પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૫-૨-૨૦૨૩ થી તા. ૧૧-૨-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ ધનુમાંથી તા. ૭મીએ મકર રાશિમાં પ્રવેશે છે. ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કર્ક રાશિમાં તા. ૬ઠ્ઠીએ સિંહ રાશિમાં, તા. ૯મીએ ક્ધયા રાશિમાં, તા. ૧૧મીએ તુલા રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજમાં પ્રગતિ થશે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૭, ૮, ૧૦, ૧૧ કાર્યક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે. નવા નાણાંના ઉપલબ્ધિનાં સાધનો નિર્માણ થાય. ભાગીદાર, વ્યવસાયના મિત્રથી લાભ થાય. મહિલાઓના નોકરીના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાય. વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ પ્રવાસ દ્વારા પૂર્ણ થાય.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણના કામકાજનો નિર્ણય અમલી બનશે. નોકરીમાં સ્થાનપરિવર્તન શક્ય છે. તા. ૫, ૯, ૧૦, ૧૧ના નિર્ણયો કાર્યક્ષેત્રે શુભ પુરવાર થાય. નાણાંના આવકનાં સાધનો વધુ સક્ષમ પુરવાર થાય. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણના વેચાણ દ્વારા નાણાં મેળવી શકશો. નોકરીમાં વ્યક્તિગત મહત્તા વધે, યશ પ્રાપ્ત થાય. તા. ૯, ૧૦, ૧૧મીના કાર્યક્ષેત્રના પ્રસંગો શુભ પુરવાર થશે. કારોબારની મંત્રણા, વાટાઘાટ સફળ રહેશે. મહિલાઓને નાણાવ્યવસ્થા જાળવવામાં તથા કિંમતી ચીજોની ખરીદીમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના નિર્ણયોનો અમલ સરળ બનતો જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું વાયદાના વેપારનું, રોકાણનું કામકાજ ગ્રહગોચર પ્રમાણે શુભ જણાય છે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થાય. કાર્યક્ષેત્રે નવા મિત્રો, વ્યવસાયનાં સાધનોનો ઉમેરો થાય. નાણાવ્યવસાય વધુ સબળ બનશે. મહિલાઓના પતિ સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપન્ન કરવા માટે સરળતા જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સાહસિકતાથી રોકાણના નિર્ણયો લઈ શકશો. નોકરીના મિત્રોમાં યશ મેળવશો. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૭, ૯, ૧૦ના કામકાજ એકંદરે સાનુકૂળ બનતા જણાશે. નાણાઆવકનાં નવાં સાધનો નિર્માણ થાય. મહિલાઓને સંતાનની શૈક્ષણિક જવાબદારી પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે ગોચરફળ શુભ જણાય છે. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થાય. તા. ૭, ૯, ૧૦, ૧૧ના વાણિજય વેપારના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. મહિલાઓને પતિનો સહયોગ કારોબારમાં પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીના જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરી શકશો. મિલકતના નિર્ણયો સરળતાથી લઈ શકશો. કારોબારમાં પુરુષાર્થ, પરિશ્રમના શુભ પરિણામો મેળવશો. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. મહિલાઓને વાહન, કિંમતી સગવડતાનાં સાધનો પ્રાપ્ત થતાં જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં સફળ રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનું રોકાણ નાણાપ્રાપ્તિ માટે શુભ પુરવાર થશે. નોકરીના હિતચિંતકોની મદદ પ્રાપ્ત થશે. સહોદરો સાથેનો નાણાવ્યવહાર સંપન્ન થાય. પરિવારના સદસ્યોની આર્થિક પ્રગતિ જણાય. મહિલાઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજમાં પરિવર્તનો લાવી શકશો. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય છે. તા. ૫, ૭, ૯, ૧૦ના રોજ નવા કામકાજના નિર્ણયોનો અમલ થઈ શકશે. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ પુરવાર થાય. મહિલાઓને મિત્રો દ્વારા નિજી પ્રવૃત્તિમાં અનુકૂળતાઓ નિર્માણ થતી જણાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટેનાં સાધનો પ્રાપ્ત થતાં જણાય.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના અનુકૂળ ગોચરગ્રહો જણાય છે. નોકરીના કામકાજ અર્થે લાંબા અંતરનો પ્રવાસ છે. રાજકારણ, સામાજિક પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. નવા નાણાં ઉપાર્જનનાં સાધનો મેળવશો. સહોદરો સાથેનો પરિવારનો કારોબાર સફળતાથી સંપન્ન થતો જણાય. મહિલાઓને પરિવારજનો સાથેનો જૂનો વિવાદ ઉકેલાશે. વિદ્યાર્થીઓનો અધ્યયનમાં આત્મવિશ્ર્વાસ દઢ બનશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારની દૈનિક સાપ્તાહિક વેપારની પ્રવૃત્તિઓ એકંદરે સફળ પુરવાર થશે. નોકરીમાં ઉપરી અધિકારીની મદદ મેળવશો. કળા,સાહિત્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેશો. વેપાર, નિજી પ્રવૃત્તિઓની આવકમાં વૃદ્ધિ થાય. મહિલાઓને કુટુંબીજનો સાથેના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે નવીન તકો પ્રાપ્ત થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષામુજબ નાણાંનું રોકાણ શક્ય જણાય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૭, ૯, ૧૦, ૧૧ કારોબારમાં યશસ્વી પુરવાર થશે. નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પરિવાર માટે અપેક્ષિત સાધન સગવડતાનાં સાધનો મેળવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિમાં મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે.