આજે 14મી જાન્યુઆરીએ ગુજરાતભર ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અમદવાદમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નાગરીકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાયણ ઉજવવા તેઓ અમદવાદના દરિયાપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાને કાર્યકર્તાઓ સાથે ધાબા પર ચડીને પતંગ ચગાવ્યો હતો. સાથે સાથે તેમણે ચિક્કીનો પણ સ્વાદ માણ્યો હતો. દરમિયાન દરિયાપુર બેઠકના વિધાનસભ્ય કૌશિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે વિધાનસભ્ય કૌશિક જૈને ફિરકી પકડી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે લોકોને ઉજવણી દરમિયાન પોતાનું અને પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી છે.
આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન સૂર્યનારાયણના ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને સમાજમાં સુખાકારી તથા ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને તેવી અભ્યર્થના. pic.twitter.com/9R0WOz2TJw— Bhupendra Patel (@Bhupendrapbjp) January 14, 2023
“>
ઉત્તરાયણના પર્વ નિમિતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના આવ્યા છે. આજે સવારે તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અમદાવાદમાં વેજલપુર અને ઘાટલોડિયામાં અમિત શાહે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
બપોરે તેઓ પોતાના સંસદિય મત વિસ્તાર કલોલમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જશે. તેઓ કલોલના પૌરાણિક મંદિર શ્રી કપિલેશ્વર મહાદેવના દર્શન કરશે. ત્યાર બાદ તેઓ પરિવાર સાથે પતંગ ચગાવશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.