વેટિકન સિટીના ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16માનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. છેલ્લાં બે દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને સ્થાનિક સમય સવારે 9.30 કલાકે તેમણે છેલ્લાં શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. 2013માં તેમણે ખ્રિસ્તી ધર્મગુરુના સર્વોચ્ચ પદ ગણાતા એવા પોપના પદ છોડવાની ઘોષણા કરી હતી. તેમના નિધને કારણે દુનિયાભરમાંથી શોક વ્યક્ત કરાઈ રહ્યો છે. વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16મા તેમની મુલાકાત આવતા હતા. વધતી ઉંમરને કારણે તેમનું આરોગ્ય કથળી રહ્યું હતું. બુધવારે ફ્રાન્સિસે વેટિકન સિટીના લોકોને પોપ બેનેડિક્ટ 16મા માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું. તેમનો જન્મ જર્મનીમાં થયો હતો તેમનું બાળપણનું નામ જોસેફ રોત્ઝિંગર હતું. 2005માં તેમની નિમણૂંક વેટિકન સિટીના પોપ તરીકે કરવામાં આવી હતી.