Homeદેશ વિદેશઅતિથિ દેવો ભવઃના દેશમાં જ અતિથિ સાથે આચર્યું આવું કૃત્ય?

અતિથિ દેવો ભવઃના દેશમાં જ અતિથિ સાથે આચર્યું આવું કૃત્ય?

ભારતમાં ફરવા માટે આવેલી જાપાની યુવતી સાથે ભારતીય યુવક દ્વારા ગેરવર્તણૂંક કરવામાં આવી હોવાની ઘટના બની હતી. હોળીના દિવસે જ આ ઘટના બની હતી. યુવાનોની ટોળકીએ આ જાપાની યુવતીને બળજબરીથી ભીંજાવીને અને રંગ લગાડતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અમુક યુવાનો હોળીના દિવસે રંગથી હોળી રમી રહ્યા છે અને તેઓ ત્રણથી ચાર યુવકો જાપાની યુવતીને બળજબરીથી રંગ લગાવી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ ઘટના બાદ યુવતી ત્યાંથી નીકળી જતી દેખાય છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ વીડિયો જોયો છે અને શેર પણ કર્યો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને પગલે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવો સવાલ પણ પૂછી રહ્યા છે કે આપણા ઘરની મહિલાઓ સાથે આપણે આવું વર્તન કરીશું કે કેમ? આ ઘટના ક્યાંની છે, વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી ખરેખર જાપાનની છે કે નહીં એ જાણી શકાયું નથી. પરંતુ એક સ્ત્રી સાથે આ પ્રકારનું વર્તન જરાય સ્વીકાર્ય નથી, એ તો હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -