આ વાતની જાણ થઇ ત્યારે ગુપ્ત રીતે આ ઘૃણાસ્પદ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી, જેના આધારે પોલીસે આરોપી રતિકાંત સરદારની ધરપકડ કરી હતી.
સરદારના પડોશીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે આરોપી લગભગ બે વર્ષથી તેના પાલતુ શ્વાન સાથે સેક્સ માણતો હતો. અમે તેને વારંવાર આવા કૃત્યથી દૂર રહેવા કહ્યું હતું, પણ તેણે અમારી વાત સાંભળવાની ના પાડી હતી. આરોપીએ દલીલ કરી હતી કે તે પ્રાણી સંરક્ષણ કાયદાથી અજાણ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને એની સામે એફઆઇઆર નોંધી છે. શ્વાનને વેટરનરી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જાતિય શોષણની પુષ્ટિ થઇ છે. હાલમાં આ શ્વાનને સોનારપુરના પ્રાણી સારવાર કેન્દ્રમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.