રાજકોટમાં ભાજપે ઓબીસી સમાજના ઉદય કાનગડને ટિકિટ આપતાં પાટીદાર સમાજે નારાજી વ્યક્ત કરી છે ત્યારે એક મતદારે કમળના નિશાન પર બટન દબાવીને ‘જય સરદાર’ લખેલી ચિઠ્ઠી મૂકી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિવેકાનંદ કોલેજ જૂની વિદ્યાલય ખાતે મત આપવા પહોંચેલા મતદારે આવી હરકત કરી હોવાનું જાણવા મળ્યપં ગતું. જોકે, તેમનું બોગસ વોટિંગ થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરજ પરના સ્ટાફે તેમનો મત અપાઇ ચૂક્યો હોવાનું કહેતા અચરજમાં મૂકાયા હતા.