Homeસ્પોર્ટસહું ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો: ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો

હું ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો: ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે ઑટોબાયોગ્રાફી સુલ્તાન એ મેમાયરમાં પોતાના અંગત જીવન અંગે મોટા ખુલાસા કર્યા છે. વસીમ અકરમે વર્ષ 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. 900થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારા અકરમે નિવૃત્તિ બાદ કોમેન્ટ્રીની દુનિયામાં એન્ટ્રી કરી હતી

અકરમે તેની ઓટોબાયોગ્રાફીમાં સનસનીખેજ ખુલાસા કર્યા હતાં અને જણાવ્યું હતું કે, ક્રિકેટ કારકિર્દી પૂર્ણ થયા બાદ કોકીનની આદત પડી ગઇ હતી. જે મારી પત્નીના મોત બાદ છૂટી. તેમની પહેલી પત્ની હુમાનુ મોત 2009માં દુર્લભ ફંગલ સક્રમણના કારણે થયુ હતુ.

અકરમે કહ્યું, દક્ષિણ એશિયામાં ફેમનો અર્થ છે કે આ વસ્તુઓનો ઉપભોગ કરવો, જે લોભામણી છે, પરંતુ આ ભ્રષ્ટ કરે છે. તમે એક રાતમાં 10 પાર્ટીઓમાં જઇ શકો છો અને કઈક કરો છો, જેની મારા પર ખાસ્સી અસર પડી. તેણે કહ્યું, હુમાનુ છેલ્લુ નિસ્વાર્થ કાર્ય મને ડ્રગની સમસ્યામાંથી છૂટકારો અપાવવાનુ હતુ.

જીવન જીવવાની આ રીત પૂર્ણ થઇ ગઇ અને મેં પછી ક્યારેય પાછુ વળીને જોયુ નથી. 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ વસીમે 104 ટેસ્ટ અને 356 વન-ડે મેચ રમી. તેણે 1993 અને 2000ની વચ્ચે 25 ટેસ્ટ અને 109 વન-ડેમાં પાકિસ્તાનનુ નેતૃત્વ કર્યુ. તેનો સમાવેશ સર્વશ્રેષ્ઠ બોલરમાં થાય છે.

અકરમ મુજબ જ્યારે તે હુમા અને તેના બે પુત્રોથી દૂર હતા તો કોકીન પર નિર્ભર થયા. પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે મેં પહેલી વખત ઈંગ્લેન્ડમાં એક પાર્ટી દરમ્યાન કોકીન લીધી હતી. શરૂઆતમાં કોકીનની એક લાઈન ખેંચી. ત્યારબાદ તેની આદત થઈ ગઈ. એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યુ કે કોકીન વગર હું રહી નહી શકુ.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -