મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી પરિણિતી ચોપરા અને પ્રિયંકા ચોપરાની ફિલ્મોથી સૌકોઈ વાકેફ છે, જ્યારે બંને તાજેતરમાં સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે. તાજેતરમાં પરિણિતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધો બહાર આવ્યા પછી બંને લગ્ન પણ કરવાના અહેવાલ વચ્ચે શુક્રવારે બહેન પ્રિયંકા ચોપરા, દીકરી માલતી અને પતિ નિક જોનસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ અગાઉ પ્રિયંકા ચોપરાએ દીકરી માલતીના ફોટોગ્રાફ જાહેર કરીને લોકોને ખુશ કરી દીધા હતા. મુંબઈ પહોંચેલી પ્રિયંકાએ એ વાતનો કોઈ ફોડ પાડ્યો નથી. તે કોઈ વેબસીરિઝના પ્રમોશન માટે આવી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. આ અહેવાલને બાકાત રાખીને પણ કદાચ બહેન પરિણિતીના લગ્ન માટે મુંબઈ આવી હોવાની અટકળો કરવામાં આવી રહી છે.
એરપોર્ટ પર પહોંચેલી પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથે પોઝ આપ્યા હતા, જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ લાઈનિંગના ફ્રોકમાં મસ્તમજાના પોઝ આપ્યા હતા. પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર પિંક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે ખુલ્લા વાળની સાથે ચશ્મામાં જોવા મળી હતી. નિક જોનસ પણ બ્લુ જીન્સ અને બ્લુ હુડી સાથે ઓરેન્જ કેપમાં ચશ્મા સાથે કેઝુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. જોકે, તેમના ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેમને લોકોએ આવકાર્યા હતા અને એક યૂઝરે લખ્યું હતું કે ક્વીન ઈઝ બેક ઈન બે. બીજા એક યૂઝરે લખ્યું હતું કે શી પીક્સ હર ક્યુટી લાઈક એ ડોલ. લાખો લોકોએ રેડ હાર્ટના ઈમોજી મૂકીને લોકોએ તેને આવકારી હતી.
અહીં એ વાત જણાવી દઈએ કે તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ એક નિવેદન આપ્યું હતું. બોલીવૂડમાં તેને કોર્નર કરી હોવાથી તેને હોલીવૂડ જવાની નોબત આવી હોવાનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસા પછી લોકોએ તેને વખોડી પણ હોવાનું કહેવાય છે.
Mommy, Daddy and Malti Marie.❤️💫
Welcome to Mumbai, #Nickyanka and Malti Marie. #nickjonas #PriyankaChopraJonas #MaltiMarie pic.twitter.com/tEIk5G4zgO— Pinkvilla (@pinkvilla) March 31, 2023