વિરાટ કોહલીએ થોડાક સમય પહેલાં જ મોબાઈલ ફોન ખોવાયો હોવાની માહિતી ટ્વીટ કરીને ચાહકોને આપી હતી. પરંતુ હવે આ ખોવાયેલો ફોન મળી આવ્યો છે અને તેમાં દિનેશ કાર્તિકનું નામ સંડોવાયું છે. હવે તમને થશે કે આ આખા પ્રકરણમાં દિનેશ કાર્તિકનું નામ કેમ આવ્યું છે તો તમારા આ સવાલનો જવાબ તમને આ ન્યુઝના અંત સુધીમાં મળી જશે.
Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it?
— Virat Kohli (@imVkohli) February 7, 2023
વાત જાણે એમ છે કે વિરાટે ગઈકાલે ટ્વીટ કર્યું હતું કે બોક્સ ખોલવા પહેલાં જ નવો મોબાઈલ ફોન ખોવાઈ જાય એનાથી મોટું બીજું કોઈ દુઃખ છે જ નહીં. જોત-જોતામાં વિરાટનું આ ટ્વીટ વાઈરલ થયું. નેટીઝન્સે કોહલીના આ ટ્વીટ પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી. પરંતુ હવે વિરાટનો આ ખોવાયેલો ફોન મળી આવ્યો છે.
.@imVkohli Oh! Yeh box? Bhai I found it next to our hotel pool. What a stunning design! But, @DineshKarthik took it from me. Aapne pucha usse? https://t.co/wB1xUSn9UL pic.twitter.com/1Np3xdwNYJ
— Kuldeep yadav (@imkuldeep18) February 8, 2023
ક્રિકેટર કુલદીપ યાદવે ટ્વીટ કરીને આ ફોન મળી ગયો હોવાની માહિતી આપી છે. આ ફોનના બોક્સનો ફોટો પણ તેણે શેર કર્યો હતો. કુલદીપના આ ટ્વીટને કારણે મોટો ગોટાળો થઈ ગયો છે કારણ કે આ આખા પ્રકરણમાં દિનેશ કાર્તિકની એન્ટ્રી થઈ ગઈ છે. કુલદીપ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે વિરાટ કોહલી આ બોક્સ છે કે? મને આપણી હોટેલના પૂલ પાસેથી આ બોક્સ મળ્યું હતું. શું મસ્ત ડિઝાઈન છે યાર… પણ કાર્તિક આ બોક્સ મારી પાસેથી લઈ ગયો ગયો હતો તે એને પૂછ્યું કે?
કુલદીપની આ ટ્વીટ પર જોરદાર કમેન્ટ્સ આવી રહી છે. યુઝર્સ તો એવું પણ પૂછી રહ્યા છે કે આ શેનું પ્રમોશન ચાલી રહ્યું છે. તો વળી કેટલાક સિરીયસ ટાઈપના યુઝર્સે એવી કમેન્ટ પણ કરી હતી કે મેચ છે, તો એના પર ધ્યાન આપો…