ના…ના આ કોઈ જાદુઈ રોડ નથી ,આ કોઈ ચમત્કાર નથી પણ ભ્રષ્ટાચારનો પુરાવો છે .સરકારી તંત્ર દ્વારા જનતાની કઈ રીતે લૂંટ ચલાવવામાં આવે છે તેનો પુરાવો છે.
વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ રસ્તાની કામગીરીમાં મનપા તંત્રની પોલ ખુલ્લી પાડી હતી. મનપા દ્વારા શહેરમાં બનાવવામાં આવેલા રાજમાર્ગો પર ગરમીમાં ડામર પીગળતાં રસ્તા પર ડામરના રેલા નીકળી રહ્યાં છે. જેને લઇને રસ્તે પસાર થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીની શૂરૂઆતમાં જ ભાયલી સહીત અનેક વિસ્તારોમાં બનાવવામાં આવેલા રોડ પર ડામર પીગળતા રાહદારીઓ અને વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ડામરના કારણે વાહનો સ્લીપ થઇ જતા અકસ્માત પણ સર્જાયા હતા. તો બુટ ચંપલમાં પણ ડામર ચોંટી જતા પગપાળા જઈ રહેલા રાહદારીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મનપાની આ પ્રકારની નબળી કામગરીને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે મનપાના એક અધિકારીએ રસ્તો બન્યા બાદ રેતી નાખવાનું કામ યોગ્ય રીતે ન થયું હોવાનું કારણ સામે ધરી દીધું હતું. આ સાથે ફરી કામગીરી હાથ ધરી કચાશ દૂર કરવામાં આવશેનું આશ્વાસન આપ્યું હતું.