વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનો ઘણો જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેણે ઘણા રન પણ કર્યા છે અનેક સદીઓ પણ ફટકારી છે અને ભારતને જીત અપાવવામાં અને ભારતની કપ્તાની કરીને ભારતનું નામ રોશન કરવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું છે. હાલમાં ipl ચાલી રહી છે અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતીથી રમી રહ્યો છે. ગઈકાલે આરસીબીની સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને બેંગ્લોરની જીતનો સૂત્રધાર બન્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બનાવનારો કોહલી ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે.
KING KOHLI 👑
What a knock this has been! @imVkohli has wowed one and all with his masterful century in Hyderabad.
This is his 6th in #TATAIPL, the joint-most in the history of the league with Chris Gayle.#SRHvRCB pic.twitter.com/G49dbi8bLJ
— IndianPremierLeague (@IPL) May 18, 2023
iplમાં સૌથી વધુ છ સદી ફટકારવાનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે પણ બોલાય છે. આ એક અનેરી સિદ્ધિ છે કોહલી ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલના નામે આઇપીએલમાં સૌથી વધુ છ સદી ફટકારવાનો રેકોર્ડ છે. કોહલી સિવાય ભારતનો કોઈપણ દિગ્ગજ બેટ્સમેન આવો રેકોર્ડ હજી સુધી બનાવી શક્યો નથી. નોંધનીય છે કે વિરાટ કોહલી છેલ્લા બે ત્રણ વર્ષથી ક્રિકેટના મેદાનમાં નબળો દેખાવ કરી રહ્યો હતો જેને લઇને તેને ટીમમાંથી હટાવવાની પણ ચર્ચાઓ ચાલતી હતી. તેને ટીમની કપ્તાનીમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. એમ લાગતું હતું કે વિરાટ ડિપ્રેશનમાં આવી ગયો છે. જોકે ત્યારબાદ તેણે પરિવાર સાથે જુદા જુદા મંદિરની મુલાકાત લીધી હતી અને જાણે કે ભગવાનની આ પ્રાર્થના તેને ફળી હોય તેમ તેનું પરફોર્મન્સ પણ એકદમ સુધારવા માંડ્યું હતું અને એ એક પછી એક સદીઓ નોંધાવવા માંડ્યો હતો.