Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧-૧-૨૦૨૩ થી તા. ૭-૧-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વક્રી ગતિએ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મિશ્ર ગતિએ ધનુ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મકર રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૧લીએ ચંદ્ર મેષ રાશિમાં રહે છે. તા. ૨જીએ વૃષભમાં પ્રવેશે છે. તા. ૫મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે. તા. ૭મીએ કર્ક રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સમગ્ર સપ્તાહમાં લે-વેંચના વેપારથી નાણાંલાભ મેળવશો. નોકરી માટે તા. ૪, ૬, ૭ શુભ જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. કાર્યક્ષેત્રે, પ્રતિષ્ઠા મેળવશો. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરી માટે આ સપ્તાહમાં અનુકૂળતા નિર્માણ થશે. જૂના હઠીલા મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. નાણાંની આવકની અનુકૂળતા જણાઈ આવશે. કુટુંબ માટે આ સપ્તાહમાં મહિલાઓની કિંમતી ચીજોની ખરીદીના પ્રયત્નો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં પરિવારજનોનો સહયોગ અધ્યયનની પ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારની દૈનિક સાપ્તાહિક વેપારની પ્રવૃત્તિઓ શુભ પુરવાર થશે. નોકરી માટે તા. ૧, ૨, ૬, ૭ ઉપયોગી પુરવાર થશે. ભાગીદારથી અનુકૂળતાઓ અનુભવશો. ઉઘરાણીના નાણાંઆવકની વસૂલીમાં સફળ રહેશોય પ્રવાસ દ્વારા મહિલાઓના કાર્યક્ષેત્રના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસમાં અનુકૂળ તકો પ્રાપ્ત થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. તા. ૧, ૨, ૪થી નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. કોર્ટ-કાયદાના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. જૂના નાણાંઉઘરાણીના પ્રયત્નોમાં સફળતા મેળવશો. નાણાંઆવકની વૃદ્ધિ થાય. ભાગીદારનો સહયોગ મેળવશો. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ તથા અનુભવ પૂર્ણપણે વેપારમાં ઉપયોગી પુરવાર થશે. નોકરી માટે અપેક્ષાનુસાર તકો પ્રાપ્ત થશે. સંતાન પરિવારના કામકાજમાં સામેલ થશે. રાજકીય જાહેર જીવનની પ્રવૃત્તિમાં યશ મેળવશો. નાણાઆવકની વૃદ્ધિ થાય. મિત્રો દ્વારા મહિલાઓના નિજી પ્રવૃત્તિના કામકાજ સફળતાથી સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત માર્ગદર્શન મેળવી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. કાર્યક્ષેત્રે જરૂરી સાધન સગવડતા, વેપાર વ્યવસાયના સાધનો મેળવી શકશો. નાણાંની ઉપલબ્ધિ સરળ બનતી જણાશે. મહિલાઓને સંતાનના અધ્યયનના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક વેપારના કામકાજમાં નાણાંલાભ મેળવી શકશો. તા. ૧, ૨, ૬, ૭ના કારોબારમાં સફળતા મેળવશો. નવા નાણાંઆવકના સાધનો મેળવશો. ભાઈ-બહેનો નાણાંવ્યવહાર સફળતાથી સંપન્ન થશે. મિત્રો સાથેના નાણાંવ્યવહારમાં આ સપ્તાહમાં સફળતા મેળવશો. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓનું શિક્ષણની પ્રવૃત્તિ માટે પ્રવાસ જણાય છે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ અને સંશોધનથી થતાં કામકાજ ઉપયોગી બની રહેશે. નોકરીમાં હરીફાઈના અનુભવમાં સફળતા મેળવશો. કુટુંબ માટેના સફળ નિર્ણયો લઈ શકશો. કુટુંબના કારોબારમાં જરૂરી નાણાંની આવશ્યકતા સંપન્ન થશે. મહિલાઓના કાર્યક્ષેત્રના નિર્ણયો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અપેક્ષિત તકો સરળ બનતી જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાંલાભ મેળવી શકશો. નોકરીના કામકાજમાં અપેક્ષાનુસાર પરિવર્તનો લાવનારું ગોચર ગ્રહફળ જણાય છે. તા. ૩, ૫, ૭ના કાર્યક્ષેત્રના નિર્ણયો ઉપયોગી બની રહેશે. મિલકતની ખરીદી શક્ય છે. મહિલાઓને વાહન પ્રાપ્તિના પ્રયત્નોમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસમાં નિયમિતતા જણાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને વાયદાના વેપારના કામકાજ પણ સફળ પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. સામાજિક રાજકીય પ્રવૃત્તિમાં સફળતા જણાય. મિત્રો દ્વારા કાર્યક્ષેત્રે મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવે. નાણાંની આવકની વૃદ્ધિ થાય. મહિલાઓને સહોદરોમાં મતભેદોનો ઉકેલ આવે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. પરિવારની કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થાય. સામાજિક રાજકીય પ્રવૃત્તિમાં યશસ્વીપણું અનુભવશો. મિત્રોમાં યશ મેળવશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના કાર્યો એકંદરે નિયમિતપણે જળવાઈ રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત નાણાંલાભ જૂનાં રોકાણમાંથી મેળવી શકશો. નવી નોકરીનો પ્રારંભ થાય. નવા નાણાંઆવકના સાધનો મેળવશો. તા. ૪, ૫, ૭ના કામકાજ અપેક્ષાનુસાર લાભદાયી પુરવાર થશે. મહિલાઓ કુટુંબ માટે કિંમતી ધરવખરીના સાધન મેળવી શકશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ સફળ પુરવાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -