પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૫-૧-૨૦૨૩ થી તા. ૨૧-૧-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં તા. ૧૭મીએ પ્રવેશે છે. રાહુ મેષ રાશિમાં છે. ચંદ્ર પ્રારંભે તુલામાં રહે છે. તા. ૧૭મીએ વૃશ્ર્ચિકમાં, તા. ૧૯મીએ ધનુમાં આવી તા. ૨૧મીએ મકર રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના, દૈનિક સાપ્તાહિક વેપારમાં લાભ મેળવશો. નોકરીનાં સ્થળની બદલી શક્ય જણાય. નાણાખર્ચ વિશે કરકસર દાખવી શકશો. કારોબારની નાણાઆવક જળવાશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભની તક પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ પરિવારની જવાબદારી છતાંય નવીન અભ્યાસ માટેની તક અનુસરી શકશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકને અનુસરી શકશો. નોકરી અર્થે પ્રવાસ સફળ પુરવાર થશે. ભાગીદારોમાં વિવાદો દૂર થશે. વેપાર તથા નોકરીની પ્રવૃત્તિઓમાં પ્રગતિ અનુભવશો. જૂનાં ઉઘરાણીના નાણાં મેળવશો. મહિલાઓને કુટુંબના સભ્યોનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાંં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. ભાગીદાર દ્વારા કારોબારના નાણાંની મૂંઝવણનો ઉકેલ આવશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થાય, પ્રગતિ થાય. કુટુંબમાં યશ અનુભવશો. મહિલાઓને આ સપ્તાહમાં પરિવારના સભ્યો સાથે વ્યવહારનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસની સફળતા જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેની અનુકૂળ અપેક્ષિત તક મેળવશો. નોકરીમાં મળનારા લાભ પ્રત્યક્ષ અનુભવી શકશો. કારોબારના જૂના કાયદા-કાનૂની પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. કારોબારના મિત્રોની વૃદ્ધિ થશે. લાંબા અંતરનો પ્રવાસ સફળ થશે. મહિલાઓને કુટુંબના જવાબદારીના કામમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓનો સહયોગ નબળા વિષયમાં અનુકૂળ બનતો જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, અપેક્ષિત જ્ઞાન, માહિતી મેળવી શકશો. નોકરીના સહકાર્યકરો સાથેનો વિવાદ દૂર થશે. સંતાન પરિવારના કારોબારમાં ઉપયોગી થશે. પરિવારના સભ્યોની પ્રગતિ થાય. અર્થવ્યવસ્થા માટેનું ગોચરફળ શુભ છે. મહિલાઓને પરિવાર માટે કિંમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે સાનુકૂળ તકો જણાય છે. નોકરી માટે આ સપ્તાહમાં નવીન તકો અપેક્ષાનુસાર મેળવશો. ભાગીદારના સંબંધોમાં પરિવર્તનો શક્ય છે તથા કારોબારના મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. કિંમતી ચીજોના વેપારમાં સફળતા સ્પષ્ટ થશે. નાણાવ્યવહાર સફળ બનશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ પુરવાર થશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરીમાં સ્થાનબદલી શક્ય છે. જૂના ભાગીદાર સાથેના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. વારસાગત મિલકત, નાણાંના નિર્ણયો ઈત્યાદિ આ સપ્તાહમાં અનુકૂળ બની રહેશે. મહિલાઓ કિંમતી ચીજો, સગવડતાનાં સાધનો, વાહન ઈત્યાદિ આ સપ્તાહમાં પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થીઓ નિત્ય વાંચન, અભ્યાસ, શૈક્ષણિક પ્રવૃત્તિમાં એકાગ્રતા દાખવી શકશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરીના છૂપા હરીફો સામે વિજય સફળતા મેળવશો. આ સપ્તાહમાં જૂના ઉઘરાણીના નાણાંની વસૂલી માટે અનુકૂળતાઓ અનુભવશો. પરિવારના સભ્યો સાથેના કારોબારમાં પ્રગતિ જણાશે. મહિલાઓને રાજકારણ, સામાજિક પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધુ દઢ બનશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના સફળ નિર્ણયો તથા રોકાણ માટે અનુકૂળતા અનુભવશો. નોકરી માટે આ સપ્તાહના ગોચરગ્રહફળ શુભ જણાય છે. સહકાર્યકરો નોકરીમાં ઉપયોગી થશે. વેપારના નાણાઆવકનાં સાધનોનો વિકાસ થાય. નવા નાણાં આવકનાં સાધનો પ્રાપ્ત કરશો. નોકરી માટે આ સપ્તાહના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીના કામકાજ અર્થે લાંબા અંતરનો પ્રવાસ શક્ય જણાય છે. મિલકતના નિર્ણયો જન્મકુંડળીના આધારે લેવા જરૂરી છે. સહોદરો સાથેના નાણાવ્યવહાર સફળ થશે. પરિવાર માટે કિંમતી ચીજવસ્તુની ખરીદી મહિલાઓને સફળ બનતી જણાશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસના આયોજનો સફળ પુરવાર થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબના દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ નાણાલાભ અપાવશે. રાજકીય સામાજિક પ્રવૃત્તિમાં સફળતા મેળવશો. નાણાબચત, નાણાંનું આયોજન, નાણાલેવડદેવડના કામકાજ, જૂનાં હિસાબકિતાબની પરિપૂર્ણતા ઈત્યાદિ સફળ જણાય છે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોમાં અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થાય.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નાણારોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરીમાં સ્થાન પરિવર્તન છે. કારોબારના વિકાસ, વૃદ્ધિ માટે આયોજનો મંત્રણાઓ સફળ થશે. જૂના ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય છે. મિત્રોમાં યશસ્વીપણું અનુભવશો. મહિલાઓને પડોશ સંબંધોનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓ અધ્યયનમાં એકાગ્રતા દાખવી શકશે.