(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે મહાનગરપાલિકાની હદમાં આવતા અમુક વિસ્તારમાં શુક્રવાર ૧૧ મેના રોજ પાણીપુરવઠો બંધ રહેશે. તેથી સ્થાનિક નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.
થાણે પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ મુંબ્રા, દિવા, કલવા, માજીવડા, માનપાડા અને વાગલે વિસ્તારમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળ મારફત પાણીપુરવઠો કરવામાં આવે છે. આ પાણીપુરવઠો યોજના હેઠળ નવી નાખેલી મુખ્ય પાઈપલાઈનમાં અમુક સમારકામ કરવામાં આવવાનું છે. તેથી શુક્રવાર, ૧૨મેના બપોરના ૧૨ વાગ્યાથી શનિવાર, ૧૩ મેના બપોરના ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક માટે પાણીપુુરવઠો બંધ રહેશે. શનિવારે પાણીપુરવઠો બંધ રહ્યા બાદ આગામી એકથી બે દિવસ ઓછા દાબાણે પાણીપુરવઠો થશે.
આ સમયગાળા દરમિયાન થાણે મહાનગરપાલિકાના વિસ્તારમાં દિવા, મુંબ્રા, અને કલવા વિસ્તાર હેઠળ આવતા વાગલે વોર્ડ, રૂપાદેવી પાડા, કિસનનગર નંબર ૨, નેહરુનગર તેમ જ માનપાડા હેઠળ આવતા કોલશેતમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે.
———————