અત્યારે આગ દઝાડતી ગરમી પડી રહી છે અને એવામાં ગળાને અને પેટને ઠંડક અપાવવા માટે લોકો મોટા ઉપાડે કલિંગર ખાતા હોય છે. આ કલિંગર માત્ર શરીરને હાઇડ્રેટ રાખે છે, એવું નથી, પરંતુ તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે જે શરીરની જરૂરિયાતને પૂરી કરે છે.
ઘણીવાર કેટલાક લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને તરબૂચમાંથી જેટલું પોષણ મળે છે તેટલું ન મળ્યું. પણ એનું કારણ કલિંગરમાં જોવા મળતી કોઈ ખામી નહીં પણ તમારી કલિંગર ખાવાની ખોટી રીત છે. આજે આપણે એ રીત વિશે જ વાત કરવાના છીએ. કલિંગર ખાતી વખતે એની સાથે શું ખાવું અને શું ખાવું એ બાબતનું ધ્યાન રાખવામાં આવે તો તેમાંથી વધુમાં વધુ પોષણ મેળવી શકાય છે.
આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ પડી ગઈ છે કે તેઓ જ્યારે ફળ ખાવા બેસે છે ક્યારે તેના મીઠું કે પછી કાળું મીઠું નાખીને ખાય છે. આ રીતે ફળ ખાવાથી ફળનો સ્વાદ ચોક્કસ વધે છે, પરંતુ ફળનું પોષણ મળતું અટકી જાય છે. જો તમે પણ તરબૂચના ભરપૂર પોષણનો લાભ લેવા માંગતા હોવ તો તેને મીઠું ઉમેરીને ખાવાનું ભૂલી જજો.. આ રીતે કલિંગર ખાવાને બદલે તેના મૂળ સ્વાદ સાથે તરબૂચના ટુકડાનો આનંદ લો. મીઠાના કારણે તમારું શરીર તરબૂચના તમામ પોષણને શોષી શકતું નથી. આ જ કારણસર કલિંગર ખાધા પછી તરત જ કે તેની સાથે મીઠું કે મીઠાવાળી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.
આ ઉપરાંક કલિંગર સાથે અથવા તેના ખાધા પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી તળેલી વસ્તુઓ ખાવાનું પણ ટાળુપં જોઈએ. કલિંગર જેટલું રસદાર હોય છે, તેટલા જ તેમાં ફાઈબર પણ હોય છે. એટલે હવે આ સિઝનમાં તમે જ્યારે પણ કલિંગરનો આનંદ માણો ત્યારે મહત્વનું છે. તે પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી કંઈપણ ખાશો નહીં. જેથી તરબૂચ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત ન થાય…