Homeદેશ વિદેશવિશાખાપટ્ટનમમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ: બંધ પડેલાં ઘરમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

વિશાખાપટ્ટનમમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ: બંધ પડેલાં ઘરમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

વિશાખાપટ્ટનમ: દિલ્હીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડ બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને એમાં પણ આ હત્યાકાંડમાં આરોપી આફતાબની નિર્દયતા લોકોની ચર્ચાનું કારણ બની છે. આ ઘટના હજી તાજી જ છે ત્યાં દેશના બીજા રાજ્યમાંથી આવી જ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના મદુખદા ખાતે એક બંધ ઘરમાં રહેલાં ડ્રમમાંથી મહિલાના મૃતદેહના અવયવો મળી આવ્યા છે. એક વર્ષથી આ મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હશે, એવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ભાડુઆત ભાડું ન આપ્યું હોવાથી મકાનમાલિકે દરવાજો તોડતાં આ ઘટના ધ્યાનમાં આવી હતી. આ વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મકાનમાલિકે પોતાનું ઘર ભાડે આપ્યું હતું. પણ જુન, ૨૦૨૧માં ભાડુઆતે પત્ની ગર્ભવતી હોવાનું કારણ આપીને બાકી રહેલું ભાડું આપ્યા વિના જ ઘર છોડીને જતો રહ્યો હતો. દિવસો સુધી ભાડુઆત પાછો ન આવતા આખરે તેણે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પડેલાં ડ્રમમાં મહિલાના મૃતદેહના અવશેષ હોવાનું ધ્યાનમાં આવતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં લઈએ તો એવું જોવા મળે છે કે આ મૃતદેહ એકાદ વર્ષ જૂનો છે. અમને શંકા છે કે આ મૃતદેહ ભાડુઆતની પત્નીનો છે. મકાન માલિકે આ મામલે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -