જમાનો સોશિયલ મીડિયાનો છે અને ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર એવા એવા વાયરલ વીડિયો જોઈએ છીએ કે જે જોઇને આપણા ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસીએ છીએ. અત્યારે આવો જ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. નરેન્દ્ર નામના એક યૂઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં એક માણસ રેલ્વે ટ્રેક પર મસ્તી કરી રહ્યો છે, સદભાગ્યે ટ્રેનની સ્પીડ ઓછી હતી એટલે કોઈ અકસ્માત નહીં થયો પણ ટ્રેનને રોકીને મોટરમેને જે કર્યું એ જ કદાચ તમે પણ આ વીડિયો જોઈને એ વ્યક્તિ સાથે કરી બેસત.
शराबी व्यक्ति ने नशे में पटरी पर आ रही ट्रेन को रोका, लोको पायलट ने ट्रेन से उतर कर शख्स के कान और गाल कर दिए लाल…#trending #TrendingNews pic.twitter.com/I0nmo5Xtze
— Narendra Singh (@NarendraNeer007) December 29, 2022
વીડિયોમાં એક માણસ સ્લો સ્પીડમાં આવી રહેલી ટ્રેનને જોઈને ફ્લ્યાઈંગ કિસ કરી રહ્યો છે અને જેવી ટ્રેન નજીક આવી એટલે તે ટ્રેક પરથી ખસી ગયો. પણ આ હરકતથી મોટરમેનને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ટ્રેન ઉભી રહી જતા નીચે ઉતરીને પેલા વ્યક્તિને તમાચો મારી દીધો હતો. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે એ માણસ નશામાં ધૂત થઈને આવી હરકત કરી રહ્યો છે પણ પછી ખબર પડી કે એ માણસે માત્ર મસ્તી માટે આવી હરકત કરી હતી. 31 સેકન્ડનો આ વીડિયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 29મી ડિસેમ્બરના આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
આની સાથે જ સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જે નોર્ધન રેલવેનો છે. આ વીડિયોમાં પ્લેટફોર્મ પરથી ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હોય છે અને પ્લેટફોર્મ પર ઊભેલા એક માણસે ટ્રેનનાં દરવાજા પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીને લાફો મારી દીધો હતો. જોકે, આવું એ વ્યક્તિએ શા માટે કર્યું એનું કારણ જાણી શકાયું નથી.