સમૃદ્ધિ કોરિડોરની સમીક્ષા વખતે નાગપુરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સાથે જોવા મળ્યા હતા, પરંતુ
બીજી બાજુ માલેગાંવમાં ભાજપ અને શિંદે જૂથના કાર્યકરોની વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. માલેગાવંમાં ભાજપના નેતા અદ્ધય હિરે, સુનીલ આબા ગાયકવાડે હવે પાલકપ્રધાન દાદા ભુસે વિરુદ્ધ લડવા માટે સજ્જ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના નેતા અદ્ધય હિરે, સુનીલ આબા ગાયકવાડે દાદા ભુસેને પાલકપ્રધાન પદેથી હટાવવાની માગણી કરવા મુદ્દે આંદોલન કર્યું હતું. ત્યાર બાદ રવિવારે દાદા ભુસે વિરુદ્ધ ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપીને ભુસે વિરોધમાં આંદોલન કરનારા ખેડૂતોને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવા ગુનો દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી. માલેગાંવમાં તનાવને કારણે ભાજપ-શિંદે વચ્ચે ચિંતાનું વાતાવરણ ફેલાયેલું છે. દરમિયાન માલેગાંવમાં ભાજપ અને દાદા ભુસે વચ્ચેનો સંઘર્ષની બાબત નવી નહીં, પરંતુ જૂની છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન જાલનામાં પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કાળા વાવટા બતાવ્યા હતા.