કોલકાતાઃ રામ નવમીની શોભાયાત્રા વખતે થયેલી હિંસા મુદ્દે ભાજપ (ભારતીય જનતા પક્ષ)એ મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી (પીઆઈએલ) કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા તપાસ કરવાની સાથે હિંસાવાળા વિસ્તારોમાં પણ કેન્દ્રીય સુરક્ષા દળોને તહેનાત કરવાનો અનુરોધ કર્યો હતો. હાઈ કોર્ટના ન્યાયાધીશ અરજીને મંજૂરી કરી હતી અને ત્રીજી એપ્રિલના લિસ્ટ કરી છે.
રામ નવમીના દિવસે બંગાળમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યપાલ સીવી આનંદ બોસને ફોન કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી માગી હતી. રાજ્યપાલ હાવડા શહેરની મુલાકાત લેશે. પશ્ચિમ બંગાળ રાજ્યના ભાજપના અધ્યક્ષ સુકાંત મજમૂદારે પણ તેના અંગે વાતચીત કરી હતી. હાવડા શહેરના કાજીપાડા વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રા વખતે બે જૂથની વચ્ચે હિંસા થઈ હતી ત્યારબાદ શુક્રવારે પરિસ્થિતિ અંકુશમાં હતી. હિંસા દરમિયાન અનેક દુકાનો અને ઓટોરિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે અમુક વાહનોની સાથે કારને આગ લાગાવવામાં આવી હતી, જ્યારે આગ બેકાબૂ બન્યા પછી ફાયર બ્રિગેડની ગાડીથી આગને અંકુશમાં લાવ્યા હતા.
આ મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે હાવડામાં થયેલી હિંસાની બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસામાં ન તો હિંદુ હતા કે મુસ્લિમ. બજરંગ દળ અને અન્ય સંગઠનના કાર્યકરો ભાજપ હથિયારોની સાથે હિંસા કરી હતી.
આ મુદ્દે ભાજપના શુભેંદુ અધિકારીએ કહ્યું હતું કે આ મુદ્દે હાઈ કોર્ટમાં એએનઆઈ દ્વારા તપાસ કરવા માટે પીઆઈએલ કરી છે. આ મુદ્દે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ કહ્યું હતું કે હાવડામાં થયેલી હિંસાને બધાએ જોઈ છે. મુખ્ય પ્રધાને અગાઉથી કહ્યું હતું કે અમુક લોકોએ હિંસા કરવાનો પ્રયાસ કર્યો હતો.