બ્રાઝિલમાં રાજકીય ઉથલપાથલ મચી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકો રાજધાની બ્રાઝિલિયામાં નવા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વિરુદ્ધ રસ્તાઓ પર હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારોએ બ્રાઝિલની સાંસદ,રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટની અંદર ઘૂસીને તોડફોડ કરી હતી. બ્રાઝીલમાં થયેલા આ બળવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સમર્થન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, “બ્રાઝિલિયામાં દેશના સંસ્થાનોઓમાં તોફાનો, તોડફોડના આ હિંસક પ્રદર્શનથી હું ચિંતિત છું. લોકતાંત્રિક પરંપરાઓનું બધાએ સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલની સરકારને અમારૂ પૂર્ણ સમર્થન આપીએ છીએ.”
Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial
— Narendra Modi (@narendramodi) January 9, 2023
“>
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ હિંસક પ્રદર્શનની નિંદા કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, હું બ્રાઝિલની લોકશાહી અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણ પર થયેલા હુમલાની નિંદા કરું છું. બ્રાઝિલની લોકતાંત્રિક સંસ્થાઓને અમારું સંપૂર્ણ સમર્થન છે. અમે રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે કામ કરવા તત્પર છીએ.”
I condemn the assault on democracy and on the peaceful transfer of power in Brazil. Brazil’s democratic institutions have our full support and the will of the Brazilian people must not be undermined. I look forward to continuing to work with @LulaOficial.
— President Biden (@POTUS) January 8, 2023
“>
ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં બોલ્સોનારોનો પરાજય થયો હતો, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના નેતૃત્વ વાળા ડાબેરી પક્ષની જીત થઈ હતી. જે બાદ લુલા દા સિલ્વાએ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. બોલ્સોનારોના સમર્થકોએ ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પ્રદર્શન શરૂ કર્યું જેને હિંસકરૂપ લીધું છે.
પોલીસે કાર્યવાહી કરી અને લગભગ 400 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.