ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
આ વાંચતી દરેક સ્ત્રી શક્તિને કોટી કોટી નમન અને બધાના જીવનમાં સફળતાના ઇન્દ્રધનુષી રંગ, ઉમેરાય એવી દિલથી શુભેચ્છાઓ.
દુગ્ગી પે દુગ્ગી હો,
યા સત્તે પે સત્તા.
ગૌર સે દેખા જાયે,
તો બસ હે પત્તે પે પત્તા.
કોઈ ફરક નહીં અલબત્તા.
આજે આ ગીત જેવું જ કંઈક છે.
સામ્ય જુઓ તો વુમન્સ ડે, હોળી, ધુળેટી. સ્ત્રીની શક્તિ અને સ્ત્રીઓની કુરબાનીની કહાની અત્યારે વાયરામાં છે. સર્જનથી સમાપ્તિ સુધી સ્ત્રી અવિરત પણે કર્મશીલ રહે છે.
(પુરુષો પણ. હું સામાન ઉપાડવા સિવાય બધામાં જેન્ડર ઇકાવાલિટીમાં માનું છું). પણ આ રંગોત્સવ ખાસમ ખાસ વુમન પાવર માટે. સ્ત્રી શક્તિ પ્રાધાન્ય ઓકે… હાહાહા.
કહે છે ને! દરેક નારીમાં એક માતા હોય છે. માતા એટલે પ્રકૃતિ એનો સર્જનાત્મક રંગ એટલે નર અને માદા. કુરબાની, વીરતા, કરુણા, પ્રેમ, જેવા કેટલાય રંગ રમી રહેલી સ્ત્રી શક્તિ આજે ઉજવાઇ રહી છે. એક સુંદર મજાનો ‘શક્તિ સંગમ’ કહી શકાય. ‘સ્ત્રી દિવસ’ જીવનના કેટલા રંગો, કેટલા પડાવ અને કેટ કેટલી સદીઓ પાર કરી, સ્ત્રી નામક શક્તિ અત્યારે આધુનિક યુગમાં આ શરીર, કાયા, સામાજિક પરિસ્થિતિ કે આજનો સમય જોઈ રહી છે. મારી મમ્મી કહે છે કે કુદરતનાં અમી છાંટણા છીએ આપણે. પ્રકૃતિનો શણગાર છે સ્ત્રી. અસુરોનો સંહાર છે સ્ત્રી. આમતો શીતલ ધાર છે સ્ત્રી, ભડકે તો અગ્નિ અપાર છે સ્ત્રી.
આપણે પૃથ્વી પર અત્યારે હોળી, ધુળેટી અને વુમન્સ ડે, સેલિબ્રેશન એકસાથે માણી રહ્યા છીએ. જેમ ક્રાંતિકારીઓની કુરબાની થકી એમના ભોગ થકી આપણને ફ્રીડમ મળી કે સ્વતંત્ર દેશ મળ્યો. એ જ રીતે કેટલી બધી વિરાંગણાઓ, માયાળુ માતાઓ, કેટલી બધી કરુણામય હૃદયની નારીઓ. એટલેકે સ્ત્રી શક્તિએ કેટલી સદીઓ પાર કરી હશે. ત્યારે આજે આપણે આધુનિક યુગ અને ફ્રીડમ અન્જોય કરી રહ્યા છીએ. ઇક્વાલિટી સાથે લગભગ બધું માણી રહ્યા છીએ. વી આર એન્જોઈંગ ધેટ. લેટ્સ નોટ ડિનાય ધેટ.
આજે જ્યારે સ્ત્રી દિવસ એટલેકે ‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’ ઉજવાઇ રહ્યો છે. તો ચાલો આપણે એના વિશે થોડી યાદો તાજા કરીએ. બહુ જ આસાનીથી લોકો કહેતા હોય છે કે હવે બહુ થયું આ વુમન એમ્પાવરમેન્ટ એન્ડ ઓલ.(હું પણ ઘણીવાર એવું કહું છું કે વી આર ઇકવલ) પણ આપણી પાછળ રહી ગયેલી ઘણી બધી એવી સ્ત્રીઓ, હજુ પણ પીડાઈ રહી છે. સરખી રીતે જીવી નથી શકતી. તેઓને જે ઉપાધિઓ આવે છે. ગરીબીની સ્થિતિમાં જીવતા ૧.૩ અબજ લોકોમાંથી ૭૦% મહિલાઓ છે. સૌથી ગરીબ પરિવારોમાં ૪૦% મહિલાઓ ઘર ચલાવે છે. વિશ્ર્વમાં ખાદ્ય ઉત્પાદનમાં એગ્રિકલ્ચરમાં મહિલાઓનો હિસ્સો ૫૦થી ૮૦% છે, પરંતુ તેઓ પાસે વિશ્ર્વની ૧૦% કરતા પણ ઓછી જમીન છે. (આપણે સ્ત્રી અને ધરતીને એક માનીએ છીએ માટે આ વાત.) આવા મુદ્દા સામે જે મહેનત થઇ રહી છે. તેને બિરદાવવા માટે ‘સ્ત્રી દિવસ’. સારા વિચાર કરવા, સ્ત્રીઓને માન આપવું એટલે કુદરતને માન આપવું. તેમના રાષ્ટ્રીય, ભાષાકીય, સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય, ભેદભાવ વિના પ્રગતિ માટે તેમને ુબિરદાવવી, એતો સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત છે.
૮ માર્ચ, ૧૯૭૫ના રોજ, ઈન્ટરનેશનલ વિમેન્સ યરની ઉજવણી કરવાનું શરૂ કર્યું. ૨૦૨૩ માં આપણે સમગ્ર વિશ્ર્વમાં સામાજિક, આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે મહિલા સશક્તિકરણ એ દરેક કેન્દ્રનો એક કેન્દ્રિય મુદ્દો છે. આ હાહાહા.
દરેક વસ્તુ આજકાલ થીમ બેઝ ચાલે છે. તો આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૩ની થીમ છે ડિજીટલ, ટેકનોલોજી, લિંગ સમાનતા, જેન્ડર ઇક્વાલિટી વિષયે શું પ્રગતિ થાય છે. એતો સમય રહેતે ખબર પડશે. અંગ્રેજીમાં કહે છે “લાઇફ ડઝન્ટ કમ વિથ એ મેન્યુઅલ, ઇટ કમ્ઝ વિથ એ મધર. જીવન (મેન્યુઅલ) સાથે નથી આવતું, મધર (માતા) સાથે આવે છે. વાહ વાહ વાહ.
એવામાં હોળીના દિવસે હોળિકા દહન પણ ઠારવામાં આવે છે. એક સ્ત્રીએ અતિ અહમમાં પોતે પામેલા વરદાનનો (આધુનિક યુગમાં પાવરનો) દૂર ઉપયોગ કર્યો. તો એ પાવર એને કામ ના આવ્યો. અને જે એનું શસ્ત્ર હતું કે, તેમને અગ્નિ બાળી ન શકે. તેની તેઓ પોતે આહુતિ બની ગયાં. ગયાં હતાં બાળવા ને પોતે બળી ગયાં. કેવો જોગાનુજોગ છે મિત્રો, કુદરત આપણને ૨૦૨૩માં એકજ દિવસે બે પરિણામના પાઠ યાદ અપાવે છે. વિશ્ર્વ રચઇતા, કુદરત અને કુદરતી શક્તિઓ સાથે પંગા ન લેશો. એને નમી જજો. સરઅંડર થઈ જજો. મારા એક સર હંમેશાં કહે ‘ધેર ઇઝ નો બીગર પાવર ધેન પાવર ઓફ ધ યુનિવર્સ’ અને યુનિવર્સલ પાવર એટલે… સ્ત્રી શક્તિ.
જેમ આપણે જોઇએ છીએ કે રોબિનહુડ હોય કે રોનાલ્ડો. પિતા, ભાઇ, પતિ હોય કે પુત્ર. હાથ જોડીને આપણાં ઘરની મહારાણીઓ સામે નમી જઇએ છીએ ને. સિંપલ છે. અને મિત્રો જગ નમાવતી જાદુઇ સ્ત્રી શક્તિઓ જ્યારે કૃષ્ણ રંગે રંગાય. હોળીના, કુરબાનીના, ને પછી ધુળેટીએ જીવનના નવરંગને રમતી હોય. તેના માટે કવિ કહી ગયા છે. એ આપણે પણ આજે કહીએ!!! ચાલો તાલ આપો અને ગાજો મારી સાથે…
અટક અટક ઝટપટ પનઘટ પર,
ચટક મટક એક નાર નવેલી.
ગોરી ગીરી ગ્વાલનકી છોરી ચલી
ચોરી ચોરી મુખ મોરી મોરી
મુસકાયે અલબેલી. કંકરી ગલે મે મારી કંકરી ક્ધહૈયાને પકરી બાહ ઔર કી અટખેલી. ભરી પિચકારી મારી સરરરરરરર. ભોલી પનિહારી બોલી
અરરરરરરરરર.
ધુળેટી પર્વમાં જીવંતતા લાવતા નવરંગનું જીવનમાં શું મહત્ત્વ અને સદુપયોગ છે તે જાણીએ. જેથી આવતી કાલે ચઢેલા રંગ ધોઇ નાખતા પહેલા સમજીને જીવનમાં રંગી લઈએ. એની ઊર્જા આપણને મદદરૂપ થાય. અને દાદી એ કહેલી ધુળેટી વિશે બીજી વાત પણ ખબર છે ને? કે ધુળેટી રંગોનો તહેવાર કેમ પડ્યો?
કૃષ્ણ ભગવાનની દંતકથા પર આધારિત છે,
પુતનાજીએ દૂધમાં ઝેર પીવડાવ્યું હોવાને કારણે તેમના વાદળી રંગ વિશે આત્મ-સભાન હતા. તેઓ કોન્શિયસ હતા. તે માનતા હતા કે રાધા અને અન્ય ગોપીઓ મશ્કરી કરશે. તો એમણે પોતાની સાથે આખા ગોકુળને રંગોમાં રંગી નાખ્યું. અને આતો કૃષ્ણ, એમની લીલા અપરંપાર. હવે આખું વિશ્ર્વ ભક્તિના, મસ્તિના, ભાઇચારાના, ક્ષમાના રેગે રંગે રંગાઇ રહ્યું છે. હેંને!!
પ્રાચીન કાળમાં આવા કેમિકલ વાળા અને આર્ટિફિશિયલ રંગોની ખોજ નહોતી થઈ, પરંતુ તેઓ કુદરતી રંગોનો ઉપયોગ કરતાં. હળદર, બીટરૂટ, સિંદૂર, અબીલ ગુલાલ, જેવા કુદરતી રંગો બનાવી કેસુડાના ફૂલથી હોળી ઉજવતાં. માનવ સંસ્કૃતિમાં આ કુદરતી રંગો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધુળેટીને દિવસે ખાસ તમે જોજો કોઇકને કોઇક સાથે પ્રેમ હશે તો તેઓ લાલ રંગે એ વ્યક્તિને રંગવા માટે તલ પાપડ થતા હોય. ગુસ્સો ઉતારવો હોયતો યંગ છોકરાઓ હીરાકણીં જેવા જોરદાર રંગ લગાડે. કોઇ માટી ને પાણીથી બનાવેલ હોલી મેડ કીચડમાં ફેંકે એક બીજાને.
બાળકોની પિચકારી શોપિંગ ઉપર તો આખી અલગ જ વાતાવરણ બને જેની વાત ભવિષ્યમાં કરશું. અત્યારે સંગે ગુલાલ હોગા સોચો ક્યા હાલ હોગા. નાચેંગે પ્રેમ રોગી ધન ધનાધન ધન. આપણે પ્રેમ રંગથી શરૂઆત કરીએ.
લાલ રંગ- ઉત્તેજના, પ્રેમનો, પ્રજનનનો રંગ, રોમાન્સનો રંગ ગણાય છે. શુભ ગણાય છે.
પીળો રંગ- જ્ઞાન, શિક્ષણ, સુખ, ધ્યાન, આશા, આનંદનુ પ્રતીક છે
વાદળી રંગ- કૃષ્ણનો રંગ, આકાશ અને મહાસાગરોનો રંગ.
કહે છેને કે લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા ભેળ સેળથી થાય.
લીલો રંગ- પ્રકૃતિનો રંગ, વસંતની નવી શરૂઆતનું પ્રતીક. તાજગી, પ્રકૃતિ.
ગુલાબી રંગ- કરુણાનો રંગ, મોસમનો રંગ.
જાંબલી રંગ- મોહક, જાદુ અને રહસ્યનું પ્રતીક.
નારંગી રંગ: હૂંફ, દયા, અને ભગવતીનો ભક્તિનો રંગ.
સફેદ રંગ- ત્યાગ. સત્ય, ઉદાસીનતા, શાંતી પ્રતીક.
કાળો રંગ- ઉમદા, રહસ્યમય, ઠંડો. રાત્રીનું પ્રતીક.
આમ કુદરતી રીતે આપણાં જેવા સામાન્ય દ્રષ્ટિએ જોઇ શકનાર માટે દેખીતા રંગોનો જીવન સાથે સંબંધ છે. બાકી જો કુદરતના રંગે રંગાઇ જઇએ તોતો અસંખ્ય રહસ્યોની સફર થઈ શકે પણ એના માટે આપણે આ પવિત્ર રંગો સમા થવું પડે. અશક્ય નથી. ભક્તિમાં અપાર શક્તિ છે.
ન્યુ જનરેશન હવે સમજવાની કોશિશ કરી રહી છે. વેદ પુરાણ યોગ વિજ્ઞાન અને વિશ્ર્વને સમજવા સંશોધનો ચાલુ જ છે. ત્યાં સુધી આપણે ભારતમાં કયા કયા ઠેકાણે મોટા પાયે રંગોત્સવ મનાવાય છે. તેની પર નજર કરીએ. આમતો ઘર આંગણું, ગલ્લી, વિસ્તાર, શહેર રાજ્ય બધે લોકો તન મન ધનથી આ તહેવાર મનાવશે. રંગે રમશે ઝુમશે મજા કરશે. અને ક્યાં શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી હશે. પણ જેમને ઓછો ખ્યાલ હોય તેઓને મસ્ત રંગે રંગીએ. અનેકતામાં એકતા ભરનાર ઉત્સવ રંગોત્સવ. બાલ ગોપાલથી શરૂ થતા પ્રેમોત્સવની સફર માણીએ.
ચાલો ‘વૃંદાવન’ ફરી આવીએ.
અહીંની હોળીને આ અનુભવને એક શબ્દમાં કહીએ તો અવાસ્તવિક. વૃંદાવન ભારતની શ્રેષ્ઠ હોળીનું ઉદાહરણ છે. ભગવાન કૃષ્ણએ દેવી રાધાના ચહેરાને રંગથી રંગ્યા તે સમયની વાત છે. અહીં ખાસ બે પ્રકારની હોળી જોવાય છે. એક- પરંપરાગત હોળી, રંગો અને પાણીથી રમાય છે. બીજી-ફૂલો કી હોળી જેમાં બાંકે બિહારી મંદિરના પૂજારીઓ ભક્તો પર ફૂલોની પાંખડીઓ ફેંકે છે. ‘ફુલ ગેંદવા ના મારો ના મારો’. ગીત પણ છેને ખૂબ જૂનું. (ઘરમાં વડીલોને ખબર હશે.) બીજું હવે સમાનતાના સમય કાળમાં એક પ્રગતિશીલ વાત એ છે કે હવે આ હોળીની ઉજવણી ખાસ ‘વિડો’ માટે પણ છે. એટલે કે શહેરમાં વિધવાઓની હોળી પણ જોવા મળે છે.(સમય બદલાયો છે, મિત્રો). બોલો બાંકે બિહારી કૃષ્ણ ક્ધહૈયા લાલ કી જય.
મથુરા- એનું પણ કવિ લખી ગયા છે
‘મથુરામાં ખેલ ખેલી આવ્યાં, ઓ કાન્હા ક્યાં રમી આવ્યા’. હાહાહા. હોળી ઉજવવાનું બીજું શ્રેષ્ઠ સ્થળ ૧૦૦% મથુરા. યુપીના બ્રજમાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે. તેથી ત્યાં ઉત્સવની ભવ્ય ઉજવણી જોવા મળે છે. વહેલી સવારે ભજન અને મંત્રોચ્ચાર સાથે થાય છે. અને દ્વારકાધીશ મંદિરમાં લોકો ગુલાલથી રમે. શોભા યાત્રાઓ થાય. શ્રી કૃષ્ણ રાધા ગોપીઓ ગોવાળિયા બધા રૂપમમાં બધા મયૂર પંખી રંગો સાથે મંદિરમાં, પંડાલોમાં નૃત્ય કરતા હોય છે. હોળી દરમિયાન મથુરામાં રાસ-લીલાઓ પણ જોવા મળે છે, જે તમને અજોડ સ્મૃતિઓનો અનુભવ જીવે છે.
બરસાના
એક અનોખી હોળીની ઉજવણી. જે કદાચ તમને આશ્ર્ચર્યચક્તિ કરી દેશે. બરસાના, યુપીમાં, પરંપરા છે કે તહેવારની ઉજવણી કરવા માટે મહિલાઓ પુરુષોને લાકડીઓથી મારતી હોય છે.(વેલણથી મારતાતો મેં પણ જોયા છે.) દંતકથા એવી છે કે ભગવાન કૃષ્ણ,( નંદગામના) રાધા અને તેના મિત્રો પર રંગ લગાવવા માગતા હતા. અને તેમની પાછળ પાછળ (બરસાના) ગયા, પરંતુ કૃષ્ણ અને ગોવાળિયાઓ પ્રવેશ્યા કે તરત જ રાધા અને તેના મિત્રોએ તેમને લાકડીઓથી માર્યા અને તેમને બહાર કાઢી મૂક્યા હતા. પરંપરા હજુ પણ ચાલુ છે. જ્યાં નંદગાંવના પુરુષોને બરસાનાના જમાઈ માનવામાં આવે છે અને તેમને લાકડીઓથી મારવામાં પણ આવે છે. હાસ્યનો હુલ્લડ છેને. શાંતિનિકેતન પશ્ર્ચિમ બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત કરવામા આવી હતી. તેઓ કેવી રીતે હોળી ઉજવે છે!! સર ટાગોરે પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવા અને બંગાળી સમુદાયને એક સાથે લાવવા માટે બસંત ઉત્સવની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડાં પહેરે, સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરે. હોળીની ઉજવણી દરેક પ્રદેશમાં અલગ હોઈ શકે છે, પરંતુ ભાવના એક જ રહે છે. માફી, મીઠાઇને મિત્રતાના જીવંત રંગો. બરાબરને વાચકમિત્રો?? હાહાહા! હવે પહોંચીએ,
વારાણસી- ભારતના સૌથી જૂના શહેરોમાંનું એક, ગંગા નદીના કિનારે આવેલી પવિત્ર વસાહત. વિશ્ર્વભરના લોકો અહીં આવે છે. ગંગા ઘાટ પર રંગો સાથે રમે છે. પણ અહીં હોળીની વિશેષતા એ છે મિત્રો કે અહીંયા લોકો સ્મશાનની ચિતાની ‘રાખ’ સાથે હોળી ઉજવે છે. વૈરાગ્ય જેને કહેવાય. આપણાં બધાનો અંતિમ રંગ રાખ, ભસ્મ, ભભૂતિ. જે મૃતકોનું સન્માન કરવા માટે રમવામાં આવે છે. કહે છે ‘મોક્ષ’ મેળવવામાં મદદ કરે છે. અવાસ્તવિક અનુભવોમાંનો એક, કહે છે કે કાચા પોચા લોકો આ હોળી ન રમી શકે. જય શ્રી કૃષ્ણ.
પુષ્કર કહેવાય છે કે અહીં બ્રહ્માજીનું મંદિર છે. ભારતમાં હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે તેનું સાચું ઉદાહરણ પુષ્કર છે. મંદિરોથી લઈને ઘાટ પર રંગ રમવા સુધી, હોળીની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાથી લઈને ભાંગ અને થંડાઈની સ્પર્ધાઓ સુધી, પુષ્કર પાસે બધું જ છે. આ ફેસ્ટિવલ દરમિયાન શહેરમાં જ્યાં તમારી નજર પડે ત્યાં રંગો જોવા મળે ને લોકો આનંદમાં. હવે તો બહુ મોટા પાયે મ્યુઝિક ફેસ્ટિવલ, પુસ્તક મેળો, ડાન્સ ફેસ્ટિવલ અને પાર્ટીઓ પણ છે હવે ઇન્ટરનેશનલ ગેધરિંગ. મોટા પાયે પશુ મેળો ખૂબ જોરદાર અનુભવાય છે. જ્યાં સમગ્ર વિશ્ર્વમાંથી લોકો આવે છે. અને રાજસ્થાનની હોળી વિશ્ર્વ વિખ્યાત છે.
ઉદયપુરમાં રાજવીઓની જેમ હોળીની ઉજવણી કરવા જેવું છે. ભારતમાં હોળીની સૌથી મોટી ઉજવણીમાંની એક મનાય છે. અને આનો તમામ શ્રેય રાજવી પરિવારોને જાય છે. હોળિકા દહનને છોટી હોળી કહેવાય છે. છોટી હોળીના દિવસે, મેવાડના મહારાજા રહેવાસીઓ અને મહેમાનોને સંબોધે છે અને મહેલોના શહેરમાં તેમનું સ્વાગત કરે છે. પરંપરાગત પોશાકો પહેરે છે. હોળી દહન કરે. જે અનિષ્ટ પર નિષ્ઠાની જીત દર્શાવે છે. આ ધાર્મિક વિધિ પછી કેટલાક સાંસ્કૃતિક પ્રદર્શન, લોકનૃત્યો, ઘુમર, વાનગીઓ અને કોકટેલ્સની સાથે રાજસ્થાન રાજષી રીતે રંગીન હીય છે.
જયપુર- ભારતમાં હોળીની શ્રેષ્ઠ ઉજવણીઓમાંનું એક આ પણ છે. જાણે રાજસ્થાની લોકોનો આતિથ્ય અને ઉત્સાહ પૂરતો ન હતો, રાજસ્થાન ટુરીઝમ દ્વારા આ તહેવારને વધુ વિશેષ બનાવવામાં આવ્યો છે. ખાસ કોઠી હોટેલ ખાતે મુલાકાતીઓ માટે સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરે છે. લોક પ્રદર્શન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે આખું રાજસ્થાન રંગીનય છે.
હવે આપણે રાજસ્થાનથી જઇએ પંજાબ. ઓ બલ્લે બલ્લે
આનંદપુર સાહિબ- ભારતમાં પ્રસિદ્ધ હોળી નિહાળતું બીજું સ્થાન આનંદપુર સાહિબ. જે હોળી મહોલ્લા, આયોજન કરે છે. ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા ૧૭૦૧માં શરૂ કરવામાં આવ્યો. હોળી મોહલ્લાની મુલાકાત લેનારા દરેક માટે આ એક ખાસ અનુભવ છે. યોદ્ધાઓ યુદ્ધ કુશળતા અને માર્શલ આર્ટ કુશળતા દર્શાવે છે. ઘોડેસવારી સ્ટંટ, ખાન પાન. ડાન્સ ધમાલતો જોરો શોરોથી હોય જ. પછી શોભાયાત્રા, ભક્તિ કીર્તનમાં અને ત્યારબાદ લંગર (ભંડારો) જે દરેકને ભોજન આપે છે. અન્ન દાન મહાદાન.
માણીએ ભારતમાં પશ્ર્ચિમ બંગાળમાં પુરુલિયા- હોલી ફેસ્ટિવલ શાંતિનિકેતન જેવોજ પણ અનોખી વાત એ છે કે તેને ‘ડોલ ઉત્સવ’ તરીકે ઓળખાય છે. હોળીની તારીખના ૩ દિવસ પહેલા ઉજવવામાં આવે છે. અને તમે દરબારી ઝુમુર, ચાઉ અને નટુઆ જેવા લોક પ્રદર્શનનો ફોક આર્ટનો આનંદ માણી શકો છો. સંગીત પણ કંઈક એવું છે જે તમારું મન મોહી લેશે. બંગાળનાં પરંપરાગત લોકગીતો ગાવા માટે દૂર દૂર સુધી પ્રવાસ કરતા ગાયકો દ્વારા બાઉલ સંગીત અલગજ વાતાવરણ સર્જે છે, પરંતુ પુરુલિયાની હોળી લાલ રંગે રંગાય છે. ખાસિયત એ છે કે કુદરત પોતે રંગોનો તહેવાર ઉજવે છે. અને એ જગ્યાએ પહાડ પર ખીલેલા ‘પલાશના ફૂલોને’ કારણે કુદરતી લાલ રંગે રંગાઇ જાય છે, ક્યારેય ભૂલી શકાય નહીં તેવો માહોલ જેવા મળે છે. ધર્મ, કર્મ, બલિદાન, વાત્સલ્ય, શૌર્ય, કરુણા, ક્રાંતિ, કીર્તિ, ભક્તિ, રંગે રંગાયેલું આપણું વિશ્ર્વ મારી દ્રષ્ટિએ એક મુખ્ય રંગથી વધારે રંગીન બને છે અને એ છે માતા પિતાનો પ્રેમ, કરુણા, ક્ષમા, અને મિત્રતાનો રંગ. આ રંગે જીવન રંગાઇ જાય તો શ્રી હરી ખુશ થઈ જાય.
‘લાલી દેખણ લાલકી,
જીત દેખણ ઉત લાલ.
લાલી દેખણ મૈ ચલી.
મૈહી હો ગઈ લાલ.’
નેહા એસકે મહેતાના
વંદે માતરમ.
જય હિન્દ.