બોલીવૂડ અને ક્રિકેટ વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે અને ધીરે ધીરે બોલીવૂડએ ટીમ ઈન્ડિયાનું સાસરું પણ બનતું જઈ રહ્યું છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં ક્રિકેટમાં ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પઠાણની જ ચર્ચા ચાલી રહી છે. બોક્સ ઓફિસ પર પઠાણે કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે અને આ જ સંદર્ભમાં આજે આપણે અહીં વાત કરવાના છીએ.
પઠાણ ફિલ્મની સાથે સાથે તેના ગીત પણ સુપર હિટ સાબિત થઈ રહ્યા છે અને તેમાં પણ આ ફિલ્મનું જૂમે જો પઠાણ અને બેશરમ રંગ આ બે ગીત તો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. દર્શકોની સાથે સાથે જ ક્રિકેટના મહારથીઓ પણ આ ગીતના મોહપાશમાંથી બચી શક્યા નહોતા અને ક્રિકેટર વિરાટ કોહલી અને ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા એટલે કે બાપુએ જે ડાન્સ કર્યો છે તે જોઈને ખુદ કિંગ ખાન પણ તેમના વખાણ કરતાં પોતાની જાતને રોકી શક્યો નહોતો.
Say some words Pathaan dance pic.twitter.com/n4OPXOEKjA
— Asifsrksoldier (@Asifsrksoldier) February 14, 2023
કિંગખાને બંનેના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમે તો મારા કરતાં પણ સારો ડાન્સ કરો છો. કિંગખાને બંનેના ભરપેટ વખાણ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનના AskSRK ઓનલાઈન સેશન કરે છે અને તેમાં તે ચાહકોના સવાલોના અતરંગી જવાબ આપે છે. આવા જ એક સેશન દરમિયાન એ ફેને તેને વિરાટ અને રવીન્દ્રના જૂમે જો પઠાણ ગીત પર ડાન્સ કરતાં વીડિયોમાં ટેગ કર્યો હતો અને લખ્યું હતું કે આના પર કિંગખાન શું કમેન્ટ આપશે? સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
એસઆરકેની ફિલ્મ પઠાણે દર્શકોનું ભરપૂર મનોરંજ કર્યું છે અને છેલ્લાં કેટલાક દિવસથી બોક્સ ઓફિસ પર આ ફિલ્મ વિક્રમી કમાણી કરી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે રૂપિયા 600 કરોડથી વધુનો વકરો કરી લીધો છે. દીપિકા પદૂકોણની કેસરી બિકીનીને કારણે આ ફિલ્મ વિવાદોમાં અટવાઈ હતી.