Homeદેશ વિદેશપહેલાં પોર્ન... પછી બળાત્કાર.. 30 છોકરીઓની હત્યા કરનાર સિરિયલ કિલર આખરે ગુનેગાર...

પહેલાં પોર્ન… પછી બળાત્કાર.. 30 છોકરીઓની હત્યા કરનાર સિરિયલ કિલર આખરે ગુનેગાર સાબિત

પોર્ન જોઇને સાત વર્ષમાં 30 કિશોરીઓનો બળાત્કાર કરી તેમની હત્યા કરનાર વિકૃત માનસીકતા ધરાવનાર સિરિયલ કિલર આખરે ગુનેગાર સાબિત થયો છે. આવનારા બે અઠવાડિયામાં આ નરાધમ આરોપીને સજા ફટકારવામાં આવશે. આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પિડીત કિશોરીઓના પરિવારે કરી છે.
રવિન્દ્ર કુમાર નામના નરાધમે સાત વર્ષ સુધી 6 થી 12 વર્ષની કિશોરીઓને તેની વાસનાનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારી હતી. આખરે આટલાં વર્ષો બાદ આ નરાધમને ગુનેગાર સાબિત કરવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનેગારનું નામ રવિન્દ્ર કુમાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રવિન્દ્ર કુમાર ઉત્તર પ્રદેશના કાસગંજનો નિવાસી છે. તે 2008માં ઉમંરના 18માં વર્ષે કામની શોધમાં દિલ્લી આવ્યો હતો. તેના પિતા પ્લમ્બરિંગનું કામ કરતા અને માતા લોકોના ઘરે કામ કરી ગુજરાન ચલાવતી.

રવિન્દ્ર કુમારે દિલ્લી આવીને મજૂરીનું કામ શરુ કર્યુ. તે આખો દિવસ મજૂરી કરતો અને સાંજે નશીલા દ્રવ્યોનું સેવન કરતો. ત્યાર બાદ રાત્રે 8 થી મધ્યરાત્રી સુધી તે ઝુપડપટ્ટીમાં ફરીને કીશોરવયની છોકરીઓની શોધખોળ કરતો. ઘણીવાર તે તેના શિકારની શોધમાં 40 કિલો મીટરની મઝલ કાપતો. નાની બાળકીઓને તે દસ રુપિયા અને ચોકલેટની લાલચ આપી કોઇ અવાવરું જગ્યાએ લઇ જતો અને બળાત્કાર કરતો. 6 થઈ 12 વર્ષની છોકરીઓને તે પોતાની હવસનો શિકાર બનાવતો.

2008માં આ નરાધમે જાણે પોતાની આ રીતની દિનચર્યા બનાવી દીધી હતી. 2008થી 2015 દરમિયાન સાત વર્ષના સમયગાળામાં કુલ 30 કિશોરીઓ પર બળાત્કાર ગુજારી તેમની હત્યા કરી હતી. 2015માં દિલ્લી પોલીસે આ નરાધમની ધરપકડ કરી હતી. કિશોર વયની છોકરીનું અપહરણ, હત્યા, શારિરીક શોષણ માટે હવે રવિન્દ્ર કુમારને દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પિડીત કિશોરીઓના પિરવારજનોએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -