મુંબઈઃ અંધેરી જરીમારીમાં મુંબઈ એરપોર્ટના રનવે પાસે એક દીવાલ ધરાશાયી થઈ હતી, પરંતુ હજુ સુધી અહીં કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી, માત્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
આ ઘટના રવિવારે સાંજે 6.40 કલાકે બની હતી, પરંતુ અત્યાર સુધીમાં આ મુદ્દે કોઈ કામકાજ થયું નથી, તેથી એરપોર્ટની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. આ મુદ્દે એરપોર્ટ પ્રશાસન પણ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ ટવિટ કરીને સુરક્ષાના દૃષ્ટિકોણથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. કુર્લા અંધેરી રોડ પર જરીમારી કબ્રસ્તાનની સામે દીવાલ ધરાશાયી થઈ છે. આ દીવાલ રન-વેને નજીક આવેલી છે. હાલમાં અહીં નગરપાલિકાનું કામ ચાલી રહ્યું છે અને જેસીબીના કારણે દીવાલ ધરાશાયી થવાની સંભાવના છે.
એરપોર્ટ પ્રશાસન દ્વારા જે તાકીદ સાથે પગલાં ભરવાની જરૂર છે તેના બદલે તેની અવગણના કરવામાં આવી રહી છે, જે સૌથી મોટી બેદરકારી છે. હાલમાં દીવાલને ઝડપી ગતિએ બનાવવાની જરૂર છે, એવું તેમણે જણાવ્યું હતું.