જલધારા દિપક પંડ્યા
૪૨/૪૯૫ આશીર્વાદ એપાર્ટમેન્ટ, નારણપુરા, અમદાવાદ. મો.: ૯૯૭૯૭૦૪૯૩૮
આપ સૌને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન સંવત ૨૦૭૯ની શરૂઆત કારતક સુદ એકમને બુધવાર, તારીખ ૨૬-૧૦-૨૨થી થાય છે. ‘આનંદ’ નામે સંવત્સર રહેશે. તેમાં વર્ષની શરૂઆતમાં ચંદ્ર તુલા રાશિમાં રહે છે. ગુરુ ઉત્તર ભાદ્રપ્રદ નક્ષત્રમાં મીન રાશિમાં વર્ષ દરમિયાન રહેશે. શનિ-મકર રાશિમાંથી ૧૭-૧-૨૦૨૩થી કુંભ રાશિમાં પ્રવેશે છે.
તારીખ ૧૨-૪-૨૨થી રાહુ ગ્રહનું મેષ રાશિમાં અને કેતુનું તુલા રાશિમાં ભ્રમણ રહે જેમાં ભરણીનક્ષત્ર રાહુનું ભ્રમણ રહે છે. અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
——
મેષ (અ.લ.ઇ) : આપની રાશિમાં પ્રથમ ભાવે રાહુ વિલંભ અને મનની શક્તિથી જીવનજીવતા શીખવશે અને કેતુ સાતમા ભાવે રહે છે. ગુરુ બારમાં ભાવે મધ્યમ ફળદાયી રહે છે. શનિ મહારાજ દસમા ભાવે અને અગિયારમાં ભાવે રહેતા શુભફળદાયી બને છે.
માનસિક અને શારીરિક સ્થિતિ: ‘મન હોય તો માળવે જવાય’ આ ઉત્કતને અનુસરવાથી આપના કાર્યમાં સફળતા મળે. મન મક્કમ રાખવું. ખોટી કલ્પના ન રાખવું. રાહુ દેહભૂવને દાનવમાંથી દેવ બનવાની પ્રેરણા આપે છે. પોતાનું હિત પહેલા જોવું. અન્યની ચિંતા છોડી વિકાસની દિશા પકડવી યોગ્ય રહે. મનમાં અશાંતિનાં વાદળો ઉપર પ્રમાણે અનુસરવાથી દૂર થાય.
વાયુ પ્રકૃતિને લગતા રોગ થાય. જૂની બિમારીમાંથી મુક્તિ મળે. પેટને લગતી બિમારી, ચક્કર આવવા, પ્રેશરની તકલીફ હોય તેમને ખાસ કાળજી લેવી. દવા અને દુવાની અસરથી તબિયત ઉત્તમ રહે.
પારિવારિક : પરિવારમાં આપની હાજરીની અસર દેેખાવશે. પરિવારની શાખ માટે અગત્યનાં નિર્ણય લેવા જરૂરી બનશે. વડીલો માટે લાભકર્તા રહેશે. વર્તમાન સમયમાં શું કરવું જોઇએ? શું કર્યું છે? કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું? જેનું સરવૈયું જરૂરી રહેશે. વર્ષના અંતે ચિંતાયુક્ત અને આર્થિક બાબતે કુટુંબમાં વકીલ બની યોગ્ય નિર્ણય કરવા જીવનસાથીની પસંદગી યોગ્ય વય ધરાવનાર માટે થોડી બાંધછોડ કરવી જરૂરી બનશે. સંતાન અંગેના પ્રશ્ર્નો ઉકેલ.
નોકરી-વેપારી વર્ગ: નોકરીયાત વર્ગને બદલી બઢતી મળે. ઉપરીઅધિકારી સાથે બગડેલા સંબંધો સુધરે. નાની નોકરી કે રોજગારી મેળવવા માટે આ વર્ષ શુભ શરૂઆત થાય.
વેપારી વર્ગ: નવા વેપારમાં પ્રગતિ થાય. સારી તકો મળશે. હરીફો સાથે તમારી ફાવટ રહેશે. મોટા પાયે વેપાર કરનારને સમય ઉત્તમ રહેશે. વિદેશ વ્યાપાર માટે વર્ષ ઉત્તમ રહે.
આર્થિક સ્થિતિ : તમારા વ્યવહાર તમારી મૂડી નક્કી કરશે. આર્થિક સ્થિરતા સાથે ધાર્મિક કાર્યો પાછળ લાંબી મુસાફરી પાછળ નાણાં ખર્ચ થાય. અંંધારા અને અજવાળાની જેમ ધનલક્ષ્મીની વર્ષા થયા કરશે. વેપારીવર્ગને ધનલાભ કર્તા વર્ષ રહે. નોકરિયાતવર્ગને આવક જળવાય. ખોટા ખર્ચા પર કાપ મૂકતા આવક-જાવકના સરવૈયા તુલા સરખા રાખી શકો. ઉઘરાણીમાં ફસાઇ જતા વિટંબણા વધશે. બૅંકની લૉન પાસ થાય. વિદેશથી આવકમાં વધારો થાય.
સ્થાવર સંપત્તિ સુખ : આ વર્ષે પોતાના મકાનમાં રહેવાની ઇચ્છા પૂરી થાય. નવા મકાન-મિલકત વસાવી શકશો. સ્થાવર મિલકતમાં વધારો થાય. નવા વાહનની ખરીદી વેપાર અર્થે થાય. જૂની મિલકતના ભાગનો લાભ મેળવશો. જૂના મકાનમાં ફેરફાર થાય. વિદેશમાં વસવાટ કરનારને નવી મિલકતમાં નિવાસસ્થાન બનાવી શકશો.
પ્રવાસ : પરદેશ જવાની ઇચ્છા પૂરી થતી જણાય. જો તમારી કુંડળીમાં વિદેશ યોગ બતાવતો હશે તો આ વર્ષે વિદેશ માટે પ્રયત્ન સફળ થાય. લાંબી ધાર્મિક યાત્રા થાય.
શત્રુ-મિત્ર વર્ગ : મીઠાબોલા શત્રુ ઊભા થાય. તમારો વ્યવહાર તમારી મિત્રતા અને શત્રુતા નક્કી કરશે. ધીરજ અને શાંતિ તમારા જીવનમાં મિત્રતા ટકાવી રાખવામાં સફળતા અપાવશે. કોર્ટ-કચેરીમાં જૂના કેસોની પતાવટ થાય. કોર્ટમાં સમાધાનથી સફળતા મેળવી શકશો.
અભ્યાસ : ઉચ્ચ ડિગ્રી મેળવવા મહેનત માંગી લે. વિદેશ અભ્યાસ માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ખોટા વ્યર્થ કલ્પનામાંથી બહાર આવી. વાસ્તવિક જીવનમાં સ્થિરતા લાવવા અભ્યાસની દિશા નક્કી કરી દોરી પકડવી.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : આવક કરતા ખર્ચા વધશે. વાણી દ્વારા સંબંધો બગડે. દાંમ્પત્યજીવનમાં ખટરાગ થાય પણ સમાધાન રાખવો. વેપારમાં ભાગીદારથી સાવધાની રાખવી. નોકરીમાં બદલી થાય. રાજકીયક્ષેત્રે નુકસાન થાય.
(૨) માગશર : નાની યાત્રા સુખદ રહે. ખર્ચા વધશે. વારસાગત મિલકત બાબતે પ્રશ્ર્નો વધુ ગૂચવાય.
(૩) પોષ : વાણી દ્વારા વેપાર કરનારને ધન લાભ થાય. નવી સ્થાવર મિલકત વસાવશો. મિત્ર સાથે સંબંધોમાં ખટાશ આવે.
(૪) મહા: મોટી વગ ધરાવનાર વ્યક્તિથી ધન લાભ થાય. શેર-લોટરીથી ધન લાભ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે. ધન ખર્ચ વધે. પણ લાભ થાય.
(૫) ફાગણ : સંતાનોને વિદેશ જવા માટે શુભ સમય રહે. અભ્યાસુ વર્ગને વિદેશ જવા માટે શુભ સમય રહે. વિદેશથી ધનલાભ થાય. અગત્યના કાર્યોની પતાવટ થાય.
(૬) ચૈત્ર : વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શુભ છે. પણ વિચારીને નિર્ણય કરવા. નવા વાહનની ખરીદી થાય. મોજ-મનોરંજન પાછળ નાણા વેડફાય.
(૭) વૈશાખ : સમાજમાં ઉચ્ચપદ મળે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. અભ્યાસુ વર્ગને ઉત્તમ પરિણામ મળે. વિદેશ જવાની ઇચ્છા પૂરી થાય.
(૮) જેઠ : પરિવારમાં કાર્યની કદર થાય. સારી નોકરીની તક સાપડે. મિત્રવર્ગથી લાભ થાય. સ્થાવર મિલકતની ખરીદી થાય.
(૯) અષાઢ : અગત્યના કાગળ સાચવવા શેર-લોટરીથી લાભ થાય. સંતાન અંગેની ઇચ્છા પૂરી થાય. સંતાનોની પ્રગતિ થાય. વિવાહિત જીવનમાં પ્રણયના પુષ્પો ખીલે. મિત્ર વર્ગથી ધન લાભ થાય. વેપારમાં ભાગીદારીથી ધન લાભ થાય.
(૧૦) અધિક શ્રાવણ : વિદેશમાં ગયેલા માટે સમય આરોગ્ય અંગે સાચવવું. રાચરચીલા યુક્ત નિવાસસ્થાન બનાવો. વિદ્યાર્થી વર્ગને ઇતર પ્રવૃત્તિમાં વધારો થાય.
(૧૧) શ્રાવણ : સંતાનોની પ્રગતિ થાય. નોકરીમાં બદલી થાય. આરોગ્યમાં સુધારો થાય. વાયુ પ્રકૃતિના રોગ વધે.
(૧૨) ભાદરવો : ભાગીદારીમાં વિવાદોથી દૂર રહેવું. દાંમ્પત્ય જીવનમાં વિખવાદ વધશે. રાજકીય ક્ષેેત્રે નુકસાન થાય.
(૧૩) આસો : નોકરીયાત વર્ગને બદલી થાય. વાણીથી વિવાદ દૂર થાય. દાંમ્પત્યજીવનમાં અહમ-અભિમાનથી વિખવાદ ઊભો થાય. વેપારમાં વધારો થાય. ધનલાભ કર્તા સમય રહે.
આમ આ વર્ષ આપના માટે પ્રગતિ કર્તા અને ભાગ્ય ઉન્નતિકર્તા રહેશે. સામાજિક પ્રશ્ર્નો ઉકેલાય. નોકરીયાત વર્ગને મહત્ત્વનું વર્ષ રહે. આરોગ્ય અંગે કાળજી લેવી. ઇષ્ટદેવની ઉપાસના અને પિતૃ-પૂર્વજોના આશિર્વાદ લેવાથી આપના સર્વ વિઘ્નો દૂર થાય.
———-
વૃષભ (બ. વ. ઉ): આપની રાશિમાં ગુરુ અગિયારમાં ભાવે રહે છે. તા. ૨૨-૪-૨૦૨૩થી ગુરુ મેષમાં બારમાં આવે છે. રાહુ બાર ભાવે રહે છે. જે કોઇને કોઇ પ્રકારે આપને બંધનમાં હોય તેવો અનુભૂતી કરાવશે. શનિ ભાગ્યસ્થાને જે તા. ૧૭-૧-૨૩થી દસમા ભાવે રહે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ : આ વર્ષ આપના જીવનમાં સવારે વસંત ઋતુનો અને સાંજે પાનખર ઋતુનો અનુભવ કરાવશે. મન ઉપર કાબૂ રાખવો. ખૂબ જ જરૂરી બનશે. તમારા પગ ઉપર કુહાડી તો મારી દીધી છે. પણ ઘા રૂઝાતા હજી દોઢ વર્ષ માંગી લે એટલે મનની શાંતિ સાથે પ્રાયશ્ર્ચિત કર્મ પણ જરૂરી બનશે.
આરોગ્ય અંગે કાળજી: પેટને લગતી બિમારી આવી શકે. માટે ખાનપાનમાં પરેજી પાળવી. ગરમીનો વધારો પેટમાં થાય. જે આયુર્વેદ પ્રમાણે ષટઋતુ મુજબ ખાન-પાનની રહેણી અપનાવવાથી નિરોગી બનશો. નહીંતર આ વર્ષે હૉસ્પિટલ લાઇઝ થશો જ. એટલે દવાખાનાના દર્શન થાય.
પારિવારિક: પરિવારમાં સુખ શાંતિ જળવાય. વડીલોની મીઠી નજર મેળવવા સમય યોગ્ય નથી. દાંમ્પત્યજીવનમાં સંવાદિતતા જળવાય. સંતાનોની પ્રગતિ થાય. સંતાન અંગેની ઇચ્છા પૂરી થતી જાય. વિવાહ યોગ્ય યુવાનો માટે હજી સમય યોગ્ય નથી.
નોકરી વેપાર ક્ષેત્ર : નોકરીયાત વર્ગને ઉચ્ચપદ મળે. સારી નોકરીની તક પૂરી થાય. જેમણે સરકારી પરીક્ષા આપી હોય તેમને સરકારી નોકરી મળે. ઉપરી અધિકારી સાથે ખોટાં વાદ-વિવાદ વધે. અગત્યના કાગળો સાચવવા. ઠગાઇ જાય.
વેપાર માટે નવા સાહસ થાય. નવા નાના પાયે વેપારમાં સાહસ કરવાથી લાભ થાય. મિત્રવર્ગથી વેપારમાં લાભ થાય. ભાગીદાર સાથે બગડેલા સંબંધો સુધરે. મોટા ઉદ્યોગ ધરાવનારને ઉત્તમ વર્ષ રહેશે. હરિફો તમારા મીઠા બોલા રહેશે.
આર્થિક સ્થિતિ : નાણાકીય સંતોષ માનવો પડશે. દિવા સ્વપ્ન જેવા લાભ દેખાય. મોટી તક નાણાકીય મળે. પણ હથેળીમાં ચાંદ દેખાય તેમ અનુભવ થાય. જૂના દેવાની પતાવટ થાય. સાથે મોટા સાહસ નાણાકીય થાય જે તમારા આવક-જાવકના સરવૈયામાં નુકસાન થાય. પછેડી પ્રમાણે ખર્ચા કરવાથી બજેટ જળવાશે.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે આપના જૂના મકાનમાં નવા રીનોવેશન પ્રમાણે બનાવી શકશો. જમીન-મકાનની લે-વેચ માટે શુભ સમય રહે. વારસાગત મિલકતનો ઉકેલ આવે. ખેતર-પ્લોટને લગતી ખરીદી થાય. વેપાર માટે નવા સ્થાવર સંપતિમાં વધારો થાય.
પ્રવાસ : આ વર્ષે નાના-મોટા પ્રવાસ કરી રહ્યાં કરશે. વેપાર અર્થે પ્રવાસ થાય. લાંબી યાત્રા થાય. વિદેશમાં જવાની ઇચ્છા હોય તો પ્રયત્ન સફળ રહે.
શત્રુ-મિત્રવર્ગ : મિત્ર વર્ગમાં સંબંધો સારા રહે. નવા સારા વર્ગના મિત્રો મળશે. તમારા મીઠા બોલા મિત્રોથી સાવધાની રાખવી. વિશ્ર્વાસ ન કરવો. નાણાંકીય સંબંધ ટાળવો. છુપા શત્રુ ઊભા થાય. શત્રુ વર્ગથી ત્રાસદાયક સમય રહે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ખૂબ જ સાવધાની રાખવી. વિશ્ર્વાસઘાત થાય. મીઠાબોલા શત્રુને પારખવાની અને સાવચેતી રાખવાની ટેવ કેળવશો.
અભ્યાસ : અભ્યાસ અર્થે વર્ષ સાનુકુળતાભર્યો સમય રહે. તમારી મહેનતનું ફળ મળશે.
બાર મહિના પ્રમાણે ફળ :
(૧) કારતક : આરોગ્ય કથળે. ઉગ્રતા અને ઉદ્યતા ટાળવી. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. નોકરીમાં બદલી થાય. પ્રમોશન મળે. મિત્રોથી લાભ થાય.
(૨) માગશર : વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શુભ રહે. વેપારમાં અટકેલા કાર્યો પૂરા થાય. સરકારી કાર્યો પૂરા થાય. જાહેરજીવનના કાર્યો કરનાર માટે ઉત્તમ સમય રહે.
(૩) પોષ: નાની યાત્રા થાય. ખોટા સાહસ ન કરવા. વિચારો ને કાબૂમાં રાખવા મન ઉપર લગામ રાખવી. ખોટા લોભ-લાલચમાં ફસાઇ જાવ. સહોદર સાથે વિવાદ ટાળવો.
(૪) મહા: વેપારમાં વધારો થાય. મિત્રવર્ગથી લાભ થાય. નોકરીયાત વર્ગને લાભપ્રદ સમય રહે. નાની મુસાફરી થાય.
(૫) ફાગણ : નાણાંભીડ દૂર થાય. મિત્રવર્ગથી ધનલાભ થાય. વિદેશથી લાભ થાય. વિદેશ જવાની ઇચ્છા પૂરી થાય. વાણીથી વિવાદ ટાળવો. વેપારમાં શ્રેષ્ઠ સમય રહે. નોકરીમાં ઉપરીઅધિકારી સાથે મીઠાબોલા ઝઘડા થાય.
(૬) ચૈત્ર : નાણાંભીડ અનુભવો. આરોગ્ય અને કોર્ટ પાછળ નાણાં ખર્ચ થાય. મિત્રથી સ્થાવર મિલકતમાં લાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી.
(૭) વૈશાખ : સ્થાવર મિલકતથી લાભ થાય. ધાર્યા કાર્યો પડશે. વેપારમાં હરિફો સામે વિજય બનો. નવા કાર્યોને અમલમાં મૂકો. પ્રવાસ ન કરવો.
(૮) જેઠ : નાણાંકીય બજેટ જળવાય. વાણીથી વ્યાપારમાં લાભ થાય. નવા સાહસ થાય.
(૯) અષાઢ : વિદેશ વ્યાપારથી લાભ થાય. વિદેશમાં રહેતા મિત્રોથી લાભ થાય. સ્થાવર મિલકત પાછળ ખર્ચા વધે. હૃદય-છાતીના બીમારી હોય તો સાચવવું.
(૧૦) અધિક શ્રાવણ : દામ્પત્યજીવનમાં સંવાદિતતા જળવાય. નવા વાહનની ખરીદી થાય. વેપારમાં ધનલાભ થાય.
(૧૧) શ્રાવણ : એક કાર્યની સંપૂર્ણ પતાવટ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે. વેપારમાં ચડાવ-ઉતાર જોવા મળે. અર્ધ સરકારી કાર્યોમાં કામગીરી કરનારને શ્રેષ્ઠ સમય રહે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. પ્રવાસ થાય.
(૧૨) ભાદરવો : જીવનસાથીનું આરોગ્ય કથળે. વેપારમાં સફળતા મળે. નોકરીયાતવર્ગને બદલી અને બઢતી મળે. અભ્યાસમાં સફળતા મળે. પ્રવાસ ટાળવો.
(૧૩) આસો : આ સમયે રાહુ મીન રાશિમાં અગિયારમાં ભાવે આવતા રાહતનો શ્ર્વાસ લેશો. જેલમાંથી છૂટવાનો અનુભવ થાય. અભ્યાસમાં યોગ્ય નિર્ણય કરવો.
આ વર્ષે પ્રતિકુળ સમય છતાંય સફળતાની આશા જરૂર કિરણ મળશે. શાંતિ અને ધીરજપૂર્વક નિર્ણય કરવા. તમારા હિતમાં છે. આ વર્ષે અગત્યના કાર્યો થશે.
———
મિથુન (ક. છ. ધ): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ રાહુ અગિયારમાં ભાવે. ગુરુ દસમાં ભાવે જે ૨૨-૪-૨૦૨૩થી એકાદશ ભાવે આવશે ૧૨-૭-૨૦૨૨થી નાનાપાયે શનિની પનોતી આઠમાં ભાવે રહી તાંબાના પાયે લક્ષ્મીદાયક બનશે. આમ વર્ષ દરમિયાન આપના બધા જ પાસા પોબારા પડશે. ખોટા ભ્રમ અને વ્યર્થ વિચારો ત્યાગી, વર્તમાનમાં સુખ-શાંતિથી જીવવાનો લ્હાવો લેવો યોગ્ય રહેશે.
માનસિક અને શારીરિક સ્થિતિ: આશા અમર છે. આ વાક્ય મુજબ તમારી આશાનું કિરણ છોડવું નહીં. મનથી મજબૂત મનોબળ સાથે આનંદ અને ઉત્સાહભર્યું જીવન જીવવા પ્રયત્ન કરવો. ખોટા ચિંતાભર્યા વાદળોને છોડી સપ્તરંગી મેઘધનુષનો જીવનમાં રંગવા પ્રયત્ન કરવો.
આરોગ્ય સારું રહે: પેટને લગતા રોગ થાય. વાયુ-વિકૃતિના રોગ થાય. જેની અસર તમારા જીવન વ્યવહાર ઉપર પડે માટે આરોગ્ય અંગે કાળજી રાખવી. ખાનપાનમાં પરેજી રાખવી.
પારિવારિક: પરિવારમાં સુખ-શાંતિ જળવાય. નવા ઉત્સાહભર્યા આગંતુકથી આનંદભર્યું વાતાવરણ રહેશે. વડીલોની મીઠી નજર મળે. વિવાહયોગ્ય યુવાનો માટે સમય સારો રહે. સંતાનોની પ્રગતિ થાય.
નોકરી વેપાર: નોકરીયાતવર્ગને સહુકર્મચારી સાથે વિવાહ રહ્યા કરશે. ઉપરીઅધિકારી સાથે સંઘર્ષ ટાળવો. નરમાશથી કામ લેવું. તો જરૂર લાભમાં રહેશો. તમારા વણઉકેલ્ય પ્રશ્ર્નો ઉકેલાય. વર્ષની શરૂઆતમાં પ્રમોશન અને લાભ મળે તો લઇ લેવો યોગ્ય રહે.
વેપારીવર્ગને હરિફો સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં ખોટા ચાલકે વિશ્ર્વાસઘાત થાય. માટે વિશ્ર્વાસે વહાણ ન ચલાવવું. અગત્યના દસ્તાવેજો કાળજીથી સાચવવા અને સહી-સિક્કા કરતા જો તમે સાચા હોય તો જ ગડમથલમાં પડવું. નહીંતર તમારા કાર્યક્ષેત્રમાં બરતરફ થઇ જશો. દેવા કરી વેપાર ન કરવો. જે છે તેમાં સંતોષમાની ચલાવવો.
આર્થિક સ્થિતિ: આ વર્ષે જૂની બચતો તમારા આબરૂ-શાખને જાળવી રાખશે. બહારથી સારી છાપ રહેશે. પરંતુ અંદર તો તમારું મન જાણે કે નાણાંકીય પ્રશ્ર્નો કેટલા છે? નાના પાયે મૂડી રોકાણ શક્ય બને. વારસાગત મિલકતથી આવક વધશે. શેર-લોટરીમાં વર્ષની શરૂઆતમાં લાભ થાય. જમીન મકાનમાં રોકાણ ન કરવું. શિક્ષણ વર્ગ, જ્ઞાન આપનાર વર્ગ, વાણીથી વેપાર કરનારા માટે શ્રેષ્ઠ સમય રહે.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે શરૂઆતમાં સ્થાવર સંપત્તિમાં વધારો થાય. દ્રવ્ય સુખ વધશે. ભાડાના મકાનમાં રહેતા હશો તો પોતાના મકાનમાં રહી શકો. જાગૃત રહી યોગ્ય દસ્તાવેજો અંગે તકેદારી રાખી મિલકતમાં ખરીદ વેચાણ કરવું. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય નવા વાહનની ખરીદી થાય.
પ્રવાસ : પ્રવાસ મધ્યમ રહે. જરૂરી હોય તો જ લાંબો પ્રવાસ કરવો. સહપરિવાર પ્રવાસ ટાળવો. હિતાવહ રહેશે. નોકરી કે વેપાર અર્થે યાત્રા સફળ થાય.
શત્રુ-મિત્ર વર્ગ : “મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમહિ પાછળ રહે, દુ:ખમાં આગળ હોય, આ ઉક્તિની સાચી સમજણ આ વર્ષમાં અનુભવ થાશે. બહુ જ ખાસ મિત્ર હોય તો જ નાછૂટકે વિશ્ર્વાસ મૂકવો. નાણાકીય વ્યવહાર ટાળવો.
શત્રુઓ મીઠા બોલા હોય, પરંતુ તમારું કાંઇ બગાડી ન શકે. કોર્ટ-કચેરીમાં સફળતા મળે.
અભ્યાસ : અભ્યાસમાં ફકત મહેનત ઉપર ધ્યાન રાખવું. ફળ ઇશ્ર્વર ઉપર છોડશો. ખોટી રીતે પાસ થવાના સ્વપ્નો હોમાઇ જાશે. તમારા ઉપર સરસ્વતીની કૃપા અપાર રહેેશે.
બાર મહિનાની પ્રમાણે ફળ:
(૧) કારતક : સંતાનોની પ્રગતિ થાય. શેર-લોટરીથી લાભ થાય. મિત્ર વર્ગથી વિશ્ર્વાસઘાત થાય.
(૨) માગસર : નોકરીમાં બદલી-બઢતી મળે. કોર્ટ-કચેરીમાં વિજય મળે. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. વેપાર વૃદ્ધિ થાય.
(૩) પોષ : વાણી દ્વારા પ્રભાવશાળી વ્યક્તિત્વ દીપી ઊઠે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. વેપારમાં વધારો થાય. ભાગીદારથી લાભ થાય.
(૪) મહા : આપના કાર્યોમાં અવરોધ દૂર થાય. સરકારી કાર્યો પૂરા થાય. નાની યાત્રામાં સફળતા મળે.
(૫) ફાગણ : મિત્ર વર્ગથી લાભ થાય. શેર-લોટરીથી લાભ થાય. નોકરીમાં બઢતી મળે. ભાગ્ય સાથ આપે. નાની યાત્રા થાય.
(૬) ચૈત્ર : વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય. વેપારમાં વૃદ્ધિ થાય. સંતાનોની પ્રગતિ થાય. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. કોર્ટ કચેરીમાં સફળતા મળે.
(૭) વૈશાખ : નાણાભીડ દૂર થાય. વિદેશ જવાની કે લાંબો પ્રવાસ સફળ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે, વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અવરોધ બાદ સફળતા.
(૮) જેઠ : વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. વેપાર અર્થે નવા સાહસ થાય. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. મોજ-મનોરંજન પાછળ નાણાં ખર્ચ થાય.
(૯) અષાઢ : સહોદરથી લાભ થાય. સુમેળભર્યો સંબંધ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી. નોકરિયાત વર્ગને સમય શુભ રહે. ખોટા સાહસ ન કરવા.
(૧૦) અધિક શ્રાવણ : નાની યાત્રા થાય. મિત્રો સાથે સાહસ ન કરવા. મિત્રોને જામીન કે સહી સિક્કા કરતા સાવધાની રાખવી. વેપારમાં વિશ્ર્વાસઘાત થાય.
(૧૧) શ્રાવણ : સરકારી કાર્યો કાગળ ઉપરના લખાણો અધૂરા પૂરા થાય. વેપારમાં સાવધાની રાખવી. ભાગીદાર કે મિત્રોથી નુકસાન થાય. વિદેશથી ધનલાભ થાય.
(૧૨) ભાદરવો : વિદેશ જવા માટે અગત્યના કાગળોની ફાઇલ મૂકી શકશો. સ્થાવર મિલકતની ખરીદી થાય. નવા વાહનની ખરીદી થાય.
(૧૩) આસો : હૃદય-છાતીનો દર્દી હોય તો સાચવવું. અભ્યાસુ વર્ગને મહેનતનું શુભ ફળ મળે. શેર-લોટરીથી લાભ થાય. મિત્રોથી મન દુ:ખના પ્રસંગો દૂર થાય. વેપારમાં પરિવર્તન થાય.
આ વર્ષ સમાજમાં પ્રતિષ્ઠ વ્યક્તિ તરીકે સારા યશ-નામના મળે. રાજકારણમાં લાભ થાય. નવા સાહસ કરનારને સફળતા મળે. “હિંમતે મર્દા તો મદદે ખુદા આ ઉક્તિ પ્રમાણે જીવન શૈલી અપનાવશો. મિત્રોની સાચી ઓળખ પોતાના- પારકાનો અનુભવ થાય.
——-
કર્ક (ડ, હ): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ રાહુ દસમા ભાવે રહે છે. શનિ સાતમાં ભાવે અને ૨૯-૪-૨૦૨૨થી સોનાના પાયે નાની પનોતી બેસે છે, જે ચિંતા કરાવે. ગુરુ ગ્રહ ભાગ્ય સ્થાને રહે છેે જે ૨૨-૪-૨૦૨૩થી દસમા ભાવે રહે છે.
માનસિક અને શારીરિક સુખ: માનસિક રીતે સમય શુભ નથી. ખોટી શંકા, વહેમથી દૂર રહેવું અને મનને પ્રસંશા રાખવું હિતાવહ રહેશે. ભાગ્યના દ્વાર ગુરુ ખોલે છે. વિચારોમાં હકારાત્મકતા રાખવાથી મનને મનોબળ મજબૂત થાશે. વર્ષાન્તે આકાશમાં ઊડતા પંખીને જેમ મુક્ત અને હળવાશમય વાતાવરણ માણી શકશો. ખોટા વિચારો ન કરશો.
શારીરિક આરોગ્ય મધ્યમ રહે. વયોવૃદ્ધ ખૂબ જ સાવચેતી રાખવી. હૃદય- છાતીને લગતા દર્દો થાય. નાની બીમારીને માથે ન મારી મૂકવી.
પારિવારિક : આ સમય ત્યાગની ભાવના પરિવારમાં સંપ અને સમાધાનથી ખરાબ સમય પસાર કરી શકશો. વિવાહ માટે યોગ્ય તકો ઊભી થાય. પરિવારના સભ્યો સલાહ આપને પુરુષાર્થ માટે પ્રેરણા આપે છતાં આપનું કંઇ જ ન ઊપજે. આપનો પુરુષાર્થ ઘાંચીના બળદની માફક ફેરવે પણ ઘાંચીમાંથી તેલ ન નીકળે માટે તમારે તમારા નિર્ણયો જાતે જ લેવા. નાણાકીય કે બહારના પ્રશ્ર્નો ઘરમાં ન લાવવા, ખોટા વિવાદો ટાળવા, જૂના સંબંધો ફરી બંધાય.
નોકરી-વેપાર વર્ગ: નોકરિયાત વર્ગને નવી સારી નોકરી મળે- ઉચ્ચપદ મળે. વર્ષની મધ્યથી નોકરીમાં ખોટા આક્ષેપો આવે. વિવાદો વધે. મિશ્રણ ફળદાયી રહેશે. સખત પરિશ્રમ સાથે મહેનત પણ ઘણી જ માગી લે. છતાંય કદર નહિવત્ પણ ન થાય. મોટી જવાબદારી માથે ન લેવી.
વેપારમાં પરિવર્તન આવે. ખોટા સાહસ ખેડવા નહીં. આયોજનપૂર્વક કાર્ય કરશો તો જ સફળતા મળે. ભાગીદારમાં લાભ થાય. વેપારમાં અજાણ્યા સાથે લે-વેચ ન કરવા, વિશ્ર્વાસઘાત થાય.
આર્થિક સ્થિતિ: આ વર્ષે શરૂઆતમાં નાણાભીડ રહે. ઉધાર નાણાં કે લોન પર નાણાં મળી શકે, પણ વ્યવસાયમાં નાણાકીય આવક વધે નહીં. જમીન- જાગીર સ્થાવર મિલકત પાછળ નાણાંનો વ્યય થાય. બચત નહીં, પણ ખર્ચને રોકી આવકમાં સ્થિરતા જળવાશે. લાગણીના પ્રવાહમાં વધુ પડતો દોરો છૂટો ન મૂકશો. નહીંતર ગુલાંટ ખાઇ જશો.
સ્થાવર સંપત્તિ સુખ : સ્થાવર મિલકતમાં ઉતાવળા નિર્ણય ન કરવા. મુશ્કેલીમાં મૂકી દેશે. જમીન-મિલકતમાં લે-વેચ માટે શુભ સમય નથી. વારસાગત મિલકતમાં પ્રશ્ર્નો ઉકેલાય.
પ્રવાસ : યાત્રા પ્રવાસ ઘણા જ થાય. ધાર્મિક મુસાફરી થાય. મુસાફરી દરમિયાન આરોગ્ય ઉપર ધ્યાન રાખવું. લાંબી બીમારીથી દવા ચાલુ હોય તેવા વયોવૃદ્ધે ખાસ સાચવવું.
શત્રુ-મિત્રવર્ગ : મિત્રવર્ગમાં માન-સન્માન જળવાય. મન દુ:ખના પ્રશ્ર્નો દૂર થાય. મીઠા બોલા શત્રુ ઊભા થાય. છુપા શત્રુથી સાવધાની રાખવી.
અભ્યાસ : પરિવારમાં મનોરંજન પાછળ સમય વેડફી તમારા અભ્યાસ તરફ ધ્યાન રાખવું હિતાવહ રહે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : મોજ શોખ પાછળ ખર્ચા વધે. સ્થાવર મિલકતમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધિ થાય.
(૨) માગસર : અભ્યાસમાં સફળતા મળે. શેર-લોટરીથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય. નોકરીમાં બદલી થાય.
(૩) પોષ : દામ્પત્ય જીવનમાં ખટરાગ થાય. ગેરસમજ ઊભી થાય. મિત્રવર્ગથી લાભ થાય. મીઠા બોલા શત્રુ ઊભા થાય.
(૪) મહા: વાણીથી વિવાદ ટાળવો. વારસાગત મિલકતથી લાભ થાય. મિત્રોથી લાભ થાય. વેપારથી ધન લાભ થાય. નાણાભીડ દૂર થાય.
(૫) ફાગણ : વેપારમાં નવીન તક મળે. સ્થાવર મિલકતમાં પ્રશ્ર્નો ઉકેલાય. નવા વાહનની ખરીદી થાય. ખોટા આક્ષેપોથી સાચવવું.
(૬) ચૈત્ર : વિદેશ વ્યાપારથી લાભ થાય. અંગત આરોગ્ય સાચવવું પ્રવાસ ટાળવો. ભાગ્ય સાથ આપે.
(૭) વૈશાખ : વેપારમાં મોટી તક મળે. રાજકીય ક્ષેત્રે સફળતા. સમાજમાં માન-પ્રતિષ્ઠા જળવાય. આવક વધે.
(૮) જેઠ : વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. જમીન, મકાન, વાહન માટે સમય શુભ રહે. મિત્રવર્ગથી લાભ થાય. મોજ-મનોરંજન પાછળ સમય પસાર થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
(૯) અષાઢ : વિદેશ જવા માટે શુભ સમય. લાંબો પ્રવાસ થાય. આરોગ્ય કથળે. વેપારમાં વિશ્ર્વાસઘાત થાય. આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય.
(૯) અધિક-શ્રાવણ : મિત્રોથી લાભ થાય. વિદેશ વેપારમાં લાભ થાય. પરિવારમાં કાર્યની કદર થાય. નાણાભીડ દૂર થાય. સમાજમાં આગવું સ્થાન મળે.
(૧૦) શ્રાવણ: આ સમય પરિવારમાં નામના યશ મળે. મોટા વડીલોની મીઠી નજર મળે. આવક વધે. સરકારી કાર્યોમાં સફળતા મળે. સાહસથી સફળતા મળે.
(૧૧) ભાદરવો : મિત્રોથી આર્થિક લાભ થાય. વેપારમાં મોટી તક મળે. સ્થાવર મિલકતથી ખર્ચા વધશે. વિવાહિત જીવનમાં પ્રણય પાંગરે.
(૧૨) આસો : નાની યાત્રા થાય. મિત્રો સાથે વેપાર અંગે સાહસ ટાળવા. સ્થાવર મિલકતની ખરીદ-વેચાણના પ્રશ્ર્નો હલ થાય. વેપારમાં હવે હળવાશ અનુભવો. વેપારવૃદ્ધિ થાય.
આમ આ વર્ષે ઇશ્ર્વરને આધીન રાખી કાર્ય કરવું. માનસિક ચિંતાઓથી ઘેરાયેલું મન રહેશે. મનને મક્કમ બનાવી વર્તમાન સમય સાનુકૂળતાભર્યું વર્તન રાખવું. ઇષ્ટ દેવ અને શનિ દેવની ઉપાસના કરવાથી વર્ષ દરમિયાન સંકટ દૂર થાય.
——–
સિંહ (મ,ટ): આ વર્ષે શનિ સાતમા ભાવે રહે છે. વર્ષની મધ્યમાં ગુરુ ભાગ્ય ભાવે તે પહેલા આઠમા ભાવે રહે છે. રાહુ ભાગ્ય સ્થાને રહે છે. આ સમય દિવાસ્વપ્ન બરાબર રહે. મૃગજળ સમાન વર્ષ રહે.
માનસિક શારીરિક સ્થિતિ : મનની શાંતિ જળવાય. ધીરજ અને શાણપણ રાખવું. જે ગધેડાને બાપ કહેવા પડે, કપરા સ્થિતિમાંથી મનની અકડામણ દૂર થાય. ‘સંતોષી નર સદા સુખી’ આ વાકયને અનુસરવું. આરોગ્ય મધ્યમ રહે. મોસમ પ્રમાણે બીમારી આવે. મોટી બીમારી નથી. લોહી-વિકાર, સાંધાના દુખાવાની ફરિયાદ થાય, પણ ટૂંક સમયમાં રોગ દૂર થાય.
પારિવારિક : સપરિવાર આનંદભર્યો ઉત્સવ ઉજવશો. ઘરમાં માંગલિક પ્રસંગો સર્જાય, કુટુંબ પાછળ નાણાં વાપરશો નહીં, પણ વેડફશો. વિવાહને લગતા ધામિર્ક કાર્યો પાછળ પરિવારમાં સંપ અને સમાધાન થાય. જીવનસાથીની પસંદગી કરી શકશો. સંતાનો તરફથી વધુ કાળજી રાખશો. ભાગ્ય આડે પાંદડુ આવી જાય.
નોકરી-વેપારી વર્ગ: નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. બદલી થાય, કૂટનીતિથી નોકરીમાં સફળતા મળે. વેપારમાં પુરુષાર્થ માગે છે. શઠ મિત્રોથી દૂર રહેવું. વાતમાં આવવું નહીં. વધુ પડતો આત્મવિશ્ર્વાસ વેપારમાં હરીફો વધારે છે. આપના કાર્યક્ષેત્રમાં સાવચેતી રાખવી.
આર્થિક સ્થિતિ : આવકમાં વધારો થાય. સતત ધન વર્ષા વર્ષની મે મહિના સુધી થાય પછી પછેડી પ્રમાણે ખૂબ જ રહેશે, પણ કાર્ય અટકશે નહીં. કુટુંબ ખર્ચા વધશે. જૂની લોન-દેવુ ભરપાઇ થાય. શેર-લોટરીમાં મે મહિના બાદ જોખમ ન કરવું. લાલચ બૂરી ચીઝ છે. માટે વધુ મેળવવા લાખના બાર હજાર ન થાય તે જોવું. બૅંક બેલેન્સમાં ઘટાડો થાય. લક્ષ્મીજીને રિઝવવા પ્રાર્થનામાં એક આધાર રહેશે.
સ્થાવર-સંપત્તિ સુખ: જમીન-મકાન વાહનની ખરીદ- વેચાણ માટે આ વર્ષ મધ્યમ ફળદાયી રહે. વિદેશમાં વસવાટ કરનારા માટે નિવાસસ્થાન બનાવવા થોડી રાહ જોવી યોગ્ય રહે. લોન પાસ થવા માટે મુશ્કેલી ઊભી થાય. વારસાગત મિલકત માટે થોડી બાંધછોડ કરશો તો પ્રશ્ર્નો હલ થાય.
પ્રવાસ : આ વર્ષે વિદેશ જવા માટે રાહ જોવી યોગ્ય રહે. ખૂબ જ આયોજનપૂર્વક પ્રવાસ કરશો તો જ સફળતા મળશે. નોકરી-વેપાર અર્થે પ્રવાસ ટાળવો નુકસાન થાય.
શત્રુ-મિત્રવર્ગ : મિત્રવર્ગથી લાભ થાય. મિત્રો સાથે વેપાર અર્થે નાણાકીય સહાય મેળવો. છુપા શત્રુ વધુ ઊભા થાય માટે હરીફાઇમાં કૂટનીતિથી વિજય મેળવો. કોર્ટ-કચેરી કાર્યમાં સફળતા મેળવો.
અભ્યાસ : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સફળતા મળે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : વિચારોમાં ઉશ્કેરાટ ટાળવો. સાહસભર્યા કાર્યો સહોદર સાથે સંબંધો સુધરે. નોકરિયાત વર્ગને જવાબદારી વધુ લેવી.
(૨) માગસર: સ્થાવર મિલકતના ખરીદ-વેચાણના કાર્યોમાં સફળતા મળે. નવા વાહનની ખરીદી માટે યોગ્ય સમય રહે. વેપારમાં વધારો થાય. તેજી જોવા મળે.
(૩) પોષ : અભ્યાસમાં સફળતા મળે. નોકરીમાં બદલી કે બઢતી મળે. વાણી દ્વારા વેપાર કરનારને ધન લાભ કર્તા રહે.
(૪) મહા : વિવાહ યોગ્ય યુવાનો માટે લગ્ન માટે શુભ સમય રહે. વેપારમાં ભાગીદારથી લાભ થાય. નોકરીમાં પ્રમોશન મળે.
(૫) ફાગણ : સરકારી કાર્યો પૂરા થાય. સરકાર તરફથી ઇનામ, પારિતોષિક મેળવો. વારસાગત મિલકતોના પ્રશ્ર્નો ઊભા થાય. વાણી-પૈસા- પરિવાર માટે સુખમય સમય પસાર થાય.
(૬) ચૈત્ર : પ્રવાસ ટાળવો. મિત્રવર્ગથી લાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી. વેપારમાં લાભપ્રદ સમય પસાર થાય.
(૭) વૈશાખ : સમાજમાં યશપ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. નાની યાત્રા થાય. નોકરીમાં યશ મળે.
(૮) જેઠ : વિદેશમાં વસવાટ કરનારને પોતાનું ઘર બને. તમારા મોજ શોખના સાધનો વસાવી શકો. વેપારમાં મોટા પાયે નવા સાહસ થાય. ભાગીદારનો સહકાર મળે.
(૯) અષાઢ : આપના સર્વ સુખના સુખદ અનુભવ મેળવશો. વેપારમાં વિશ્ર્વાસે વહાણ ન ચલાવશો. મિત્રવર્ગથી લાભ થાય.
(૧૦) અધિક શ્રાવણ : આરોગ્ય કથળે. આવક વધશે. મકાન-વાહનથી ધનલાભ. મિત્રોથી ધન લાભ. વિદેશ અંગે વેપાર કરનારને લાભપ્રદ સમય રહે.
(૧૧) શ્રાવણ : પરિવારમાં કાર્યની કદર થાય. તમારી નામના- પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. મોટા માણસોની વગથી અગત્યના કાર્યો થાય. સરકારી કાર્યો થાય. ન રાજકીય ક્ષેત્રે અણધારી સફળતા મેળવો.
(૧૨) ભાદરવો : વેપારમાં મોટી તક મેળવો. નવા સાહસથી લાભ થાય. સ્થાવર મિલકતના દસ્તાવેજ અંગે ખામીઓ ગૂંચવાય. અગત્યના કાગળો ઉપર સહી-સિક્કા કરતા સાવધાની રાખવી.
(૧૩) આસો : પરિવારમાં વિવાદ વધશે. આવકમાં વધારો થાય. મિલકતના કાર્યો પૂરા થાય.
આપના માટે આ વર્ષે સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય તેવી સ્થિતિ સર્જાય તો પણ અડગ રહી તમારા હકારાત્મક વિચારોને ડગવા ન દેશો. ધનની લાલચ છોડી આવકની સ્થિરતાને ટકાવી રાખવી. સારી કદર તમારા માટે આ વર્ષે થાય.
——–
ક્ધયા (પ, ઠ, ણ): આપની રાશિમાં રાહુ આઠમા ભાવે રહે છે. ગુરુ સાતમા ભાવે જે ૨૨-૪-૨૦૨૩થી આઠમા ભાવે રહે છે. શનિ પાંચમા ભાવે ૧૭-૧-૨૦૨૩થી છઠ્ઠા ભાવે રહેશે, જે તમારા જીવનની સાચી જીવવાની રીત શીખશો. બીજા માટે જીવ્યા પછી તમારા જીવનનો લક્ષ્ય નક્કી કરશો. સમય તમારી સાથે છે. ગુરુની દેહભૂવ ને દૃષ્ટિ સર્વ કાર્ય સિદ્ધ કરાવશે. રાહુ આઠમા ભાવે છે જે આ રાશિના ચિન્હરૂપે નાવડીમાં બેસીને બન્ને હાથમાં અન્ન અને અગ્નિ છે તો નાવડીમાં હલેસા કોણ મારશે? અને નાવડીના હલેસા મારવા જાશો તો હાથ ખાલી થઇ જશે મતલબ તમારા જીવનની દિશા-નિર્ણય તમારે નક્કી કરવાના છે.
માનસિક અને શારીરિક સ્થિતિ: મનથી સમતુલા જાળવશો. મુશ્કેલીમાંથી બહાર આવવા મનની મક્કમતા અને સમય અનુસાર અનુસરવાથી પહાડ જેવા અઘરા કાર્યો પાર પડશે. મનમાં શાંતિ અને સંતોષ અનુભવશો. “હિંમતે મર્દા તો મદદે ખુદા આ વાકયની ગાંઠ મારી ગમે તેવા કાર્યમાં ઝંપલાવશો તો ફતેહનાં ડંકા વાગશે જ.
શારીરિક આરોગ્ય મધ્યમ રહે. વાયુના રોગ થાય. આંખ-ગળાના રોગ થાય. હરસ-મસાની બીમારી હોય તો કાળજી લેવી. મોટી બીમારી આવી શકે છે.
પારિવારિક : આ વર્ષે જો આપ સંયુક્ત પરિવારમાં હશો તો કોઇની નજર લાગી હોય તેવું દૃશ્યમાન થશે. તમારે સૌનું વિચારીને નિર્ણય કરવા અથવા વડીલોની સલાહ માનવી યોગ્ય રહે. વિવાહ-સગાઇની ઉંમર લાયક યુવાવર્ગને સમય ઉત્તમ રહે. સંતાનોની પ્રગતિ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય.
નોકરી-વેપારીવર્ગ : નોકરિયાત વર્ગને ચડતીનો સમય રહે. સહકર્મચારી સાથે બગડેલા સંબંધો સુધરે. કર્મચારી સાથે ખોટા વિવાદમાં ઊતર્યા સિવાય ‘હા’ માં ‘હા’ ભણી ચાલવાથી બાજી તમારા હાથમાં રહેશે. વર્ષની મધ્યમાં બદલી થાય. સ્થળાંતર બતાવે છે.
વેપારીવર્ગને સમય ઉત્તમ રહેશે. ભાગીદારથી લાભ થાય. વૃદ્ધિ અને વિકાસ બને જોઇ શકશો. અવરોધ આવે પણ કાર્યમાં ફતેહ તમારી થાય. નવી તક આવે તો વધાવી લેવી. ભાવિ વર્ષો માટે લાભકારી વ્યક્તિની ઓળ-ખાણ થાય. વેપારીવર્ગ માટે સોનાનો સૂરજ સમાન છે.
આર્થિક સ્થિતિ: આ વર્ષે આપના આવકમાં વધારો થાય. તમારા બધા જ પાસા પોબારા પડશે. નોકરી વેપારમાં વધારો થવાથી ધન લાભ થાય. ખોટા લોભ -લાલચ કે લોભામણી માગમાં આવી ખોટી જગ્યાએ નાણાં ફસાઇ જાય માટે કાળજી લેવી. પરિવાર પાછળ નાણાં ખર્ચ થાય.
સ્થાવર સંપત્તિ સુખ : સ્થાવર સંપત્તિ સુખમાં વધારો થાય. ‘સપનો કા મહલ’ આ વર્ષે સાકાર થતા જણાય. તે અંગે જરૂરી લોન પાસ થાય. નાણાકીય સહાય મળે. વાહન ખરીદવાની ઇચ્છા પૂરી થાય. તમારો પુરુષાર્થ ઘરનું ઘર કરવામાં સફળતા આપે છે.
પ્રવાસ : પ્રવાસ યાત્રા સુલભ રહે. લાંબો પ્રવાસ થાય. ધાર્મિક યાત્રા થાય.
શત્રુ-મિત્રવર્ગ : મિત્રવર્ગથી લાભ થાય. મિત્રોની મદદથી વેપારમાં લાભ થાય. છુપા શત્રુ ઊભા થાય. કોર્ટ-કચેરીમાં કૂટનીતિથી વિજય મેળવો.
અભ્યાસ : અભ્યાસમાં વિલંબ આવે પરીક્ષા સમયે આરોગ્ય કથળે નહીં તેની કાળજી લેવી. અગાઉથી મહેનતની તૈયારી કરવી.
બાર મહિનાનું રાશિ ફળ:
કારતક : વાણીમાં મીઠાશથી ધનલાભ થાય. પરિવારમાં આનંદમય વાતાવરણ રહે. સાહસથી સફળતા મળે. નાની મુસાફરી સફળ થાય.
(૨) માગસર : નવા વાહન-મકાનની ખરીદી થાય. અભ્યાસમાં સફળતા મળે. શેર-લોટરીથી લાભ થાય. વેપારમાં વધારો થાય.
(૩) પોષ : શેર-લોટરીથી લાભ થાય. અભ્યાસમાં ફળ સારું મળે. પ્રણયના પુષ્પો ખીલે. નવા વાહનની ખરીદી થાય.
(૪) મહા : નોકરીમાં બદલી થાય. કોર્ટ-કચેરીમાં વિજય મળે. વેપારમાં નવીન તક મળે.
(૫) ફાગણ : વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. વેપારમાં ભાગીદારથી લાભ થાય. સમાજમાં નામના યશ મળે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ગૂંચવાય.
(૬) ચૈત્ર : કોર્ટ-કચેરીમં મધ્યસ્થી મદદથી લાભ થાય. જાહેર જીવનને લગતા કાર્યો કરનારને સમય શુભ રહે-આરોગ્ય કથળે.
(૭) વૈશાખ : પડવા-વાગવાથી સાચવવું. નાણાં ભીડ વધે. ગુપ્ત અંગોના રોગ થાય. વેપારમાં વધારો.
(૮) જેઠ : લાંબી યાત્રા પસંદ કરવી. મિત્રવર્ગથી લાભ થાય. સમાજમાં વગ ધરાવનાર વ્યક્તિથી લાભ થાય અને અગત્યના કાર્યોની પતાવટ થાય.
(૯) અષાઢ : મિત્રોથી નાણાકીય વ્યવહારમાં લાભ થાય. વેપાર માટે સમય હજી પ્રગતિકારક નથી. સ્થિરતાને ટકાવી રાખવી. વાણી દ્વારા સંબંધો વણસી શકે.
(૧૦) અધિક શ્રાવણ: આરોગ્ય કથળે. વિદેશથી ધનલાભ થાય. વાણીથી વિવાદ ટાળવો. જીવન સાથી સાથે ગેરસમજ ઊભી થયા કરશે. પ્રવાસ ન કરવો.
(૧૧) શ્રાવણ : સાહસથી સફળતા મળે. આરોગ્ય હજી કાળજી માગી લે છે. મિત્રોથી નાણાભીડ દૂર થાય. લાંબો પ્રવાસ થાય. ખર્ચા પ્રવાસ પાછળ થાય.
(૧૨) ભાદરવો : વ્યર્થ ભ્રમણ થાય. સરકારી કાર્યો પૂરા થાય. આવક કરતાં જાવક વધે. વાણીને વિરામ આપવો. વિદેશથી ધનલાભ થાય.
(૧૩) આસો : પરિવારમાં જવાબદારી વધતી જાય. નાણાકીય આયોજન કરવા અધરા પડશે. વાયુ વિકારના રોગ થાય. દામ્પત્યજીવનમાં મધુરતા રહે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો હલ થાય. આવક વધશે.
આમ આ વર્ષ આપના માટે પનોતી કે રાહુની માયાજાળમાં ફસાવશે નહીં. વર્ષમાં અનેક ધારેલા કાર્યો પાર પડશે. ઈશ્ર્વરના આદેશ અને ડરીને શુભ કાર્ય કરશો તો સફળતા અચૂક મળશે જ. હકારાત્મક વર્તન અને વિચારો વર્ષમાં ઘણા જ પરિવર્તનો લાવશે.
———-
તુલા (ર, ત): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ સાતમા ભાવે રાહુ ગ્રહ છઠ્ઠા ભાવે ગુરુ ગ્રહ જે ૨૨-૪-૨૦૨૩થી મેષ રાશિમાં જે સાતમા ભાવે આવે છે. શનિ દેવ ૧૨-૦૭-૨૦૨૨થી મકરમાં ભ્રમણ કરશે જે નાની પનોતી તાંબાના પાયે લક્ષ્મીદાયક શુભફળ આપશે. આપને સમાજમાં અપયશ ન મળે તેની સાવધાની રાખવી. માનભંગ થાય. ખોટા ભપકાથી દૂર રહેવું. સાચા હશે તો સમયની રાહ જોઈ શાંત રહેવું યોગ્ય રહેશે.
માનસિક અને શારીરિક સ્થિતિ: બાહ્ય વાતાવરણની ઊંડી છાપ મનમાં જ રાખવી. ખુશામત કરવાથી અવગુણો ઢંકાઈ જાય છે માટે તેવી વ્યક્તિથી સાવધાની રાખવી. ચેતનાશક્તિ અને આત્મવિશ્ર્વાસને ટકાવી રાખશો. અહંકાર અને જીદ્દી વર્તનનો ત્યાગ કરવો યોગ્ય રહે નહીં તો મન દુ:ખથી ભરાઈ જશે. ખોટા વહેમ-શંકાથી દૂર રહી સામાપવને ચાલવાનું નક્કી જ છે તો વિજયરૂપી કૂચ ચાલુ જ રાખવી. કોઈ શું કહેશે તે વિચાર્યા વગર તમારા માટે શું યોગ્ય છે તેનો વિચાર કરી માનસિક સ્થિરતા જાળવવી.
શારીરિક આરોગ્ય મધ્ય રહે. પિત્તપ્રકૃતિના રોગ થાય. પેટમાં નાની શસ્ત્રક્રિયા થાય. સાવધાની રાખવી. ગરમીની પ્રકૃતિ હોય તેમને શારીરિક ઠંડક રહે તેવા ખાન-પાન અપનાવવા. આરોગ્ય અંગે ખૂબ જ કાળજી માગી લે છે.
પારિવારિક: આ વર્ષે વડીલોથી અપમાનીત થવું પડે. પરિવારમાં એકતા માટે ત્યાગ સાથે મર્યાદાનો પણ ખ્યાલ રાખવો. તમારાથી કુટુંબમાં લાંબી તિરાડ ન પડે કે વિયોગ થાય તેવા પ્રેરણાદાયક સૂચનો ટાળવા. તમારા પરિવારને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કાર્યો ટાળવા. ધીરજ અને શાંતિથી નિર્ણય કરવા. જીવનસાથી સાથે અણબનાવ અને છૂટાછેડા સુધી વાત પહોંચી ન જાય તેની તકેદારી રાખવી. નમતું જોખવું પોતાના જીવનસાથીને સન્માન આપી અને સમાધાનની ભાવના રાખવી. સંતાનોની ઉપાધિ આવે.
નોકરી – વેપારવર્ગ: નોકરિયાતવર્ગને વધુ પડતી જવાબદારી ન લેવી. ઉચ્ચ પદ મળે. સારી નોકરીની તક મળે. સમાધાનથી અને સમજણથી સહકર્મચારી સાથે સંબંધો સુધરે, વેપારીવર્ગને સમય ઉત્તમ રહે. હરીફો તમારું કાંઈ બગાડી શકવાના નથી. આવડત અને બુદ્ધિથી કામ સંભાળવું. ગુસ્સાને કાબૂમાં રાખી વાણીમાં સંયમ રાખવો. ભાગીદાર સાથે છૂટા થવાનો સમય બતાવે છે.
આર્થિક સ્થિત: આ વર્ષે લક્ષ્મીજી રેલમછેલ રહેશે. જ્યાં હાથ નાંખો ત્યાં સોનાની ખાણ જ આવશે. જૂના દેવા પૂર્ણ થાય. અગત્યની લોન પાસ થાય. ખોટા દેખાડા કરવાથી નાણાં વપરાશે નહીં- વેડફાશે. લક્ષ્મીજી સામે ચાલીને આવ્યા છે તો વ્યર્થ ઉપયોગ ન કરવો આપના માટે યોગ્ય રહે.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે જૂના મકાનની ખરીદી-વેચાણ થાય. વારસાગત મિલકતમાં પ્રશ્ર્નો ગૂંચવાયેલા રહેશે. નવા મકાન લેવાની ઈચ્છા પૂર્ણ થાય. મોટી ફેકટરી, દુકાન, ઓફિસ વગેરે વ્યવસાય માટે મિલકતની ખરીદી થાય. આ વર્ષે ભાડાની આવક ચાલુ જ રહેશે. મકાન-વાહનની લોન પૂરી થતા રાહતનો શ્ર્વાસ લેવો.
પ્રવાસ: નોકરી-વેપાર અર્થે પ્રવાસ યાત્રા થાય. ધાર્મિક પ્રવાસ થાય. વિદેશ યાત્રા થાય. સહપરિવાર પ્રવાસ ન કરવો.
શત્રુ-મિત્રવર્ગ: આ વર્ષ મિત્રતાથી લાભ થાય. સારા મિત્રની પરખ થાય. તમારા વેપાર-નોકરીમાં કામ માટે જાનની બાજી લગાવી દે તેવા મિત્રોની સહાય મળશે. મીઠાબોલા શત્રુ ઊભા થાય. કોર્ટના કાર્યોમાં સફળતા મળે. સમાધાનથી સફળતા મળે.
* અભ્યાસ: વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સફળતા મળે. ધાર્યા પરિણામ મળે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક: દામ્પત્યજીવનમાં ગેરસમજ ઊભી થાય. નાણાંનો વ્યય થાય. વિદેશથી આવકમાં વધારો થાય. વેપારમાં સફળતા માટે પરિશ્રમ કરવો પડશે. પ્રવાસ થાય.
(૨) માગસર: જૂની ઊઘરાણી પાછી આવે. વેપારમાં આવકના સાધનો વધે. દામ્પત્યજીવનમાં માન-સન્માન અને અહંકારથી વિખવાદ થાય. વાણીમાં મીઠાશ રાખી સમાધાની વલણ રાખવું.
(૩) પોષ: મુસાફરી-યાત્રા ફળે. નોકરી-વ્યવસાયમાં પરિવર્તન આવે. આરોગ્ય બગડે. આ સમય કામ વગર બોલવાનું ટાળવું યોગ્ય રહે. સંતાનો અંગે ચિંતા વધશે. સ્થાવર મિલકત માટે ખરીદી થાય.
(૪) મહા: જમીન-મકાનમાં પ્રશ્ર્નો હળવા થાય. વૈભવશાળી વસ્તુની ખરીદી થાય. સંતાનોની તબિયત સુધરે અને પ્રગતિ થાય. મોટી વગ ધરાવનાર વ્યક્તિથી લાભ થાય. રેતીના કણમાં હીરાના ઔંસના દર્શન થાય.
(૫) ફાગણ: નોકરિયાતવર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. બદલી અને બઢતી મળે. સ્થાવર મિલકતની લે-વેચ માટે શુભ સમય રહે. વાહન અંગે પરિવર્તન થાય. નાણાકીય ખર્ચ ખોટા થાય. પ્રશંસા કરનાર વ્યક્તિથી દૂર રહેવું. સમાજમાં ઉચ્ચ પદ મળે તો કાંઈ નહીં, પણ અપયશ ન મળે તેની તકેદારી રાખવી.
(૬) ચૈત્ર: પરિવારમાં આનંદ અને લાગણીની અનુભૂતિ થાય. વૈભવ-વિલાસી જીવનની પળો માણી શકશો. સંતાનોના અટકેલા કાર્યો પૂરા થાય. વ્યવસાયમાં ભાગીદારથી લાભ થાય. કોર્ટ-કચેરીમાં વિજય મેળવો.
(૭) વૈશાખ: દામ્પત્યજીવનમાં સંવાદિતતા જળવાય, નોકરીમાં ઉપરી અધિકારી સાથે વિવાદ વધશે. બદલી થાય. કોર્ટ-કચેરી થાય. સરકારી દંડ કે સજા થાય.
(૮) જેઠ: આંખના, ગળાના રોગ થાય. વેપારમાં પ્રગતિના પંથે જતા દેખાવ. પરિવાર પાછળ ઘરખર્ચ થાય. નવીન મુલાકાત લાભકર્તા રહે. વિદ્યાર્થી વર્ગને શુભ સમય રહે.
(૯) અષાઢ: જમીન-મકાનના પ્રશ્ર્નો હલ થાય. વિદેશને લગતા વેપાર કરનારને લાભ થાય. મિત્રથી વધુ લાભ થાય. આત્મવિશ્ર્વાસથી કાર્ય પૂર્ણ કરવા મહત્ત્વનો ફાળો રહેશે.
(૧૦) અધિક શ્રાવણ: વેપારમાં નવી ઓળખાણ થાય અને નવસર્જન કરી શકશો. લાંબી યાત્રા થાય. વિદેશ રહેતા મિત્રથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય. નાણાભીડ દૂર થાય.
(૧૧) શ્રાવણ: નાણાખર્ચ ટાળવા, આરોગ્ય સાચવવું. નોકરીમાં મોટી જવાબદારી ન લેવી. ખોટા આળ આવે કે નોકરીમાંથી બરતરફ થાવ.
(૧૨) ભાદરવો: વિવાહ-સગાઈ ફોક ન થાય માટે કાળજી લેવી. જાહેરજીવનમાં આગવી છાપ પડે. સંતાનોની પ્રગતિ થાય. ક્રોધને ટાળવો. પડવા-વાગવા કે નાની શસ્ત્રક્રિયા થાય.
(૧૩) આસો: આ સમય વિવાહિત જીવનમાં થોડી શાંતિ જળવાશે. આગ-અકસ્માતથી સાચવવું. ક્રોધને ટાળવો. યાત્રામાં સફળતા મળે. જાહેરજીવનમાં સફળતા મળે.
આપ વાસ્તવિક જીવન જીવવાની શૈલી અપનાવવાથી માન-યશ જળવાશે. ખોટી કે નકલી પાંખ લઈ આકાશમાં ઉડવાની કોશિશ નકામી જશે. ધારેલા કાર્ય કર્મ ઉપર આધાર રાખે. ઇષ્ટદેવની ઉપાસનાથી સમયને શુભ બનાવી શકશો.
——–
વૃશ્ર્ચિક (ન, ય): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ પાંચમાભાવે ૨૨-૪-૨૦૨૩થી છઠ્ઠાભાવે રહે છે.
રાહુ છઠ્ઠા ભાવે બળવાન બને છે. શનિ ૨૯-૪-૨૦૨૨થી કુંભ રાશિમાં આવતા નાની પનોતી સોના પાયે શરૂ થાય જે ચિંતાઓનો ટોપલો લઈને આવશે. મિશ્ર ફળદાયી વર્ષ રહેશે.
માનસિક અને શારીરિક સ્થિતિ: આ વર્ષે ચિંતા એ ચિતા બરાબર છે. આ વાક્યને મનમાં ઉતારી લેવું, નહીંતર મનની અસર શરીર પર પડશે. માનસિક સ્થિતિને વિચાર કરતા કાર્ય તરફ દૃષ્ટિ રાખવી યોગ્ય રહે. જેમ સાગરને મળવા નદી આતુર હોય તેમ મનથી મક્કમ કરેલા નિર્ણયો પાર પડશે જ અને સાનુકૂળતા મંજિલ સુધી પહોંચાડશે. ભૂતકાળમાં કરેલી ભૂલો યાદ રાખી વર્તમાનમાં વિચારતા શીખશો.
શરીર પર મનની દરેક અસર પડશે. પેટને લગતા રોગ થાય. આરોગ્ય વધુ કથળે. નાની બીમારીને માથે ન મારી મૂકવી. મગજના રોગ કે મગજને લગતી દવા ચાલુ હોય તેમણે નિયમિત ઔષધી લેવી.
પારિવારિક: પરિવારના સાથે નિ:સ્વાર્થભર્યું વર્તન રાખવું. પરિવારનાં સભ્યો તમારો પૂરો ઉપયોગ નાણાં અને સમયનો કરશે. આપનાર ભોગની સવાર પડે તેની રાહ વર્ષના અંત સુધી જોવી પડશે. વડીલોની હૂંફ મળશે. દામ્પત્યજીવનમાં લાગણીભર્યા સંબંધો જળવાય. સંતાન અંગેની ઇચ્છાપૂર્ણ થાય.
નોકરી-વેપારીવર્ગ: નોકરીમાં ખોટી માથાકૂટ થાય અને ચડાવ-ઉતાર જોવા મળે. તમારા કાર્યોની કદર ન થાય તેમ જ ખોટા આળ કે આક્ષેપોનો ભોગ બનશો. વર્ષની મધ્યમાં મે મહિનાથી નોકરી જાય તેવા યોગ બને છે.
વેપારમાં લોઢાના ચણા ચાવવા જેવો સમય પસાર થાય. ખોટા સાહસ ન કરવા. તમારા વિશ્ર્વાસે લાભ બીજા લઈ જાય તેવું બને. અજાણ્યા સાથે વેપાર ટાળવા. નાના પાયે વેપારમાં સાહસ કરવું. સરકારી દંડ કે સજા ન થાય તે જોવું.
આર્થિક સ્થિતિ: આ વર્ષે મુશ્કેલીમાંથી માર્ગ મળશે. આવકના સાધનો નવા વસાવી-આવક વધારી શકશો. પરિવારમાં કોર્ટ-કચેરી અને દવા પાછળ નાણાંનો વ્યય થાય. “ભરતી-ઓટ આવશે પણ નાણાકીય લાભ લઈ લેશો. ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા ન જશો. તો વર્ષ દરમિયાન આવકની અછત નહીં સર્જાય. સરકારી દંડ કે સજા પાછળ ખર્ચા થાય.
સ્થાવર સંપત્તિ સુખ: સ્થાવર મિલકત બાબતે આ વર્ષ ઉત્તમ રહે. અટકેલા કાર્યો પૂરા થાય. નવા મકાન લેવાની ઈચ્છા પૂરી થાય. તે અંગે નાણાકીય મદદ મળી રહેશે.
પ્રવાસ: પ્રવાસ યાત્રા સફળ થાય. લાંબી મુસાફરી થાય જે સુખદ રહે.
શત્રુ – મિત્ર વર્ગ: છઠ્ઠાભાવે રાહુ બળવાન ગણીએ તો રોગ શરીરની અંદર હશે તો બહાર કાઢી તેનું નિવારણ થશે. શત્રુવર્ગ તમારા આગળ આવશે અને તેને ઓળખીને શત્રુ વિજયી બનશો. ૨૨-૪-૨૦૨૩થી શત્રુથી સાવધાની રાખવી. ખોટી રીતે ફસાઈ શકે. ગુનેગાર ન હોય છતાં સજા ભોગવવી પડે. મિત્રોથી બાહ્યસંબંધ રાખવા. તમારા અંગત પ્રશ્ર્નોને કહેવાથી તેનો લાભ મિત્રો લેશે.
અભ્યાસ: અભ્યાસવર્ગને ખૂબ જ શુભ સમય રહેશે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક:- દામ્પત્યજીવનમાં મધુરતા જળવાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. નોકરીમાં સુલભતા રહે. વેપારમાં સાનુકૂળતા રહે. મિત્રવર્ગથી લાભ થાય. શત્રુથી ત્રાસ કે ભાય થાય.
(૨) માગશર:- વેપારમાં વૃદ્ધિ અને વિકાસ થાય. નાણાભીડ દૂર થાય. વાણીથી ધન લાભ થાય. મુસાફરી ટાળવી. નોકરિયાતવર્ગને ઉત્તમ સમય રહે.
(૩) પોષ:- વેપારમાં નવા સાહસ થાય. સહોદર સાથે ચડતી-પડતી થાય. વિવાદ ટાળવો. મિત્રોથી ધન લાભ. વેપારમાં મિત્રોની મદદ મળે. યાત્રા સુલભ રહે.
(૪) મહા:- સ્થાવર સંપત્તિ પાછળ ખર્ચા થાય. વેપારમાં મોટી તક મળે. હરીફો સામે વિજયી બનો. વિદેશમાં રહેતા હોય તો નિવાસસ્થાન બનાવી શકશો.
(૫) ફાગણ:- કોઈ અણબનાવ ન બને તે જોવું. કોર્ટ-કચેરી થાય. જીવનસાથી સાથે વિખવાદ વધે. અભ્યાસમાં સફળતા મળે. સંતાનોની પ્રગતિ થાય.
(૬) ચૈત્ર:- જીવનસાથી સાથે સમાધાન થાય. નોકરિયાવર્ગને બદલી થાય. ખોટા આળ ન આવે. તેમજ અગત્યના કાગળો ઠગાઈ ન જાય તે સાચવવું. આવકનું બજેટ અગાઉથી નક્કી કરવું. આયોજનપૂર્વક કાર્ય કરશો તો ઝડપથી થશે.
(૭) વૈશાખ:- વ્યવસાયમાં સરકારી દંડ કે સજાના ભોગ બનો. તમે સાચા હશો તો વેપારમાં નુકસાનીથી બચી શકશો. નોકરિયાતવર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ વધે-બદલી થાય. બીમારીમાં કાળજી લેવી.
(૮) જેઠ:- વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં ખૂબ જ મહેનત માગી લે છે. નોકરીમાં ખોટા આળ આવે. નાણાભીડ વધે, દેવું થાય. વ્યાજે નાણાં લેવાનો પ્રસંગ બને. નવીન કાર્યો માટે શુભ સમય રહે.
(૯) અષાઢ:- નાણાં મુશ્કેલી વધતી જાય. વેપારમાં પ્રગતિ થાય, પણ વ્યર્થ ભ્રમણ પાછળ ખર્ચા વધે. વ્યવસાયમાં છેતરામણી ન થાય તે જોવું.
(૧૦) અધિક શ્રાવણ:- મિત્રોની મદદથી નોકરીના પ્રશ્ર્નો ઉકેલશો. વેપારમાં સંતોષ માનવો. વારસાગત મિલકતથી આવક વધે. સ્થાવર મિલકતની ખરીદી થાય. વિદેશ માટે વ્યાપાર કરનારને લાભ થાય.
(૧૧) શ્રાવણ:- વેપારમાં ઊંચી ઉડાન ભરશો. સફળતાના શિખર પાર કરશો. સરકારી ઈનામ કે પારિતોષિક મેળવો. સમાજમાં પ્રતિષ્ઠા સારી મેળવો.
(૧૨) ભાદરવો:- આરોગ્ય કથળે. નોકરીમાં ખોટી રીતે બરતરફ થાવ. મોટી જવાબદારી ન લેવી. આ સમય તમારા માટે ખરાબ છે. મોટો વિશ્ર્વાસઘાત થાય.
(૧૩) આસો:- વિદેશ વ્યાપારથી લાભ થાય. મિત્રવર્ગથી લાભ થાય. નવા મિત્રો થાય પણ વિશ્ર્વાસ ન મૂકવો. શેર-લોટરીથી લાભ થાય. રાજકીય ક્ષેત્રે નુકસાન થાય.
આમ આ વર્ષે ભગવાન “ઇલમ કી લકડી ફેરવે તો જ ‘સોનાનો સૂરજ ઊગશે’ અને સાર્વત્રિક વ્યક્તિગત વિકાસ થાય અને ભગવાનને રીઝવવા, પ્રમાણિકતા, શુદ્ધ નીતિ, ભક્તિ અને શુદ્ધ આચાર હોવા જરૂરી છે.
——–
ધન (ભ, ધ, ફ, ઢ): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ રાહુ પાંચમા ભાવે રહે છે. શનિ ૧૨-૭-૨૦૨૨થી બીજા ભાવે આવે જે સોનાના પાયે પનોતી ચિંતાકર્તા રહેશે. ગુરુ ચોથા ભાવે રહે. ૨૨-૪-૨૦૨૩થી પાંચમા ભાવે આવશે. જ્ઞાનમય સમજ કેળવવાથી લાભ અને બુદ્ધિપૂર્વક જીવનમાં લાભ મેળવવા પ્રયત્ન કરશો તો વર્ષાન્તે સરવૈયું જમાપાસુ બોલે પણ સમયની સાથે શુભચિંતક બનશો.
માનસિક અને શારીરિક સ્થિતિ: શનિ મહારાજ વ્યગ્રતા વધારશે. અશાંતિભર્યું મન રહે. ખોટા વિચારો કરી મનની શાંતિ હણાતી જાય. વિચારોમાં વમળોમાં યોગ્ય નિર્ણય ન લઈ શકાય. લક્ષ્યને પામવા મનને ધ્યેયની દિશા તરફ જ ધ્યાન દોરવું યોગ્ય રહે.
આરોગ્ય મધ્ય રહે. ઋતુગત બીમારી તમને વાયરલના ઝપેટમાં લઈ લેશે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહી શકે છે. પેટને લગતા દર્દો થાય. વાયુને લગતી બીમારી વધે. અંગત આરોગ્ય સાચવવું. ૨૨-૪-૨૦૨૩થી વધુ કાળજી ખાન-પાનમાં લેવી યોગ્ય રહેશે.
પારિવારિક : પરિવાર માટે મધ્યમ ફળદાયી રહેશે. વાણીથી સંબંધો બગડે. કુટુંબમાં સંપ અને એકતા માટે જીદ છોડવી, ખોટી દલીલો છોડવી, સત્ય હોવા છતાં આંખ આડા કાન કરવા યોગ્ય રહે. જેણે સહન કર્યું તેણે સર્વ જીત્યું. આ ભાવના રાખવી. વિવાહત જીવનમાં સંવાદિતતા રહે. સંતાનોની તબિયત અંગે ચિંતા વધે. વારંવાર ઉપાધિ આવશે.
નોકરી- વેપારી વર્ગ : નોકરીમાં બુદ્ધિજીવી વર્ગ માટે ઉત્તમ વર્ષ રહે. મજૂર વર્ગ માટે ફળની રાહ જોવી પડશે. પ્રમોશન માટે કાર્ય ખોરંભે ચઢશે.
વ્યવસાયમાં લાભપ્રદ સમય બતાવે છે. જૂના વેપારમાં પરિવર્તન આવે. આપની યોજના સાકાર થતી જોવા મળે. વ્યવસાયમાં નામના મળે.
આર્થિક સ્થિતિ : આ વર્ષે આવકની મર્યાદામાં ખર્ચ કરવો હિતાવહ રહેશે. જૂની ઉઘરાણી આવે. બૅંકના કાર્યોની પતાવટ થાય. શેર લોટરીમાં નુકસાન થાય. ઓછી મહેનતે વધુ ધન કમાવવાની લાલચમાં કયારેય પડવું નહીં. ઝાંઝવાના જળમાં તમને માનસરોવર દેખાય છે. ધીમી ગતિએ ધન ઉપાર્જન માટે સાધનો મળતા જશે. કોઇની આશા રાખ્યા કરતાં પુરુષાર્થ દ્વારા ધન ઉપાર્જન કરવું યોગ્ય રહેશે.
સ્થાવર સંપત્તિ સુખ: નવા ગ્રહ નિર્માણનો સમય તારી રાહ જોઇ રહ્યો છે. નવા વાહન ખરીદવાની ઇચ્છા પૂર્ણ થાય. તા. ૨૨-૪-૨૩ પછી જો જમીન, પ્લોટ, ઓફિસ કોઇ સ્થાવર મિલકત ખરીદવા તપાસ કરીને નાણાં રોકવા. ઠગાઇ જાય તેવા સમય છે. દ્રવ્યસુખમાં વધારો થાય.
પ્રવાસ : ધાર્મિક પ્રવાસ થાય. મોટી યાત્રા ન કરવી અને સપરિવાર પ્રવાસમાં સફળતા મળે.
શત્રુ-મિત્રવર્ગ : મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. મિત્રો સાથે નાણાકીય વ્યવહાર ટાળવો. શત્રુઓ મીઠાબોલા ઊભા થાય. કોર્ટ-કચેરીમાં સફળતા મળે.
અભ્યાસ : અભ્યાસમાં ધાર્યુ પરિણામ ન મળે. ખૂબ જ મહેનત માગી લે છે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : મિત્ર વર્ગથી લાભ થાય. સમાજમાં વગ ધરાવનાર વ્યક્તિથી લાભ થાય. લાંબી યાત્રા થાય. નોકરીમાં પ્રમોશન મળે.
(૨) માગશર : વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. ભાગીદારથી લાભ થાય. જીવન સાથીનો સહકાર મળે. જમીન, મકાન, વાહનની ખરીદવા માટે શુભ સમય.
(૩) પોષ : સરકારી ખર્ચા પૂરા થાય. પરિવારમાં વાણીથી વિવાદ થાય. પિતા કે પિતાતુલ્ય વ્યક્તિથી મનદુ:ખ થાય તેવા પ્રસંગ સર્જાય. અથવા તેમની તબિયત અંગે ચિંતા રહે.
(૪) મહા : જીવનસાથી સાથે સંવાદિતા વધે. વેપારમાં નવા સાહસ થાય. વિદેશયાત્રા માટે શુભ સમય રહે.
(૫) ફાગણ : નવા વાહન કે રાચરચીલાની ખરીદી થાય. લાંબો પ્રવાસ સફળ થાય. સમાજમાં નામના થાય તેવા કાર્યો થાય. વિવાહિત જીવનમાં વિવાદ વધે.
(૬) ચૈત્ર : સંતાનોની પ્રગતિ થાય. મિત્રોને જામીનગીરી આપવાથી દૂર રહેવું. નોકરીમાં પ્રગતિ થાય.
(૭) વૈશાખ : શેર-લોટરીથી લાભ થાય. વારસાગત મિલકતનો ઉકેલ આવે. સંતાનોની પ્રગતિ થાય. પણ ખોટા ક્ષેત્રમાં આવી કે ફસાઇ ન જાય તે જોવું.
(૮) જેઠ : નોકરીમાં બદલી થાય. વાણી દ્વારા વેપાર કરનારને ધન લાભ થાય. સ્થાવર સંપતિમાં છેતરામણી થાય માટે યોગ્ય તપાસ કરીને ખરીદ વેચાણ કરવા.
(૯) અષાઢ : વિદેશ જવાના યોગ પ્રબળ બને છે જો જન્મના ગ્રહો બળવાન હશે તો… વેપારમાં ભાગીદારથી લાભ થાય. અર્થ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો. છુપા શત્રુ વધે. પ્રવાસયાત્રા ટાળવી.
(૧૦) અધિક શ્રાવણ : સંતાનોની વ્યાધિ વધે. વારસાગત મિલકતમાં ગુંચવણ ઊભી થાય. વાણી દ્વારા સંબંધો બગડે. જીવનસાથીનો સહકાર મળે.
(૧૧) શ્રાવણ : નોકરીમાં પ્રમોશન મળે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. વિદેશ વ્યાપારમાં લાભ થાય. ધાર્મિક યાત્રા થાય. પરિવારમાં માંગલિક કાર્યો થાય.
(૧૨) ભાદરવો : વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અવરોધ બાદ સફળતા મળે. અંગત આરોગ્ય બગડે. પેટને લગતી શસ્ત્રક્રિયા થાય. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. રાજકીય ક્ષેત્રે સફળતા મળે.
(૧૩) આસો : સહોદર સાથે બગડેલા સંબંધો સુધરે. સંતાનની તકલીફ દૂર થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનતનું પૂર્ણ ફળ મળે. પ્રવાસમાં સફળતા મળે. વેપારમાં પરિવર્તન આવે. નવા વેપાર શરૂ કરવા માટે શુભ સમય.
આ વર્ષ આપને માટે સંઘર્ષ ભર્યું, અહમ્ છોડી સમયને માન આપી જીવતા શીખવું. ચાલવું, ફાવશે, ગમશે, આ વાકય અપનાવશો તો આ વર્ષ ઉત્તમ પસાર થાય.
———
મકર (ખ. જ.): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ શનિ મહારાજ સાડાસતીના બંધનમાં બીજો તબક્કો છાતીએથી ૧૨-૭-૨૦૨૨થી લોખંડના પાયે પસાર થાય જે કષ્ટદાયક રહે છે. રાહુ ચોથા ભાવે અને ગુરુ ત્રીજા ભાવે જે ૨૨-૪-૨૦૨૩થી મેષ રાશિમાં પ્રવેશતા તમારે ચોથા ભાવે આવે છે. એટલે સોનાના પાંજરામાં પોપટ પુરાયેલા જેવી સ્થિતિ રહેશે. ‘સાચ ને આંચ ન આવે’ જો આ ઉક્તિને તમારા જીવનમાં ઊતારશો તો વર્ષ સુખમય પસાર થશે.
માનસિક અને શારીરિક સ્થિતિ : માનસિક સ્થિરતામાં પાણીની જેમ તરલતા રહે. મહત્ત્વના ગ્રહોની ચાલ તમારા ઉપર બાજ નજર જેમ મનોવ્યથા આપ્યા કરશે. જવાબદારીમાં વધારો થશે. પ્રગતિ ઘણી જ થાય પણ સંઘર્ષ સાથે કાર્ય બોજ વધશે.
શારીરિક આરોગ્ય સાચવવું. વયોવૃદ્ધને હૃદય-છાતીના રોગ સામે કાળજી લેવી. વાયુ પ્રકૃતિના રોગ થાય. સાંધાના દુખાવાના રોગ થાય. જૂના હઠીલા રોગ હજી પીછો છોડશે નહીં. નાની બીમારીને માથે ન મારી મૂકવી.
પારિવારિક : પરિવારના સભ્યો તમારાથી ચિંતાઓ વધે નહીં ને જોશો. તમારે તમારી મર્યાદાની લક્ષમણ રેખા ઓળગવી નહીં. નહીતર તમારી શાખા પર પાણી ફરી વળશે. પાત્ર પસંદગીમાં નમતુ રાખવાથી કાર્ય પતે. સંતાન અંગેની ઇચ્છા પૂરી થાય. સંતાનમાં આરોગ્ય બગડે. પરિવારમાં માન પ્રતિષ્ઠા વધે છે તેનો ખરાબ ઉપયોગ ન કરવો. નહીતર સભ્યોને તમે સમાજ સામે હોડમાં મૂકવા બરાબર થશે. તે પોતાના છે તે ભૂલવું નહીં. ત્યાગની ભાવના અને મૌન તમારા માટે ઉત્તમ રહે.
નોકરી-વેપારી વર્ગ : નોકરીયાત વર્ગમાં મહત્ત્વાકાક્ષામાં વધારો થાય. નવી તક આવે. નવી ઓળખાણથી પ્રગતિના પંથે રહેશો.
વેપારમાં હરીફોથી સાવધાની રાખવી. તમારી શાખને નુકસાન ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખવી. સમાજ કલ્યાણ સાથે સંકળાયેલા વ્યવસાયમાં તમારે ખાસ શાખ ઉપર ધ્યાન રાખવું. વેપારમાં પરિવર્તન આવશે. ખોટા લોભમાં ફસાશો નહીં.
આર્થિક સ્થિતિ : અર્થ પ્રાપ્તિ માટે ઘણી જ તક આવશે. તમે ચૂકી ન જતા વધાવી લેવી. બૅંક બેલેન્સમાં વધારો થાય. સાહસ દ્વારા સફળતા મળે. ઉધાર નાણાંની આપ-લે ન કરવી. ધીરવારના વેપારીને ડૂબવાના એંધાણ છે. અજાણ્યા સાથે નાણાકીય સંબંધ બાંધવા નહીં.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે જમીન, મકાન, વાહન સુખ મેળવવાની ઇચ્છા કેવી રહેશે. તેના કરતા કેવી જશે? તે અગત્યનું છે. પોતાની ઇચ્છા પૂરી ન થાય. આ સમય ઘણો જ કપરો રહેશે. જો મિલકત વહેચવી જ પડે તેમ હોય તો બાંધછોડ કરવી પડશે. કોઇ વિશ્ર્વાસઘાત કરી ફસાવી ન દે તેની સાવધાની રાખવી.
પ્રવાસ : આ વર્ષે વિદેશયાત્રા બતાવે છે. જો જન્મના ગ્રહો બળવાન હશે તો જરૂર જશો. નાની યાત્રા ઘણી જ થાય.
શત્રુ-મિત્ર વર્ગ : શત્રુબળ વધશે. તમારા સ્વભાવનો પૂરો ઉપયોગ થાય. વેપારમાં નુકસાન પણ છૂપા શત્રુથી મળે કોર્ટ-કચેરીના ચક્કરમાં ન પડવું. સમાધાનથી વલણ રાખવું. જેલ જવાના યોગ રાહુ અને શનિ બન્ને બંધન કરાવે છે. માટે ‘ડાકણના મોઢે ડાકણ ન કહેવાય’ આ વાક્યને અનુસરશો તો વિરોધી ફાવી શકશે નહીં.
મિત્રતા માટે સારું રહે. ઝંખશો તોય સારા મિત્રની ખોટ સાલશે. આપણો સમય ખરાબ હોય તો ચંપલ પણ રહેતું નથી.
અભ્યાસ : વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ ડિગ્રી માટે વિચારીને નિર્ણય કરવો. અવરોધ બાદ સફળતા મળે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : વેપારમાં ઉન્નતિકારક સમય રહે. ‘જ્યાં હાથ નાંખો ત્યાં સોનાની ખાણ જ હાથમાં આવશે.’ ઉત્તમ સમય સર્વ પ્રકારે છે. સહોદર સાથે બગડેલા સંબંધો સુધરે. નોકરીમાં બદલી થાય અને બગડેલા સંબંધો સુધરે.
(૨) માગશર : લાંબી યાત્રા ફળે. વેપારમાં લાભપ્રદ સમય રહે. મિત્રોથી લાભ થાય. દાંમ્પત્ય જીવનમાં સંવાદિતતા જળવાય. સંતાનોની પ્રગતિ થાય.
(૩) પોષ : આરોગ્ય કથળે. વેપારમાં વૃદ્ધિ યથાવત્ રહે. નોકરીયાત વર્ગને ઉચ્ચપદ મળે. સારી નોકરી મળે. કોર્ટના કાર્યમાં સફ્ળતા મળે. સરકારી કે અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે.
(૪) મહા : નાણાકીય મુશ્કેલી દૂર થાય. વેપાર અર્થે પ્રવાસ થાય. નોકરીમાં બહાર જવાનું થાય. પડવા-વાગવાથી સાચવવું. પરિવારમાં સુખ શાંતિ જળવાય. જીવનસાથી સાથે ખટરાગમાં સુધારો થાય.
(૫) ફાગણ : પરિવારમા આનંદ કિલ્લોલનું વાતાવરણ રહે. મનોરંજન પાછળ ખર્ચ વધે. આંખ, ગળાના રોગ થાય. સ્થાવર મિલકતમાં સુખ- સગવડના સાધનો વસાવો.
(૬) ચૈત્ર : “પ્રારબ્ધ સાથે પુરુષાર્થ કામયાબી આપશે. ખોટા સાહસ ન કરવા ધૈર્ય અને શાંતિથી નિર્ણય કરવા સ્થાવર મિલકતમાં રાહ જોવી યોગ્ય રહે. ખરીદ-વેચાણની પ્રક્રિયા ટાળવી.
(૭) વૈશાખ : લાંબી યાત્રા સફળ થાય. પ્રેશરની તકલીફ હોય તેમણે સાવધાની રાખવી. વેપારમાં હરીફો વધશે. મિત્રોથી લાભ થાય. વડીલ વર્ગને માન આપવું. ખોટા આક્ષેપો ન આવે તેની સાવધાની પરિવારમાં રાખવી.
(૮) જેઠ : ધારેલા કાર્યોની પતાવટ થાય. સંતાનોની પ્રગતિ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. જમીન-વાહનની ખરીદીમાં ફસાઇ ન જાવ. ઘર માટે જમીનની જગ્યા સારી જોઇને રોકાણ કરવું.
(૯) અષાઢ : વારસાગત મિલકતના પ્રશ્ર્નો હલ થાય. નોકરીમાં બદલી થાય. દામ્પત્ય જીવનમાં ગેરસમજ ઊભી થાય. વેપારમાં વધારો થાય. કોર્ટ-કચેરીમાં નુકસાન થાય.
(૧૦) અધિક શ્રાવણ : પરિવારમાં વાણીથી વિવાદ ન વધે. તેની સાવધાની રાખવી. જીવન સાથી સાથે ખટરાગ થાય. વિદેશ જવા માટે સંકટોનો સામનો કરવો પડે. માતા કે માતતૃલ્ય વ્યક્તિની તબિયત બગડે- યાત્રા ટાળવી.
(૧૧) શ્રાવણ: આકસ્મિક ધન લાભ થાય. રાજકીય ક્ષેેત્રે ફતેહના ડંકા વાગશે. આરોગ્ય અંગે કાળજી લેવી. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે.
(૧૨) ભાદરવો : સ્થાવર મિલકતની ખરીદમાં ખોટમાં સોદા થાય. નવા વાહનમાં ખર્ચા આવે. એક સાંધતા તેર તૂટે, તેવો સમય બતાવે છે. વેપારમાં ઠગાઇ થાય. છતાંય મુશ્કેલીમાંથી બહાર નીકળશો.
(૧૩) આસો : ભાગ્ય આડે પાંદડું હોય તેમ જોઇ શકશો. યાત્રામાં અવરોધ આવે, આરોગ્ય કથળે. સ્થાવર મિલકતમાં પ્રશ્ર્નો ગૂંચવાયેલા ઉકેલાય. મિત્રોની મદદ સારી મળે. આગ-અકસ્માતથી સાચવવું.
આમ આ વર્ષે ગુલાબની ફોરમ પાથરી સમાજમાં નામના મેળવશો. પણ સાથે કાંટારૂપી અગવડોનો સામનો કરવો પડશે. લાંબી યાત્રા થાય.
——–
કુંભ (ગ. શ. સ. ષ. ક્ષ): આપની રાશિમાં સ્થિર ગ્રહ મુજબ શનિ પ્રથમ ભાવે છાતીએથી બીજો તબક્કો રૂપાના પાયે ધનલાભ કરતા રહે છે. જે ૧૨-૭-૨૨થી પાછા શનિના પગલાં મકર રાશિમાં આવતા-સોનાના પાયે માથાએથી પનોતી આવે છે. આ સાડા સાતીનો સામનો તમારે એકલાએ જ કરવાના રહેશે. કર્મના દેવતા રાશિ પતિ હોવા છતાં કર્મના ફળ તો આપશે જ. ગુરુ બીજા ભાવે રહે છે અને ૨૨-૪-૨૩થી ત્રીજા ભાવે રહેશે. રાહુ વર્ષ દરમિયાન ત્રીજા ભાવે રહે છે. આમ વર્ષ દરમિયાન ખેતી માટે ખંડકાર જમીનમાં નાણાં રોકાણ કરાવશે, પણ ઊપજ શૂન્ય થાય તેવા ગ્રહોની ચાલ ફળ આપશે.
માનસિક અને શારીરિક સ્થિતિ : માનસિક શાંતિ રહેશે. ઉતાવળા નિર્ણય ન કરવા. આ વર્ષે વંસતઋતુ ભરપૂર ખીલશે જે ગયા વર્ષના પાનખરને ભૂલાવી દેશે. આપ પૂર્ણ પુરુષાર્થ વાદી છો માટે સંપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરવા બુદ્ધિનો ઉપયોગ કરી મન ઉપર બોજો ઓછો આપશો. લાગણીના આવેશમાં આવી મનદુ:ખ થાય તેવા પ્રસંગો બનશે. મન હોય તો માળવે જવાય. આ વાકયને અનુસરવાથી લાભ થાય.
શારીરિક આરોગ્ય સારું રહે. ગળાના-હાથની ઇજા થાય. જૂના હઠીલા દર્દોમાંથી મુક્તિ મળે. મોટી બીમારી નથી પણ તન, મન, ધનની કહેવાય તેવી બીમારી થાય.
પારિવારિક : પરિવાર માટે લાભપ્રદ રહેશો. નાણાકીય જવાબદારી આપના ઉપર આવી શકે. જૂના સંબંધો ફરી નવતરમાં બદલાય. કુટુંબમાં સમજદારી કામ આવશે. લગ્ન-સગાઇ માટે આ વર્ષ શુભ. સંતાનોની પ્રગતિ થાય.
નોકરી વેપારી વર્ગ : નોકરિયાત વર્ગને પ્રમોશન માટે રાહ જોવી પડશે. તમારી કાચબાની ગતિએ પણ આગળ વધશો જરૂર.
વેપારમાં ખોટા સાહસ ન કરવા ખૂબ જ આયોજન હશે અને નવા નિયમો પ્રમાણે સરકારના કાયકાદીય બાબતને ધ્યાનમાં લઇ વેપાર કરશો તો સલામતી અનુભવશો.
આર્થિક સ્થિતિ : આ વર્ષે નાણાકીય કાર્યોમાં સફળતા મળે. સમાજમાં આવક વધારવાના સાધનોથી વેપાર વધશે, જે ધનલાભ કરાવશે. શેર-લોટરીમાં જોખમ ન કરવું. ઝડપથી કરોડપતિ બનવાના સપના ન જોશો. નોકરિયાત વર્ગને આવક સામે જાવક વધશે. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા. વારસાગત મિલકતથી આવક વધે. નાણાકીય સાહસ ન કરવા તેમ જ ખોટી લોભામણી જાહેરાતમાં ફસાઇ ન જાવ તેની કાળજી લેવી. ખાસ તો ખોટા સાહસ પાછળ નાણાં ખર્ચ વધે તેમ બતાવે છે.
સ્થાવર સંપત્તિ સુખ : સ્થાવર સંપત્તિ વસાવવાના સપના નેવે મૂકવા પડે. એક બાજુ વિચારને મૂકી અન્યમાં મનને પરોવી લેશો. આ વર્ષે મિલકત-વાહન વસાવવા માટે યોગ્ય સમય નથી. નવા મકાન લેવા જશો તો નુકસાની ભોગવવાની તૈયારી રાખશો. વારસાગત મિલકતમાં સમાધાનથી જે આવે તે લઇ લેશો તો લાભમાં રહેશો.
પ્રવાસ : પ્રવાસ ન કરવા યોગ્ય રહે-પ્રવાસ તમને ખોટા ખર્ચા સાથે શારીરિક કાયમી પીડા કે ખોટ આપી ન દે તે જોશો. જરૂરી હોય તો જ પ્રવાસ કરશો.
શત્રુ મિત્રવર્ગ : કોર્ટ-કાયદામાં તમારી તરફેણમાં થાય. છુપા શત્રુ વધતા જાય. માટે આંખ આડા કાન ન કરશો. જૂના કેસમાં વિજય મેળવો.
મિત્રવર્ગ માટે લાભમાં રહેશો. મિત્રતાની પરીક્ષામાં મિત્રો પાસ થશે તેવી આશા ચોક્કસ છે. “કૃષ્ણ સુદામાની’ મિત્રતા જેવા ફળ શુભ મળે.
અભ્યાસ : અભ્યાસમાં આનંદ સાથે ઉચ્ચ ડિગ્રી મેળવશો. ધાર્યા પરિણામ મળે. અનુકૂળ ઇચ્છા મુજબ લાઇન પસંદ થાય.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : પ્રવાસ થાય. વેપારમાં વધારો થાય. જીવન સાથીની મદદ મળે. સ્થાવર સંપત્તિની ખરીદી માટે શુભ સમય રહે-વિદેશયાત્રા માટે શુભ છે.
(૨) માગસર : સહોદર સાથે સંબંધો સુધરે. અગત્યના કાગળોમાં લોન પાસ થાય. મિત્રથી લાભ થાય. મોટા વાહનની ખરીદી થાય. દામ્પત્ય જીવનમાં સંવાદિતતા જળવાય.
(૩) પોષ : વિદેશ જવાથી કે લાંબી યાત્રામાં આરોગ્ય અંગે કાળજી લેવી. વેપારમાં નવીન તક મળે. રાજકીય ક્ષેત્રે સાવધાની રાખવી. નોકરીમાં બદલી થાય. સારી નોકરી મળે.
(૪) મહા : વિવાહ યોગ્ય યુવાનો માટે સગાઇ નક્કી થાય. પસંદગીનું પાત્ર મેળવશો. ધન લાભ કર્તા સમય રહે. નોકરીમાં પ્રમોશન મળે. કોર્ટ કચેરીમાં વિજય મેળવો. સમાજમાં ખ્યાતિ સારી પામો.
(૫) ફાગણ : જીવન સાથીની નાણાકીય મદદ મેળવો. પરિવારમાં માંગલિક કાર્યો થાય. વડીલોની મીઠી નજર મળે. કાર્યની કદર થાય. નાણાભીડ દૂર થાય. વેપાર વધે.
(૬) ચૈત્ર : પ્રગતિના પંથે જશો. નોકરીમાં અવરોધ આવે. નાપસંદ જગ્યાએ બદલી થાય. સહી-સિક્કા કરતા સાચવવું. વધુ પડતી જવાબદારી ન લેવી. વેપારમાં ખોટા સાહસ થાય. યાત્રા વ્યર્થ ભ્રમણ કરાવે.
(૭) વૈશાખ : રાજકીય ક્ષેત્રે વિશ્ર્વાસઘાત છતાં સાહસથી સફળતા મળશે. નોકરીમાં બદલી થાય. મીઠા બોલા શત્રુ ઊભા થાય. પ્રવાસ ન કરવો. આરોગ્ય કથળે.
(૮) જેઠ : ઉપરી અધિકારી સાથે નોકરીમાં સંબંધો સુધરે. લખાણ-ના કાગળોમાં ચીવટ અને તકેદારી રાખવી-અગત્યના દસ્તાવેજોની તપાસ પૂર્ણ કરાવવી.
(૯) અષાઢ : વિવાહિત જીવનમાં પ્રણયના પુષ્પો ખીલે. નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. નોકરીમાં ઉચ્ચપદ મળે. કોર્ટમાં વિજય. સરકારી કાર્યો પૂર્ણ થાય. અહ્મને ધ્યાનમાં ન લો તો સુખ સમય પસાર થાય.
(૧૦) અધિક શ્રાવણ : દામ્પત્ય જીવનમાં વિખવાદ થાય, પણ સમાધાની વલણ રાખવું. ખોટા વિચારો પર કાબૂ રાખવો. લાંબી યાત્રા થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
(૧૧) શ્રાવણ : વેપારમાં ભાગીદારથી લાભ થાય. મહેર સમાજને લગતા કાર્યોમાં યશ-સફળતા મળે. ઉતાવળા ખોટા નિર્ણય ન લેવા. વાણીને વિરામ આપવો. ખર્ચા ઘટાડવા.
(૧૨) ભાદરવો : ભાગ્ય સાથ આપે. યાત્રા ન કરવી. સહોદર સાથે ગેરસમજ ઊભી થાય. જીવનસાથી સાથે સંવાદિતતા જળવાય.
(૧૩) આસો : વિચારોમાં હકારાત્મક અને શુદ્ધતા આવે તો દરેક કાર્યો આપો આપ ઉકેલાતા જણાય. ખોટા ભ્રમશંકામાંથી બહાર આવી શકશો. મિત્રથી લાભ થાય. વાણીમાં સુધારો લાવવો. મનોરંજન-મોજશોખ પાછળ નાણાં ખર્ચા થાય.
આ વર્ષે સાચા સોનાની કસોટી આગમાં તાપીને થાય. તેમ તમારી પરીક્ષાનો સમય છે. પણ સાચું જ્ઞાન અને ધીરજ તમને પાર પડશે. નવીન તક મળશે.
———
મીન (દ.ચ.ઝ.થ.): આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ દેહભૂવને આવે છે. આમ તો ગુરુ જે સ્થાનમાં બેસે તે સ્થાન બગાડે પણ પ્રથમ ભાવે ગુરુ. સો ગુના માફ કરે છે. માટે પ્રથમ ભાવે ગુરુ શુભ ફ્ળ આપશે. શનિ બારમા ભાવે સાડા સાતીનો સ્વાદ ચખાડવા. ૨૯-૪-૨૦૨૨થી ૧૨-૦૭-૨૦૨૨ સુધી રહે છે. પ્રથમ તબક્કો સોનાના પાયે માથા એથી આવે છે, જે ચિંતા કરાવશે કષ્ટદાયક રહેશે. રાહુ બીજા ભાવે રહે છે. આમ આપની રાશિથી બીજા અને બારમા ભાવે પાપ (અશુભ) ગ્રહોની સ્થિરતા આરોગ્ય-પ્રગતિ-ધન-કુટુંબ વાણી અને પ્રવાસમાં અવરોધ બને છે.
માનસિક અને શારીરિક સ્થિતિ : આ વર્ષે આપની નાવ દરિયાની વચ્ચે હાલક ડોલક થતી લાગશે. આશાનો ચાંદ બતાવી નિરાશાના વાદળો પાછા આવી જાય. તમારા વિચારો કરતા કર્મ પાછું પડતું જણાય. શાંતિ હણાતી જાય. ધીરજ અને ખંતથી કાર્ય આગળ ધપાવવું. આયોજનપૂર્વક કાર્ય પરિણામ શુભ આવશે. વર્ષારંભે ધીરજના ફળ વર્ષાન્તે મળશે.
તમારી રાશિમાં બે-બારમા અશુભ ગ્રહો શનિ-રાહુ અને દેહભૂવને ગુરુ-આરોગ્ય માટે કાળજી લેવા સૂચવે છે. વાયુના પ્રકોપની બીમારી વધશે. કોઇ ગંભીર બીમારીમાં સંપડાઇ જાવ નહીં તે જોશો. આંખના મગજના રોગ થાય. વ્યાયામ, યોગાથી ઔષધી તમને બીમારીમાંથી ઊભા કરી શકશે. ખાસ કરીને વયોવૃદ્ધે કાળજી લેવી.
પારિવારિક: પરિવારમાં ઊંધા કાન પકડાવવા પડશે તો જ તમારી હાજરીની નોંધ લેવાશે. વડીલોની મર્યાદા જાળવી કાર્ય કરવું-પરિવારના સંબંધો કરતા વડીલોની હાજરીને ધ્યાનમાં રાખી વાણીથી શબ્દના બાણ છોડવા. કુુટુંબ પાછળ જાણતા હોવા છતાં નાણાં ખુલ્લી આંખે ખર્ચ કરવા પડશે. વિવાદો અને ગેરસમજને ટાળવા પોતાની ભૂલ ન હોવા છતાં કબૂલાત કરી સમાધાનનું વલણ અપનાવવું. તા. ૨૨-૦૪-૨૩થી કુટુંબમાં વાણી અને નાણાંથી સંબંધો બગડે તેવા યોગ પ્રબળ બને છે.
નોકરી-વેપારી વર્ગ : નોકરિયાત વર્ગને સમય સાનુકૂળતા ભર્યો રહે. છતાંય ક્યારેક સહકર્મચારી સાથે વિવાદ થાય, મોટી જવાબદારી આવે.
વેપાર માટે સમય ઉત્તમ રહે. વિશ્ર્વાસે વેપાર તરતો ન મૂકશો. તમારા હરીફો વધતા જશે અને તમે પાછા પડતા દેખાશો. વ્યાપારી વ્યક્તિ સાથે સંબંધો સાચવા જરૂરી રહેશે જે ભાવિ ઉપયોગી બનશે.
આર્થિક સ્થિતિ : આ વર્ષે બીજા ભાવે રાહુ અને વર્ષની મધ્યમાં ગુરુ સાથે આવતા આવકમાં પણ ફાટા પડશે. આકસ્મિક ખર્ચા વધશે. પરિવાર પાછળ અને કોર્ટ-કચેરી પાછળ નાણાં ખર્ચ થાય. તમારા ધારેલા પાસા ઊંધા પડશે. લક્ષ્મીને રીઝવવા પડશે. જો સત્યનીતિ સાચી અને વિચારોમાં શુદ્ધતા હશે તો દુનિયાની કોઇ તાકાત તમારી ધનવર્ષાને રોકી નહીં શકે. તમારા નાણાકીય કાર્યો પૂરા થાય. દેવામાંથી મુક્તિ મળે.
સ્થાવર સંપત્તિ સુખ : સ્થાવર મિલકત વસાવવી આ વર્ષે માંડી વળવું-જમીનના સોદા ન કરવા. નવી મિલકત માટે ખરીદી ટાળવી. નાણાકીય સોદા ન કરવા પૈસા પડી જશે. સંયુક્ત મિલકત માટે કોર્ટ કચેરી થાય. પરિવર્તન પણ સમયને આધીન રાખી કરવું. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ગૂંચવાયેલા રહેશે.
પ્રવાસ : લાંબો પ્રવાસ થાય. મિત્રો સાથે ધાર્મિક પ્રવાસ થાય. વેપાર કે નોકરી અર્થે જરૂરી હોય તો જ પ્રવાસ કરવો. આરોગ્ય બગડે કે શરીરમાં થાક-અશક્તિનો અનુભવ થાય.
શત્રુ-મિત્રવર્ગ: મીઠા બોલા શત્રુ ઊભા થાય. શત્રુ ઉપર વિજય મેળવશો. કૂટનીતિથી કોર્ટ-કચેરીમાં વિજય.
મિત્ર વર્ગ વિશાળ ધરાવશો. મિત્રોથી લાભ થાય. સાચા સગા તમને મિત્રો જ લાગશે. તમારા અગત્યના કાર્યો મિત્રોથી પાર પડતા જણાશે.
અભ્યાસ : વિદેશ જવાની ઇચ્છા અભ્યાસ અર્થે પૂર્ણ થાય. પરિવારની જવાબદારી અને ચિંતાની ઉપાધિ આવે.
બાર મહિનાનું રાશિ ફળ:
(૧) કારતક : આ મહિને વેપારમાં નવીન કાર્યો થાય. નોકરીમાં મુશ્કેલી આવે. બદલી થાય અને નાપસંદ જગ્યાએ જવું પડે. યાત્રા સફળ થાય.
(૨) માગસર : મિત્રોથી લાભ થાય. મોટી વગ ધરાવનાર વ્યક્તિથી અગત્યના કાર્યો પૂરા થાય. નાણાભીડ વધશે. વેપારમાં વધારો થાય.
(૩) પોષ : મિત્રો સાથે સહકારથી અગત્યના સરકારી કાર્યો પૂરા થાય. જામીનગીરી થાય. ખોટા સાહસ ન કરવા.
(૪) મહા : નોકરીમાં બઢતી મળે. ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. વેપારમાં વધારો થાય. નવા મકાન-વાહનની ખરીદી થાય. મિત્રની મજા માણશો.
(૫) ફાગણ : નાણાભીડ દૂર થાય. વારસાગત મિલકતથી ધનલાભ થાય. વાણીમાં મીઠાશ રહે. દામ્પત્ય જીવનમાં સુગમતા રહે. નોકરીમાં સાનુકૂળતા ભર્યો સમય રહે. વેપારમાં વધારો થાય.
(૬) ચૈત્ર : સ્થાવર મિલકત પાછળ ખર્ચ થાય અને પરિવારના મોજ શોખ પાછળ ખર્ચા વધશે. વિદેશયાત્રા કે વિદેશ રહેતા હોય તેનાથી લાભ થાય. કોર્ટ-કચેરીમાં વિજય મળે. પરિવારમાં કાર્યની કદર થાય.
(૭) વૈશાખ : ખોટા આક્ષેપો પરિવાર-નોકરી-વેપારમાં આવી શકે છે માટે સાવચેતી રાખવી. નાણાભીડ દૂર થાય. લોન પાસ થાય. સરકાર તરફથી આવક થાય.
(૮) જેઠ : સંતાન અંગેની ઇચ્છા પૂર્ણ થાય. શેર-લોટરીથી ધનલાભ. મિત્રોથી લાભ થાય. વેપારમાં મોટો લાભ થાય. ખોટા નાણાં મેળવવા પ્રયત્ન કરશો નહીં.
(૯) અષાઢ : ભાડાની આવક વધશે. તમારા વાણીથી કરેલા વેપારમાં આવક વધે. નોકરીમાં નવીન તક મળે. તમારા કાર્યની કદર થાય. નાની યાત્રા થાય. લખાણ-દસ્તાવેજના જરૂરી સરકારી કાર્યો થાય.
(૧૦) અધિક શ્રાવણ: મોટા વાહનની ખરીદી થાય. સંતાનોની વ્યાધિ વધે. શેર-લોટરીમાં નુકસાન થાય.
(૧૧) શ્રાવણ : નોકરીમાં બદલી મળે. સરકારી નોકરીની શોધ પૂર્ણ થાય. સારી નોકરી મળે. શત્રુઓ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તમારા જૂના કેસની સુનાવણી તમારા તરફેણમાં આવશે.
(૧૨) ભાદરવો : વારસાગત મિલકત માટે પ્રશ્ર્નો ગૂંચવાય. પરિવારમાં વાદ-વિવાદ વધશે. ખોટા ભ્રમ-શંકાથી દૂર રહેવું. વિવાહ યોગ્ય યુવાનો માટે સગાઇ થાય, પણ સંબંધો તૂટી ન જાય તેની કાળજી લેવી.
(૧૩) આસો : વિવાહિત જીવનમાં વિખવાદ બાદ પ્રેમમાં પરિણમે-નાણાભીડ દૂર થાય. નોકરી-વેપારમાં ઉચ્ચપદ મળે. ભાગીદારથી વેપારમાં લાભ થાય.
‘પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું’ છે તે વાતનો સ્વીકાર કરી શકશો. ફૂલોની ફોરમના પગથિયા ચડી માન-સન્માન અને સફળતા મેળવો. એકંદરે વર્ષ શુભ રહેશે.