ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે, પરંતુ તાજેતરમાં તેમની દીકરીના જન્મદિવસને લઈ ફરી લાઈમલાઈટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભાગ્યે જ વામિકાના ફોટોગ્રાફ જોવા મળ્યા છે, પરંતુ અગિયારમી જાન્યુઆરીના બુધવારે બર્થડે નિમિત્તે અનુષ્કા અને વિરાટ કોહલીની સાથે વામિકાના ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યા હતા. ક્યુટ દીકરીના ફોટોગ્રાફસને સોશિયલ મીડિયા પર જોરદાર વધાવવામાં આવ્યા હતા.
બે વર્ષ પછી વિરુષ્કા દંપતીની ક્યુટ દીકરીના ફોટોગ્રાફે સૌના દિલ જીતી લીધા હતા. અગાઉ ઘણી બધી વખત તેના ચહેરાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બુધવારે તેના ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયા હતા.
અલબત્ત, અનુષ્કાએ દીકરી વામિકાની સાથે બીજો બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળે છે. વામિકાનો બર્થડે સેલિબ્રેટ કરતો ફોટોગ્રાફ શેર કરે છે, જ્યારે તેના પર આગવા અંદાજમાં કોહલીએ લવલી રિએક્શન આપ્યું છે.
અનુષ્કા શર્માએ કોઈ પાાર્કની બેન્ચ પર બેસીને પોતાની તસવીર શેર કરી છે. વામિકા અનુષ્કાના ખોળામાં છે, પરંતુ તેનો ચહેરો જોવા મળતો નથી. અનુષ્કા અને વામિકાનો ફોટોગ્રાફ તો સુંદર છે, જેને સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોના દિલ જીતી લીધા છે. ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું “બે વર્ષ પહેલા મારું હૃદય વધારે ખૂલ્યું હતું.”
અનુષ્કાની ટિવટ પર કોહલીએ પ્રતિક્રિયામાં ઢગલો હાર્ટના ઈમોજી મૂક્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા અને 2021માં દંપતીએ દીકરીને જન્મ આપ્યો હતો.
અન્ય એક ફોટોગ્રાફમાં બંને જણ વામિકા પર વહાલ વરસાવતા જોવા મળ્યા છે, પરંતુ તેમાં વામિકાનો ચહેરો જોવા મળતો નથી.