કોરોનાના કેસ દેશભરમાં વધી રહ્યા છે એ જોતાં કઈ ઘડીએ માસ્ક પહેરવાની નોબત આવી જાય એ કંઈ કહેવાય નહીં. કોરોના ફરી માથું ઊંચકી રહ્યું છે એ જોતા હવે કોવિડ વેક્સિનેશનની સર્ટિફિકેટ દેખાડવાના દિવસો આવી ગયા છે. જે રીતે તમે કોઈ બીજી જગ્યાએ જતાં હોવ ત્યારે ટ્રાવેલ કરતી વખતે સાથે રાખવાના દસ્તાવેજોની સાથે સાથે હવે કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ રાખવાના દિવસો પણ કદાચ પાછા આવે એવી શક્યતા છે, કારણ કે તમને ગમે ત્યારે એની જરૂર પડી શકે છે.
ઘણા લોકોને આ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું એની જાણકારી નથી હોતી. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે અત્યાર સુધી કોવિડ સર્ટિફિકેટ ડાઉનલોડ ના કર્યું હોય તો કઈ રીતે આ સર્ટિફિકેટ ડાઉનલોક કરી શકો છો એ-
કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું ખૂબ જ સરળ છે. તમે આ સર્ટિફિકેટને તમારા મોબાઈલ કે ડિજીલોકરમાં ડાઉનલોડ કરીને રાખી શકો છો. આ કામ તમે આધાર કાર્ડની મદદથી ખૂબ જ સરળતાથી કરી શકો છો…
આ રીતે કરો સર્ટિફિકેટ ડાઉનલોડઃ
– સૌ પ્રથમ તમારે COWIN ના વેબ પોર્ટલ www.cowin.gov.in પર જાવ.
– ત્યાર બાગ વેબસાઇટના હોમ પેજ પર, રજીસ્ટર/સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરો.
– આ પછી એક લોગ-ઈન પેજ તમારી સામે ઓપન થશે.
– આ ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર નાખવો પડશે. પછી નીચે Get OTP પર ક્લિક કરો.
– હવે જે OTP આવશે તે તમારે અહીં એન્ટર કરવાનું રહેશે.
– આ પછી ડેટા તમારી સામે આવશે. તમને જે વેક્સિન આપવામાં આવી હશે એની માહિતી હાજર હશે.
– Dose 2ની બાજુમાં, તમને સર્ટિફિકેટનો વિકલ્પ મળશે.
– તેના પર ક્લિક કર્યા પછી તમને બે વિકલ્પો દેખાશે. આમાંથી પહેલું Download હશે અને બીજું Save To Digilocker હશે.
– જો તમે Download પર ક્લિક કરશો તો તે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થશે.
– જો તમે Save To Digilocker પર ક્લિક કરશો તો તે તમારા Digilockerમાં સેવ થશે.