(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાલબાગમાં માતા વીણા જૈનની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી કબાટ તથા સ્ટીલની ટાંકીમાં છુપાવવા બદલ પુત્રી રિંપલ જૈનની ધરપકડ કરનારી કાલાચોકી પોલીસે સેન્ડવિચ વિક્રેતા સહિત પાંચથી છ જણની પૂછપરછ કરી તેમનાં નિવેદન નોંધ્યાં હતાં.
રિંપલના મોબાઇલમાં પોલીસને યુવકનો મોબાઇલ નંબર મળ્યો હતો, જેની સાથે રિંપલ સતત સંપર્કમાં હતી, એવું જાણવા મળ્યા બાદ પોલીસની ટીમ યુવકની શોધમાં ઉત્તર પ્રદેશ રવાના થઇ હતી. પોલીસ ટીમ લખનઊથી યુવકને પૂછપરછ માટે લાવી હતી.
યુવકની ઓળખ બોબી અમજદ અલી (૨૭) તરીકે થઇ હોઇ તે લાલબાગમાં સેન્ડવિચ વેચતો હતો. રિંપલના સંપર્કમાં રહેલા અન્ય લોકોના પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લાલબાગ સ્થિત ઇબ્રાહિમ કાસમ ચાલના પહેલા માળે રૂમ નંબર-૨૨માં રહેતા વીણા જૈનનો મંગળવારે રાતે ઘરમાંથી કોહવાયેલો અને ટુકડા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
વીણા જૈનના ભાઇ સુરેશકુમાર પોરવાલે મંગળવારે બહેનના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. વીણાના હાથ-પગ કાપીને બાથરૂમમાં સ્ટીલની ટાંકીમાં છુપાવાયા હતા. ઉ