જ્યારે પણ વજન ઓછું કરવાની વાત આવે ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો તમામ નુસખા અજમાવી ચૂક્યા હોઈએ છીએ, જેમાંથી કેટલા નુસખાં હિટ સાબિત થાય છે તો કેટલાક ફ્લોપ. પણ શું તમને ખબર છે કે મેટાબોલિઝમ બુસ્ટ થાય એટલે વજન ઘટવામાં મદદ મળે છે. આ સિવાય તમે શું ખાવ-પીવો છો એના પર પણ ધ્યાન આપવું એટલું જ જરુરી છે.
આજે અમે તમને વજન ઘટાડવાનો એક એવો રામબાણ ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમને વજન ઘટાડવા ચોક્કસ જ મદદ મળશે, બસ એના માટે તમારે કરવાનું એટલું જ છે કે રાતે તમારે એક ખાસ પ્રકારનું પાણી પીવું પડશે અને જુઓ તમારું વજન ઘટવા લાગશે. તમારી આ સમસ્યાનું સમાધાન છે આદું લવંગનું પાણી-
આદુને સારી રીતે ધોઈ લો. હવે આદુ અને લીંબુના બારીક સમારી લો. એક પેનમાં 10-12 લવંગ, ફુદીનાના પાંદડા, સમારેલું આદું, લીંબુ અને બે ગ્લાસ પાણી ઉમેરીને પેનને ઢાંકીને ઉકળવા દો. 10 મિનિટ સુધી પાણીને ઉકાળી લીધા બાદ તેને અલગ વાસણમાં કાઢી લો. રોજ રાતે ઉંઘતા પહેલાં ચાની જેમ આ પાણીને એક એક ઘૂંટ કરીને પીઓ.
આ પાણીમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે. જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. આ સિવાય લવંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ગળુ ખરાબ હોય ત્યારે પણ લવંગ ખાવાથી ખૂબ મદદ મળે છે. આ ઉપરાંત લવંગને કારણે મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે, જે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. આદું શરીર પર જોવા મળનારા સોજાને ઘટાડવામાં મદદરુપ થાય છે અને પાંચન ક્રિયા પણ સુધરે છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પણ ફૂદીનાને કારણે ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, કારણ કે તેમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને અનેક પ્રકારના વિટામીન્સ જોવા મળે છે.