પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૦-૧૧-૨૦૨૨ થી તા. ૨૬-૧૧-૨૦૨૨
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં વક્રીભ્રમણ કરે છે.શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે ક્ધયા રાશિમાં રહે છે. તા. ૨૧મીએ તુલા રાશિમાં, તા. ૨૩મીએ વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૨૫મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના સોદા માટે ગોચરફળ શુભ જણાતું નથી. નોકરી માટે તા. ૨૦, ૨૧ શુભ જણાય છે. ભાગીદારના મતભેદોનો ઉકેલ આવશે. અગાઉના બાકી રહેલા કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. નાણાંની સવલતો પ્રાપ્ત કરશો. મહિલાઓના નોકરીના કામકાજ યશસ્વી પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભની તક પ્રાપ્ત થશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયના રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે તા. ૨૧, ૨૨, ૨૩ નિર્ણયાત્મક જણાય છે. નવી ભાગીદારી, વ્યવસાયના નવા સાથીદારો પ્રાપ્ત કરશો. કુટુંબના કારોબારમાં યશસ્વી નિર્ણય લેવા માટે નિમિત્ત બનશો. મહિલાઓના નોકરી તથા નિજી પ્રવૃત્તિના કામકાજ યશસ્વી પુરવાર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસનાં સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. જૂની ભાગીદારીના મતભેદનો ઉકેલ આવશે. વ્યવસાયનાં અપેક્ષિત સાધનો મેળવી શકશો. નાણાંની આવકની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને પરિવારજનોનો સહયોગ પ્રાસંગિક જવાબદારીમાં સરળતાથી પ્રાપ્ત થતો જણાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે યશસ્વી બની રહેશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં રોકાણ અને વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં તા. ૨૦, ૨૧, ૨૬ સકારાત્મક શુભ જણાય છે. જીવનસાથીનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત કરશો. તા. ૨૦, ૨૧, ૨૫, ૨૬ કાર્યક્ષેત્રે યશસ્વી બની રહેશે. અર્થવ્યવસ્થા સફળ બની રહેશે. મહત્ત્વના નિર્ણયો મહિલાઓને સરળ બનતા જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષામુજબ નવા રોકાણ સ્વતંત્રપણે થઈ શકશે. નોકરી માટે નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકશો. કુટુંબીજનોનો સહયોગ કારોબારમાં અપેક્ષાનુસાર પ્રાપ્ત કરશો. વડીલોનો નાણાકીય સહયોગ પણ મેળવી શકશો. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે ગોચરફળ શુભ જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસના નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરી માટે તા. ૨૩, ૨૪, ૨૫ શુભ ફળદાયી જણાય છે. તા. ૨૦, ૨૧, ૨૬ના કારોબારના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થાય. કાર્યક્ષેત્રે મિત્રોનો સહયોગ જળવાઈ રહેશે. મહિલાઓને ભાઈ-બહેનો સાથેના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓ ઉપયોગી પુરવાર થશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના મહત્ત્વના ફેરફારોનો અમલ પણ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૨૨, ૨૪, ૨૫ શુભ જણાય છે. નવા નાણાઆવકનાં સાધનો પ્રાપ્ત કરશો. વિદેશ વેપારના નિર્ણયો સફળ બની રહેશે. મહિલાઓનો સપરિવાર તીર્થપ્રવાસ શક્ય છે. કુટુંબીજનો દ્વારા વિદ્યાર્થીઓને અધ્યયનની મૂંઝવણમાં સરળતા, માર્ગદર્શન પ્રાપ્ત થશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના નવા નાણારોકાણના કામકાજનો અમલ થઈ શકશે. નોકરીમાં તા. ૨૦, ૨૧, ૨૪, ૨૬ નિર્ણયાત્મક પુરવાર થશે. વ્યવસાયના મિત્ર સાથેનો નાણાવ્યવહાર સફળ સંપન્ન થાય. જૂની ઉઘરાણીની આવકની વસૂલી સફળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસનાં સાધનો સરળતાથી પ્રાપ્ત થતા જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેની અપેક્ષિત તકનો અમલ થઈ શકશે. નોકરી માટે સ્વતંત્રપણે નિર્ણયો લેવા માટે સપ્તાહના ગોચરફળ શુભ જણાય છે. નાણાબચતના નિર્ણયનો અમલ થાય. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થાય. મિલકતના નિર્ણયો લઈ શકશો. પ્રવાસ દ્વારા મહિલાઓના કારોબારના કામકાજ સરળતાથી સંપન્ન થશે. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિમાં સરળતા અને સફળતા પ્રાપ્ત થશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં માટે દૈનિક વેપાર અને સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવી શકશો. તા. ૨૨, ૨૪, ૨૫ શુભ ફળદાયી જણાય છે. કુટુંબના કારોબારમાં સકારાત્મક નિર્ણયો લઈ શકશો. વડીલોનો નાણાકીય સહયોગ પ્રાપ્ત કરશો. મહિલાઓને નોકરીના કામકાજમાં યશ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો શુભ પુરવાર થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયના રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. રાજકારણ, જાહેર જીવનના કામકાજના નિર્ણયો સરળતાથી લઈ શકશો. કારોબારની નાણાઆવક જળવાઈ રહે. મહિલાઓના સ્વતંત્ર કામકાજનો પ્રારંભ સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષકની મદદ નબળા વિષયમાં પ્રાપ્ત થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો ગોચરગ્રહો દર્શાવે છે. નોકરી માટે તા. ૨૦, ૨૧, ૨૫, ૨૬ શુભ પુરવાર થશે. નવા નાણાઆવકનાં સાધનો મેળવશો. અકારણ નાણાખર્ચ ટાળી શકશો. મહિલાઓને કુટુંબના સદસ્યોથી નિજી પ્રવૃત્તિઓમાં સફળ તકો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ પુરવાર થશે.