હિંદુ ધર્મમાં પૂજા-પાઠનું હંમેશાથી જ વિશેષ મહત્ત્વ રહ્યું છે અને એમાં પણ શિવ ચાલીસાના પાઠનું અનેરું જ મહાત્મ્ય છે. રોજે શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. શિવજીની સાચા મનથી ઉપાસના કરનાર પર હંમેશા જ તેમની કૃપા વરસે છે. આમ તો ભોલેનાથ નામ પ્રમાણે જ ભોળા છે અને તેમને ખાલી સાચા મનથી પણ યાદ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે. પણ શાસ્ત્રમાં શિવ ચાલીસાના પાઠ કરવા માટેના કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે અને આજે અહીં આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે આખરે શિવ ચાલીસાનો પાઠ કઈ રીતે કરવો જોઈએ-
- દરરોજ સવારે વહેલાં ઊઠીને સ્નાન વગેરે કરીને, સ્વચ્છ કપડાં પહેરીને જ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
- શિવ ચાલીસાનો પાઠ હંમેશા મોઢું પૂર્વ દિશામાં મૂકીને જ કરવો જોઈએ.
- શિવ ચાલીસાના પાઠ પહેલાં ફોટોની પાસે તાંબાના કળશમાં શુદ્ધ જળ અને ગંગાજળનું મિશ્રણ તૈયાર કરીને રાખો.
- આ ઉપરાંત પૂજામાં ધૂપ, દીપ, સફેદ ચંદન, માળા અને પાંચ સફેદ ફૂલ પણ રાખો.
- પ્રસાદ તરીકે મિશરીનો ઉપયોગ કરો, અને ત્યાર બાદ જ શિવ ચાલીસાનો પાઠ શરૂ કરો.
- સૌથી મહત્ત્વનું એટલે શિવ ચાલીસાનો પાઠ મોટેથી કરો, કારણ કે જેટલા વધુ લોકો આ શિવ ચાલીસા સાંભળશે એટલો જ તેમને પણ લાભ મળશે.