ઘાટકોપરમાં મહિલા ગાર્મેન્ટના વ્યવસાયમાં જ્યારે કર્ણાટકના બેલગામના રહેવાસી ઉરાદા લટકનના લગ્ન થયા એ સમયથી જ અનુરાધાના મનમાં એક મોટો શોરૂમ ઘાટકોપરમાં હોય જ્યાં એલાઇટ કલાસના લોકોને કોઇ પણ પ્રસંગને અનુરૂપ કપડાં મળી રહે તેવી ઇચ્છા થઇ અને આ માટે અનુરાધાએ આરંભી દીધી મહેનત. આજે ઘાટકોપરમાં પશ્ર્ચિમમાં આવેલા વધૂપક્ષ એ એવો જ મોટો શોરૂમ છે અને કદાચ ઘાટકોપરમાં આટલો મોટો, આટલી વેરાઇટી સાથેનો બીજો કોઇ શોરૂમ છે જ નહીં. પોતાના પતિ પ્રકાશ અને જેઠ મહેશ શ્રીગીરીના માર્ગદર્શનમાં અનુરાધાની આગેવાની હેઠળ આ સમગ્ર શોરૂમ તૈયાર થયો છે. આમાં મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શોરૂમની ડિઝાઇન બનાવવામાં આવી છે. સમગ્ર શોરૂમનું સંચાલન પણ અનુરાધા પોતે જ કરે છે. આ અદ્યતન શોરૂમમાં જેટલી સગવડ છે એટલી બીજે ક્યાંય નથી, વળી ઘાટકોપરમાં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે અને આવા એલાઇટ કલાસ શોરૂમમાં આવનારા ગ્રાહકો સામાન્યત ઉચ્ચ વર્ગના જ હોય અને તેઓ પોતાની કાર વિના ના જ આવે આ વાતને ધ્યાનમાં રાખીને શોરૂમ તૈયાર થતો હતો ત્યારથી જ મેં વેલે પાર્કિંગની સુવિધાનો પ્લાન ઘડી કાઢયો હતો, આજે અનેક ગ્રાહકો આવીને કહે છે કે અનુબહેન ગાડી પાર્કિંગનો ત્રાસ તમારે ત્યાં નથી યાર, બસ ત્યારે મને લાગે છે કે મારી મહેનત ફળી છે.
અનુરાધા શ્રીગીરી જણાવ્યું કે મૂળ મારો જન્મ ક્ષત્રિય સમાજમાં કર્ણાટક રાજ્યના બેહેલગામમાં થયો હતો. ઘરમાં પિતા શ્રીકાંત
લટકન, માતા અલકા લટકન, મોટાભાઇ શૈલેષ, બહેન કંચન
સાથે મોટા થયા તેમને ભણતરમાં ગ્રેજ્યુએશન સાથે ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમાં હાંસલ કર્યો.
મારા લગ્ન મુંબઇમાં રહેતા પ્રકાશ શ્રીગીરી સાથે થયા. અમે એક સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. દીકરી આયુષી અને દીકરા રોનવ સાથે ઘરપરિવારની જવાબદારી સાથે ગાર્મેન્ટસ શોરૂમમાં પણ પૂરું ધ્યાન હું રાખું છું.
વધૂપક્ષ ઘાટકોપર વેસ્ટમાં સેનેટોરિયમ લેનમાં કદાચ ઘાટકોપરનો સૌથી ભવ્ય શોરૂમ છે જેમાં આટલી મોટી રેન્જમાં અને આટલી વિશાળ વેરાઇટી જોવા મળે. ઘાટકોપર જેવા વિસ્તારમાં અને એ પણ ઘાટકોપર વેસ્ટમાં એમ.જી. રોડ ઉપર જે હાર્ટ ઓફ ધ ઘાટકોપર કહી શકાય એવા વિસ્તારમાં આટલો મોટો અને વિશાળ શોરૂમ હોવો એ ઘાટકોપરવાસીઓ માટે ગર્વની અનુભૂતિ જેવી વાત કહી શકાય. વધૂપક્ષનો મતલબ છે કે સગાઇથી લઇને લગ્ન અને વિદાય સુધીના અને બધા જ પ્રસંગોને લાગનારા બધા જ પ્રકારનાં વસ્ત્રોનો ભંડાર. ૩૦૦૦ ફૂટના આ ભવ્ય શોરૂમમાં ૨૦૦૦થી લઇને એક લાખ સુધીનાં વસ્ત્રો ઉપલબ્ધ છે જેમાં બ્રાઇડલ વેર, લેંઘાઝ, સલવાર સુટ્સ કુર્તીસ, ગાઉન્સ, ડિઝાઇનર્સ એન્ડ સિલ્ક સારીઝ જેવી અનેકો વેરાયટીઓ ઉપલબ્ધ છે અને તેના અલગ અલગ ડિવિઝન આ શોરૂમમાં ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં કસ્ટમર ને બેસ્ટ સર્વિસિસ માટે અનુભવી સ્ટાફ સાથે એમ. જી. રોડ જેવા વિસ્તારમાં વેલે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
અમારું સ્લોગન જ છે “રીસ્તે ઔર વિશ્ર્વાસ કી ડોર જેનો મતલબ છે કે એક ગ્રાહક અને દુકાનદાર અને તેમણે લગતી એ બધી જ સુવિધા અને સગવડ એ વિશ્ર્વાસ સાથે જેમાં તેઓ ક્વોલિટીથી લઇને પ્રાઇસ અને વ્યવહારમાં આપણાપણું અનુભવે. આજે જયારે લોકોને સુુવિધા, સર્વિસ અને વેરાઇટી જોઇએ છે ત્યારે લોકો માટે ઘાટકોપરમાં વિકલ્પ ના હોવાનેે કારણે ઘાટકોપર છોડી ને બહાર નીકળવું પડે છે અને તેઓ મુંબઇ અથવા તો પાર્લા, બોરીવલી, અથવા તો બીજી જગ્યાઓ તરફ જાય છે. આ શોરૂમ અમે એવા લોકોના વિકલ્પ તરીકે સામે લાવ્યા છે જેમાં તેમણે એ બધી જ સુવિધા અને એ બધા જ પ્રકારની વેરાઇટીઓ મળશે જે તેમની જરૂરિયાત પ્રમાણે હોય. એ બધા જ વિકલ્પો માટે ઘાટકોપરના લોકોને બહાર જવાની જરૂર ના પડે. ઉપરથી બહારના લોકો ઘાટકોપર આવે.
અહીં લોકો માટે પ્રસંગો અને તહેવારો માટે વેરાઇટી અને વિશાળ રેન્જ ઉપલબ્ધ છે સાથે વેલે પાર્કિંગ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે આજના યોગમાં સોસિયલ મીડિયાના જમાનામાં અમારું પણ ઓન લાઇન પ્લેટફોર્મ પણ છે.
પુરુષ પ્રધાન આ વ્યાપારમાં એક સ્ત્રી તરીકે તમને કોઇ તકલીફોનો સામનો કરવો પડ્યો છે? આના જવાબમાં તેમને જણાવ્યું કે મારા
પિયરમાં પણ અમારો આવોજ ગારમેન્ટનો બિઝનેસ છે અને અમારા ઘરમાં મારા પિતાએ પહેલેથી જ અમને પોતાના પગભર થવાની ટ્રેનિંગ આપી છે. કૉલેજની સાથે સાથે દુકાનમાં પણ અમે ધ્યાન આપતા
હતા. અને એવી જ રીતે અહીંયા પણ અમારા ઘરમાં પરિવારના બધા સદસ્યો મારા સસરા, જેઠ, મારા પતિ બધા જ મને પૂરો સહયોગ આપે છે અને જરૂરત પડવા પર યોગ્ય માર્ગદર્શન મને મળે છે. જયારે આવા શોરૂમ માટે મને વિચાર આવ્યો ત્યારે બધાએ મને એક સ્વરમાં સાથ આપ્યો.
મારું સપનું આ શોરૂમને ઘાટકોપરનો જ નહીં સેન્ટ્રલનો સારામાં સારો શોરૂમ બનવાનું છે.